Home » Gujarat » Bhuj » ભુજમાં પત્નીએ પતિને તેની પ્રેમિકા સાથે રંગરેલિયા મનાવતા પકડ્યા

News timeline

Delhi
7 mins ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
9 mins ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
18 mins ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
21 mins ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
24 mins ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
26 mins ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
28 mins ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
29 mins ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
1 hour ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
3 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
4 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

Astrology
4 hours ago

આપનો આજનો દિવસ

ભુજમાં પત્નીએ પતિને તેની પ્રેમિકા સાથે રંગરેલિયા મનાવતા પકડ્યા

ભુજ- શહેરના જ્યુબિલી ગ્રાઉન્ડ ઉપર પત્ની દ્વારા તેના પતિ અને પતિદેવની પ્રેમિકાની જાહેરમાં ધોલાઈ કરવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થતાં ચકચાર મચી ગઈ હતી. થોડા સમય અગાઉ રાજકોટ રહેતી મૂળ ભુજની યુવતી સાથે ભાગીને રંગરેલિયા મનાવીને પરત ફરેલા આ પતિદેવ વિરુદ્ધ તેની જ પ્રેમિકાએ ફરિયાદ નોંધાવી હતી અને પતિદેવ જેલહવાલે થયા હતા. શનિવારે ફરી એ જ પ્રેમિકા સાથે તેને તેની પત્નીએ ઝડપી લીધો હતો. બનાવ અંગે પત્નીએ પતિ અબ્દુલ સિધિક સમા, રહે. સંજોગનગર, ભારતનગર, રાહુલનગરી વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવી છે.

થોડા સમય અગાઉ અબ્દુલ સિધિક સમા મૂળ ભુજની અને હાલે રાજકોટ રહેતી અનુ.જાતિની યુવતીને નસાડી ગયો હતો. આ યુવતીને યુવક દ્વારા લલચાવી, ફોસલાવીને તેના પિતાના ઘરેથી દાગીના લઈ આવવાનું પણ જણાવ્યું હતું. લાખોના દાગીના લઈને ગોવા તરફ રંગરેલિયા મનાવવા નીકળી ગયેલા પ્રેમી-પ્રેમિકાને પોલીસે ઝડપી પાડયા હતા. આરોપી વિરુદ્ધ યુવતીએ ફરિયાદ નોંધાવતાં તે જેલહવાલે થયો હતો અને જેલથી છૂટયા બાદ ફરી પાછો એ જ પ્રેમિકા સાથે તે ભાગી ગયો હતો. બે-ત્રણ દિવસ પૂર્વે આ પ્રેમી-પ્રેમિકા બંને ઘરેથી નીકળી ગયા હતા અને આજે જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે તેની પત્નીએ પકડીને ધોલાઈ કરી હતી અને સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

અબ્દુલની પત્નીએ તેના વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે આઈપીસી ૪૯૮(અ) અને ૩ર૩,પ૦૪ મુજબ અવારનવાર શારીરિક, માનસિક ત્રાસ આપી, માર મારી, ગાળાગાળી કરતો હોવાની ફરિયાદ નોંધાવતાં પોલીસે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ પ્રેમિકાના પરિવારજનો પોલીસ મથકે આવી પહોંચ્યા હતા. યુવતી અપરિણીત હોવાથી કોઈ જ કાર્યવાહી કરવાનું ટાળ્યું હતું. આમ, પતિ-પત્ની ઓર વો નો કિસ્સો શહેરભરમાં ટોક ઓફ ધ ટાઉન રહ્યો હતો અને દિવસભર વાયરલ થયેલી વીડિયોક્લિપથી ચકચાર મચી ગઈ હતી. બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકના કાંતુભાઈ પટેલે વધુ તપાસ હાથ ધરી છે.