Home » Gujarat » Bhuj » મારા વિરુદ્ધ જે કાર્યકર્તાએ કામ કર્યું છે તેનો હિસાબ લઈશ: વાસણ આહિર

News timeline

Bollywood
6 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
6 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
6 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
7 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
8 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
8 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
9 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
9 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
10 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
10 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
12 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
13 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

મારા વિરુદ્ધ જે કાર્યકર્તાએ કામ કર્યું છે તેનો હિસાબ લઈશ: વાસણ આહિર

ભુજ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન અંજારની બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ભાજપના વાસણભાઈ આહિરની વિરોધમાં પક્ષના જ કેટલાક આગેવાનો-કાર્યકરોએ કામ કર્યું હતું. ચૂંટણી જીતીને આવેલા વાસણભાઈ આહિરે પોતાના સન્માનના કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, આ ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધમાં જે કાર્યકરોએ કામ કર્યું છે તેમનો હિસાબ લઈશ, આહિરના આ નિવેદનને પગલે ફરીવાર વિરોધ ઊભો થયો છે.

શિસ્ત માટે કવાયત કરતી ભાજપ તેમનાં નેતાઓને અંકુશમાં રાખી નહિ શકતા તેમના પક્ષનાં નેતાઓનાં વાણી વિલાસ અને બફાટને પગલે વિવાદમાં તેમ જ ચર્ચામાં રહે છે. હાલમાં જ અંજારમાંથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય વાસણભાઈ આહિર તેમની જીતનાં સન્માન કાર્યક્રમ દરમિયાન તેમણે કરેલાં નિવેદનને મામલે વિવાદમાં ફસાયા હતા.

કચ્છમાં આ અંગે વાયરલ થયેલા વીડિયોએ રાજકીય ખળભળાટ સાથે કચ્છ ભાજપમાં ચર્ચા જગાવી છે. આ વાયરલ વીડિયો એ ન્યૂઝ ચેનલોમાં પ્રસારિત થયા બાદ ગુજરાત ભાજપ માટે પણ રાજકીય સવાલો સજર્યા છે.

આ વીડિયોમાં પોતાના રાજકીય ટેકેદારો અને સમર્થકોની ઉપસ્થિતિમાં એવું બોલતા દેખાય છે કે આ ચૂંટણીમાં જેમણે તેમના પક્ષ (ભાજપ) વિરૂદ્ધ કામ કર્યુ છે. એ વિરોધ કરનારાઓનો હિસાબ લઈશ. તેમણે હિન્દુત્વનો ટેકો લેનારાઓને આ ચેતવણી આપી છે. અંજાર વિધાનસભા બેઠકમાં ટિકિટ ફાળવણી દરમિયાન અને ત્યાર બાદ પ્રચાર દરમિયાન વાસણભાઈ આહિર સામે રાજકીય અસંતોષ વ્યકત કરાયો હતો.

જે તે સમયે રતનાલ (વાસણભાઈ આહિર)ના નામનાં ટેલિફોનિક વાયરલ ઓડિયોએ પણ વિવાદ સજર્યો હતો. આથી અગાઉ વાસણભાઈ આહિર કથાકારોના સંદર્ભે ટીકા કરવાના મુદ્દે વિવાદમાં સપડાયા હતા, જે તે સમયે તેમનો વિરોધ થતાં તેમણે બ્રહ્મસમાજની માફી પણ માગી હતી. વાસણભાઈ આહિર સતત પમી વાર વિધાનસભામાં ચૂંટાયા છે અને રાજ્ય સરકારમાં રાજયકક્ષાના મંત્રી તેમજ સંસદીય સચિવ પણ રહી ચૂકયા છે.