Home » Breaking News » સુરતમાં નિરવ મોદીના ત્રણ ધંધાકીય સ્થળો પર ઈડીની તપાસ

News timeline

Canada
16 hours ago

જીએસએસએમ દ્વારા પુન્તા કાનાનો પ્રવાસ, અનેકવિધ કાર્યક્રમોએ રંગત જમાવી

Bollywood
1 day ago

લિસા રે લેખન ઉપર વધુ ધ્યાન આપે છે

Bollywood
1 day ago

ઇશા ગુપ્તા ખુબસુરતીને જાળવવા માટે તમામ પ્રયાસો કરે છે

Bollywood
1 day ago

અભિનેત્રીઓ વચ્ચેની સ્પર્ધાને લઈ પરેશાન નથી : ડાયના

Bollywood
1 day ago

રણબીર માટે આજે પણ પઝેસિવ છું : દીપિકા

Canada
1 day ago

નવલ બજાજના નિવાસ સ્થાને કૃષ્ણજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

Gandhinagar
1 day ago

સત્ર બાદ બે દિવસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરીશું: નીતિન પટેલ

Ahmedabad
1 day ago

મોટીપાનેલીના સરપંચ સહિત ૧૦૦ આગેવાનોના ભાજપમાંથી રાજીનામા

Ahmedabad
1 day ago

અંબાજીમાં મહામેળો ઃ માર્ગો જય અંબે’ના નાદથી ગૂંજી ઉઠયા

Delhi
1 day ago

ત્રણ તલાક બિલના અધ્યાદેશને મોદી કેબિનેટે આપી મંજૂરી

Ahmedabad
1 day ago

કેનેડાની લાલચ આપી છેતરપિંડી કરનારા 2 સામે ગુનો નોંધાયો

Canada
2 days ago

મિસિસાગામાં મેમણ સમાજનું ઈદ મિલન : ૩૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

સુરતમાં નિરવ મોદીના ત્રણ ધંધાકીય સ્થળો પર ઈડીની તપાસ

– બેલ્જીયમ સ્કવેરની ઓફિસમાંથી વાંધાજનક દસ્તાવેજો જપ્તઃ

– એસઈઝેડ યુનિટોમાં સ્ટોક વેરીફિકેશનની કાર્યવાહી

સુરત- પંજાબ નેશનલ બેંકની મુંબઈ બ્રાંચ મારફતે આચરવામાં આવેલા રૃ. ૧૧,૩૬૦ કરોડના કૌભાંડમાં સંડોવાયેલા નિરવ મોદીની સુરત ખાતેની ત્રણ પ્રિમાઈસીસ પર આજે બીજા દિવસે પણ ઈડીના અધિકારીઓની ટીમે તપાસ જારી રાખી છે.

પંજાબ નેશનલ બેંકમાં જ્વેલરી ક્ષેત્રે જાણીતા નિરવ મોદી દ્વારા આચરવામાં આવેલા કુલ રૃ.૧૧,૩૬૦ કરોડના બેંક ધિરાણ કૌભાંડમાં ઈડીની તપાસનો રેલો દિલ્હી મુંબઈ સહિત સુરત સુધી લંબાયો છે.ગઈકાલે નિરવ મોદીની દિલ્હી તથા મુંબઈ સહિત સુરતની ત્રણ ધંધાકીય સ્થળો પર ઈડીના અધિકારીઓની ટીમે તપાસ હાથ ધરી હતી.

સુરતમાં સચીન ખાતે સ્પેશ્યલ ઈકોનોમિક ઝોનમાં આવેલા નિરવ મોદીના ફાયર સ્ટાર ડાયમંડના બે યુનિટ્સ તથા રિંગરોડ સ્થિત બેલ્જીયમ સ્કવેરમાં આવેલી ઓફિસ પર ઈડીની તપાસ આજે બીજા દિવસે પણ જારી રહી છે. વિશ્વસનીય સુત્રોના જણાવ્યા મુજબ નિરવ મોદીની સુરત ની રિંગરોડ સ્થિત ઓફિસમાંથી થોકબંધ વાંધા જનક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.જ્યારે એસઈઝેડમાં આવેલા બંને ડાયમંડ યુનિટમાંથી ડાયમંડ,કિંમતી સ્ટોન સહિતનો સ્ટોકનું વેરીફિકેશન તથા મૂલ્યાંકન હાથ ધરવામાં આવ્યું છે.