Home » Gujarat » Bhuj » કચ્છ: જમાઇ અને વેવાઇએ કરી વેવાઇની હત્યા

News timeline

Bollywood
6 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
6 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
6 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
7 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
8 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
8 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
9 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
9 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
10 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
10 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
12 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
13 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

કચ્છ: જમાઇ અને વેવાઇએ કરી વેવાઇની હત્યા

કચ્છ- રાપર તાલુકાના પદમપરની સીમમાં બે દિવસ આગાઉ થયેલી હત્યામાં ચોકવાનારો ખુલાસો બહાર આવ્યો છે. આધેડ વ્યક્તિના જમાઈ-વેવાઈએ જ તેમની હત્યા કરી હતી. બે દિવસ આગાઉ રાપરના પદમપર ગામની સીમમાં આવેલા એક ખેતરમાં વહેલી સવારે એક આધેડ ખેડૂતની ક્રૂરતા પૂર્વક હત્યા કરાયેલી લાસ મળી આવી હતી. આ હત્યાનો ભેદ પૂર્વ કચ્છ LCBએ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

આ હત્યા પાછળ છુટાછેડા કારણભૂત હોવાનો અને ક્રૂરતા પૂર્વક ભોગ બનનાર વેલજીભાઈ રણછોડભાઈ રાવરીયાના નાક-કાન કાપી બાદમાં કુહાડીના ઘા ઝીંકી હત્યા નિપજાવી હોવાનો ખુલાસો થયો છે. ભોગ બનનાર વાલજીભાઈની દીકરીના હિતેશ પરબતભાઈ ચૌધરી સાથે લગ્ન થયા હતા. પુત્રીનો જન્મ થયા બાદ ઘરકાંકસના કારણે ભોગ બનનાર વલજીભાઈએ તેમની દીકરીના છૂટાછેડા કરાવ્યા હતા.

જેથી સમાજમાં પોતાનું નાક કપાઈ ગયું હોવાનું મનદુઃખ રાખી જમાઈ અને વેવાઈએ તેમનું ઢીમ ઢાળી દીધું હતું. હત્યા પહેલા ભોગ બનનાર વલજીભાઈના નાક અને કાન કાપી અને પછી હત્યા કરી હતી. પોલીસે આરોપી હિતેષ અને પરબતને પકડી પાડી પૂછપરછ કરતાં તેમણે આ ક્રૂરતા પૃવક હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. એલ.સી.બીએ વધુ તપાસ માટે આ બંને આરોપીઓને આડેસર પોલીસને સોંપી દીધા હતા.