Home » Gujarat » Ahmedabad » આત્મવિલોપન મામલે પાટણ સજ્જડ બંધઃ ટાયરો સળગાવાયા

News timeline

Food
1 hour ago

વેજીટેબલ મંચુરિયન

Food
1 hour ago

ક્રિસ્પી સમોસા

Health
1 hour ago

પપૈયા અને લીંબુના એકસાથે સેવન કરવાથી થશે આ લાભ

Automobile
1 hour ago

લોન્ચ થઇ દુનિયાની સૌથી ફાસ્ટ કાર

Breaking News
2 hours ago

ફેબ્રુઆરીમાં બેલેન્સ ફંડમાં મૂડીપ્રવાહ ઘટ્યો

Business
2 hours ago

‘ટ્રેડવોર’ના ભયે બજાર વોલેટાઈલ રહેવાની ધારણા

Breaking News
2 hours ago

ટોપ-6 કંપનીઓના માર્કેટકેપમાં 52K કરોડનું ધોવાણ

Bollywood
3 hours ago

બોબી દેઓલ હવે હાઉસફુલ-૪માં પણ દેખાશે

Bollywood
5 hours ago

કરીના કપુરે છોડી દીધેલી ફિલ્મને કંગનાએ સ્વીકારી

Bollywood
7 hours ago

પ્રિયંકા ફરી ભારત આવીને ફરી બોલીવૂડની ફિલ્મો કરશે

Delhi
8 hours ago

દેશના રક્ષણ માટે જરૃર પડશે તો સેના પાક.માં ઘૂસીને ત્રાટક્શે: રાજનાથ

India
8 hours ago

પંજાબના પૂર્વ CM બીયંત સિંહની હત્યા કેસમાં જગતાર સિંહને જન્મ ટીપ

આત્મવિલોપન મામલે પાટણ સજ્જડ બંધઃ ટાયરો સળગાવાયા

સિદ્ધપુરમાં ચક્કાજામ -દોષિતો સામે પગલા લેવા, ભોગ બનનારા આધેડને ન્યાય અપાવવા માગ

– પાટણમાં સવારે કેટલાક કલાક માટે બસની ટ્રિપ સ્થગિત

અમદાવાદ- જમીન વિવાદને પગલે પાટણ જિલ્લાના દુદખા ગામના એક આધેડે કરેલા આત્મવિલોપનને મામલે ઘેરા પ્રત્યાઘાતો પડયા છે અને આ હચમચાવી મૂકી દે તેવી ઘટનાના વિરોધમાં પાટણ જિલ્લાએ આજે સજ્જડ બંધ પાળ્યો હતો. આ બંધ દરમિયાન ક્યાંક ગરમાગરમીનો માહોલ તો  ક્યાંક નાના-મોટા હુમલાની પણ ઘટના બની હતી. પાટણ જિલ્લાના ઈતિહાસમાં  સંભવતઃ સૌપ્રથમ વાર બનેલી આત્મવિલોપનની ઘટનાએ માનવ સંવેદનાને હચમચાવી મૂકી છે અને તેની સામે નારાજગીનો જ્વાળામૂખી ભભૂકી ઉઠયો છે.

ગુરુવારે સાંજે જ પાટણના કેટલાક દલિત સંગઠનો દ્વારા શુક્રવારે પાટણ બંધનું એલાન કરવામાં આવ્યું હતું. આ ઘટનાથી નારાજ થયેલા દલિત સંગઠનના યુવાનોએ બગવાડા દરવાજા ખાતે એકત્ર થઇ બજારો બંધ કરાવવા નીકળી પડતા વાતાવરણ તંગ બન્યું હતું. ધારાસભ્ય જીજ્ઞોશ મેવાણી પણ બંધ પાળવા માટે વેપારીઓને અપીલ કરી હતી અને આ વાત સમગ્ર પાટણ શહેરમાં પ્રસરી જતાં મુખ્ય બજારો ટપોટપ બંધ થયા હતા.

બીજી બાજુ કેટલાક યુવાનોના ટોળા દુકાન બંધ કરાવવા નીકળ્યા હતા અને બસ સ્ટેન્ડ જઇને રોષ વ્યક્ત કરતા સવારની બસની ટ્રીપ સ્થગિત કરવી પડી હતી. સિદ્ધપિર ચોકડી પાસે યુવાનોએ ૧૦ મિનિટ સુધી ચક્કાજામનો કાર્યક્રમ આપ્યો હતો જ્યારે બગવાડા દરવાજા પાસે ટાયરો બાળી સરકાર વિરુદ્ધ રોષ પ્રગટ કર્યો હતો. આ ઉપરાંત પાટણ વહિવટી તંત્રના એસ.પી. કલેક્ટર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. પાટણ બંધને પગલે આજે સલામતી બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત પાટણ કલેક્ટર કચેરીની બહાર પણ અભૂતપૂર્વ સલામતી બંદોબસ્ત તૈનાત કરાયો હતો.