Home » Gujarat » Bhuj » ડિજિટલ શિક્ષણ પદ્ધતિનો વ્યાપ વિસ્તારવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ: વિજય રૂપાણી

News timeline

Bollywood
6 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
6 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
7 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
8 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
8 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
9 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
10 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
10 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
10 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
11 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
13 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
14 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

ડિજિટલ શિક્ષણ પદ્ધતિનો વ્યાપ વિસ્તારવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ: વિજય રૂપાણી

માંડવી : રાજ્યમાં ડિજિટલ શિક્ષણ પદ્ધતિનો વ્યાપ વિસ્તારવા રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે રાજ્યની રપ૦થી વધુ પ્રાથમિક શાળાઓમાં ડિજિટલ-વર્ચ્યુઅલ કલાસરૂમ કાર્યરત પણ કરી દેવામાં આવ્યા છે.

મુખ્ય પ્રધાને ઇ.સ.ર૦૧૮ નૂતન વર્ષનો પ્રથમ દિવસ ક્ધયા કેળવણીને સમર્પિત કરતાં કચ્છના માંડવી તાલુકાના પિયાવામાં નવનિર્મિત સ્વામીનારાયણ ક્ધયા વિદ્યામંદિરનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે વિજય રૂપાણીએ ક્ધયા કેળવણીને પ્રોત્સાહન-પ્રેરણા આપવાના અભિગમની ભૂમિકા આપતાં કહ્યું કે, દોઢ દાયકા પૂર્વે ગુજરાતમાં સ્ત્રી શિક્ષણનું પ્રમાણ પ૭ ટકા હતું, તે હવે ૭૦ ટકા સુધી પહોંચ્યું છે અને હવે સમાજ અને સરકારના સહયોગથી ૧૦૦ ટકા ક્ધયા સાક્ષરતાનો ધ્યેય પાર પાડવો છે. ૯ એકર વિસ્તારમાં રૂ.૧૮ કરોડના ખર્ચે નવનિર્મિત આ સ્વામીનારાયણ ક્ધયા વિદ્યામંદિરમાં ૧ર૦૦ થી વધુ દીકરીઓ શિક્ષણ પ્રાપ્ત કરશે. સ્વામીનારાયણ ભગવાને સદ્દવિદ્યા પ્રસરાવવાની આજ્ઞા આપી છે.

તે મુજબ સંપ્રદાયના સંતો પૂજન સાથે સદ્દવિદ્યાનો પ્રસાર અને સમાજ સેવાનું કાર્ય કરી રહ્યા છે. શિક્ષણ સાથે આરોગ્ય ક્ષેત્રમાં પણ સમાજિક યોગદાનની જરૂરત તેમણે દર્શાવી હતી. રાજકોટમાં આવેલા વિજય રૂપાણી અને વિધાન સભા-૬૯ બેઠક પરથી જંગી બહુમતીથી જીત મેળવ્યા બાદ અને પુન પદગ્રહણ કયા બાદ પ્રથમવાર રાજકોટ આવેલા વિજય રૂપાણીનું રાજકોટ ખાતે હજારો શુભેચ્છકો, અનેક જ્ઞાતિની સંસ્થાઓ, શહેર ભાજપા હોદેદારો – અગ્રણીઓ અને સરકારી અધિકારીઓ – કર્મચારીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, આ રાજકોટના પ્રજાજનોએ મને તેમના પ્રેમ, તેમની લાગણીઓ, તેમના વધામણાંથી મને ભીંજવી દીધો છે. પદગ્રહણ કર્યા બાદ મારા રાજકોટમાં મારી આ પ્રથમ મુલાકાતને અવિસ્મરણીય બનાવી કાર્યકરોનો પ્રેમ, શુભેચ્છાની લાગણી, સંતો મહંતોના આશીર્વાદની અનરાધાર વષર્થી હું ભાવભીનો થયો છું. સહુનો ઋણી છું.