Home » Gujarat » Bhuj » કચ્છમાં ૪.૧ની તીવ્રતા સહિત ૪ આંચકા, લોકોમાં ભય

News timeline

Entertainment
12 mins ago

ઇન્ડિયન-૨માં કમલ હાસન સાથે અભિષેક બચ્ચન રહેશે

Delhi
1 hour ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
1 hour ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
1 hour ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
1 hour ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
1 hour ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
1 hour ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
2 hours ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
2 hours ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
2 hours ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
4 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
5 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

કચ્છમાં ૪.૧ની તીવ્રતા સહિત ૪ આંચકા, લોકોમાં ભય

કચ્છમાં વર્ષ ૨૦૦૧માં આવેલા વિનાશક ભુકંપની ૧૭મી વરસી હજુ હમણાં જ પૂર્ણ થઇ છે ત્યાં આજે વહેલી સવારે અનુભવાયેલા ૪.૧ની તીવ્રતા સહિત ૪ કંપનોથી ધરણી ધ્રુજી ઉઠતાં લોકોમાં ભય ફેલાયો છે.

વિનાશક ભુકંપના થોડા વર્ષો બાદ પૂર્વ કચ્છમાં વાગડ ફોલ્ટલાઇન સક્રિય થઇ જતાં છેલ્લા કેટલાક વર્ષોથી પૂર્વ કચ્છમાં આંચકાઓનું પ્રમાણ વધ્યું છે. જેમાં ખાસ કરીને ભચાઉ, રાપર તથા દુધઇ સહિતનાં વિસ્તારોમાં ૧થી માંડીને ૪ની તીવ્રતાના કંપનો ભુતકાળમાં અનુભવાયા છે.

ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરીમાંથી મળતી વિગતો પ્રમાણે સવારે ૪:૩૬ વાગ્યે ભચાઉ પાસે ૪.૧ ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.

આ ઉપરાંત રાત્રે ૧૧:૩૭ વાગ્યે ૧.૨ની તીવ્રતા સાથે ખાવડા નજીક, રાત્રે ૧૨:૨૦ વાગ્યે ૧.૩ ની તીવ્રતા સાથે રાપર પાસે, સવારે ૧૦: ૪૭ વાગ્યે ૧.૯ ની તીવ્રતા સાથે ભચાઉ પાસે કંપન અનુભવાયા હતા. જેના કારણે આ પથકનાં રહેવાસીઓમાં ભયની લગણી પ્રસરી હતી.

અગાઉના સમયમાં વાગડ પંથકમાં ભુસંશોધનની માંગણી કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી નક્કર કામગીરી કરવામાં નહીં આવતાં વારંવાર અનુભવાતા આંચકાઓનું સચોટ કારણ જાણવા મળી શક્યું નથી.