Home » Gujarat » Bhuj » પોરબંદરમાં પ્રિયા પ્રકાશ અને ગાંધીજીની ક્લિપ મુદ્દે રોષ

News timeline

Delhi
50 mins ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
53 mins ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
1 hour ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
1 hour ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
1 hour ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
1 hour ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
1 hour ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
1 hour ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
2 hours ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
4 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
5 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

પોરબંદરમાં પ્રિયા પ્રકાશ અને ગાંધીજીની ક્લિપ મુદ્દે રોષ

પોરબંદરમાં જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગ

પોરબંદર-  પ્રિયા પ્રકાશ નામની યુવતીની ક્લીપમાં મીક્સીંગ કરનારાઓએ  હદ વટાવીને આંખ મારી રહેલ યુવતીને લીધે ગાંધીજીની હત્યા થતી હોવાની ક્લીપ ફરતી કરતા ગાંધીભૂમિમાં તેનો આક્રોશ જોવા મળ્યો છે અને આ પ્રકારની હરકત કરનારાઓ સામે કડક કાર્યવાહી પણ કરવાની માંગ ઉઠવા પામી છે.

સોશ્યલ મીડીયામાં ફરતા થયેલા આ વિડીયોમાં મલયાલમ એકટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયર જોવા મળે છે. પોતાના એક્સપ્રેશનને કારણે સોશ્યલ મીડિયાને ગાંડુતુર કરનાર સોંગમાં એક સીનમાં સ્કૂલમાં છોકરાને આંખથી ઈશારા કરતી જોવા મળે છે. જે વિડીયોને વેલેન્ટાઈન ડેના પ્રતિક રૃપ વાયરલ કરવામાં આવી રહ્યો છે. સોશ્યલ મિડીયા પર એકટ્રેસની સુંદરતાના વખાણ થઈ રહ્યા છે. પરંતુ સોશ્યલ મીડીયામાં લોકોને પાગલ કરનાર આ ક્લીપમાં હવે ચેડા શરૃ થઈ ગયા છે. પોરબંદરમાં ફરતી થયેલી ક્લીપમાં બીજા દ્રશ્યમાં ગાંધીજી સીધા જ હવામાં ઉછળીને વિંધાઈને નીચે જમીન પર પટકાય છે તે પ્રકારના દ્રશ્યો મુકવામાં આવ્યા છે.

કોઈ ફિલ્મમાં ગાંધીજીની હત્યા થતી હોય તેવા દ્રશ્યો સાથે મીક્સીંગ કરીને આવી હીન હરકત કરવામાં આવી હોવાથી ગાંધીભૂમિના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વિડીયોમાં નીચે વેબસાઈટ પણ લખેલી છે તેથી ગાંધીજીની હત્યાના આ દ્રશ્યને પ્રિયા પ્રકાશની આંખ સાથે જોડીને આંખ મારવાથી ગાંધીજીની હત્યા થયાની ક્લીપ તૈયાર કરનારાઓએ રાષ્ટ્રપિતાનું અપમાન કર્યું છે તેમ જણાવીને ગાંધીભૂમિના ગાંધીવાદી નાગરીકોએ આક્રોશ ઠાલવીને સોશ્યલ મિડીયામાં ફરતી થયેલી આ ક્લીપ વિશે તપાસ કરવા અને જવાબદારોને શોધીને કાર્યવાહી કરવા પણ માંગ કરી છે.