Home » Gujarat » Bhuj » આચારસંહિતાના ભંગ બદલ ધારાસભ્ય ડૉ. નીમાબેન સહિત 3ને એક વર્ષ સજા

News timeline

Delhi
1 min ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
9 mins ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
13 mins ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
16 mins ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
17 mins ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
19 mins ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
20 mins ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
1 hour ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
3 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
4 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

Astrology
4 hours ago

આપનો આજનો દિવસ

Ahmedabad
6 hours ago

સંતરામ મંદિરમાં બોરની ઉછામણી, નડિયાદમાં ભક્તોનું ઘોડાપૂર

આચારસંહિતાના ભંગ બદલ ધારાસભ્ય ડૉ. નીમાબેન સહિત 3ને એક વર્ષ સજા

૨૦૦૯ની ચૂંટણીમાં નાણાંની લાલચ આપી મતદાન કરાવવા વચન 

ભુજ : ૨૦૦૯ની ચૂંટણીમાં નાણાંની લાલચ આપી મહત્તમ મતદાન કરાવવાના વચન આપી ચૂંટણીની આદર્શ આચારસંહિતાનો ભંગ કરવા બદલ અંજારના તત્કાલીન ધારાસભ્ય ડૉ. નીમાબેન આચાર્યને મોરબીની કોર્ટે એક વર્ષની સાદી કેદ તેમ જ એક હજાર રૂપિયાનો દંડની સજા ફટકારતા ચકચાર ફેલાઈ છે.

નીમાબેન ઉપરાંત મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને તત્કાલીન ભાજપ યુવા મોરચાના હોદ્દેદાર અને હાલ પાટીદાર અનામત આંદોલન સમિતિના હોદ્દેદાર મનોજ પનારાને પણ એક વર્ષની સાદી કેદ અને એક હજારનો દંડ ફટકારાયો છે.

દરમિયાન મોરબીના સરકારી વકીલે આ વિશે જણાવ્યું હતું કે, ૧૮ માર્ચ ૨૦૦૯ના રોજ કચ્છ સંસદીય મતવિસ્તારમાં આવતા મોરબીના ભાજપ મહિલા મોરચા, યુવા ભાજપ અને ભાજપ દ્વારા મોરબીના ભક્તિનગર સર્કલ નજીક સભા યોજવામાં આવી હતી.

જેમાં અંજારના ધારાસભ્ય નીમાબેન આચાર્ય, કાંતિલાલ શિવાભાઈ અમૃતિયા, અને ભાજપના તત્કાલીન યુવા મોરચાના અગ્રણી અને સભાના આયોજક મનોજ પનારા વિરુદ્ધ તે સમયે સભામાં મતદારો અને કાર્યકરોને લોભામણા નિવેદન કરવા બદલ આદર્શ આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઇ હતી.

નીમાબેને જે બૂથ તેમના મતવિસ્તારમાંથી વધુ લીડ લાવે તેવા પ્રથમ બૂથને પાંચ લાખ, બીજા બૂથને બે લાખ અને ત્રીજા બૂથને એક લાખ રૂપિયા સંસદસભ્યની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. તો કાંતિ અમૃતિયાએ પણ ૧.૫૧ લાખનું ઈનામ જાહેર કર્યું હતું.

આ કેસમાં મોરબીના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જી. જી. દામોદ્રાએ સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખી ત્રણેય રાજકીય અગ્રણીઓને દોષી ઠેરવી એક એક વર્ષની કેદ ફટકારી હતી. શરૂઆતમાં ચુકાદા સંદર્ભે મારામારીના કેસમાં સજા સંભળાવાઈ હોવાના અહેવાલો બહાર આવ્યાં હતા.

અદાલતે સીઆરપીસીની કલમ હેઠળ ત્રણેયને દોષમુક્ત જાહેર કર્યાં હતા. ચુકાદો જાહેર કર્યા બાદ કોર્ટે ઉપલી અદાલતમાં અપીલ કરવા ત્રણ આરોપીને જામીન પર મુક્ત કર્યા હતા.