Home » Gujarat » Bhuj » કચ્છમાં નર્મદાનું પાણી ફરી વળતાં મીઠાના અગરોને નુકસાન

News timeline

Delhi
37 mins ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
39 mins ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
48 mins ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
51 mins ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
54 mins ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
56 mins ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
57 mins ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
59 mins ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
2 hours ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
4 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
5 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

કચ્છમાં નર્મદાનું પાણી ફરી વળતાં મીઠાના અગરોને નુકસાન

– ફ્લોપ મેનેજમેન્ટના કારણે બે મહિના પહેલાં કરોડો લિટર પાણી રણમાં વહી ગયું હતું

અમદાવાદ- એક તરફ નર્મદા ડેમમાં પાણી ખૂટી જતા જળસંકટ ઉભું થવાની બુમરાણ મચી છે જયારે બીજી તરફ નર્મદાના નીરના ફલોપ મેનેજમેન્ટના કારણે અંદાજે છેલ્લા આઠ વર્ષથી કચ્છના નાના રણમાં પચાસ કિમી વિસ્તારમાં મીઠાના અગરોને નર્મદાનું પાણી ઘમરોળે છે. આ વરસે પણ નવેમ્બરના મધ્યભાગમાં પાટડીથી ટીકર સુધીના રણ વિસ્તારમાં નર્મદાના પાણી ફરી વળ્યા હતા.

ત્યાર બાદ અગરિયાઓ દ્વારા નર્મદાનું પાણી અને મીઠાના અગર બંનેને વેડફાતા અટકાવવા નર્મદાતંત્ર અને અધિકારીઓને ઉગ્ર રજૂઆત કરતા અધિકારીઓ દોડતા થયા હતા. અગરિયાઓના જણાવ્યા મુજબ નર્મદાના પાણીથી મીઠાના ૪૫૦ અગરોમાં થયેલા નુકસાનનું વળતર આપવાની જાહેરાત થઇ હતી. તેના માટે સહાય ફોર્મ ભરીને આપ્યા હોવા છતાં કોઇ મદદ મળી નથી. આ અંગે અગરિયાઓ રજૂઆત કરે ત્યારે  સર્વેની કામગીરી હાથ ધર્યા પછી જ વળતર આપવામાં આવશે એવું આશ્વાસન આપવામાં આવે છે.

નવાઇની વાત તો એ છે કે ગત વર્ષના નવેમ્બર માસમાં નર્મદાના પાણીથી થયેલા નુકસાન સર્વેની કામગીરી હજુ પણ હાથ ધરવામાં આવી નથી.  સામાન્ય રીતે કોઇ પણ નુકસાન સહાયની સર્વે કામગીરી તાત્કાલિક હાથ ધરવામાં આવે તે જરુરી હોય છે. આ અંગે વાત કરતા મીઠાના પાટાના મજૂર ધનાભાઇ કહે છે બે મહિના થઇ ગયા હવે કોને કેટલું નુકસાન થયું તે અંગે કેવી રીતે ખબર પડશે.

જો કે નર્મદાના પાણી આપમેળ રણમાંથી ઓસરી ગયાને હાલમાં તો તે સૂકાઇ પણ ગયા તેમ છતાં કોઇ સર્વે ટીમ આવી નથી. આ અંગે રણમાં દિવસ રાત કાળી મજૂરી કરતા અગરિયાઓમાં રોષ જોવા મળે છે. પ્રાપ્ત માહિતી મુજબ 2013માં પણ અગરિયાઓએ ભારત સરકારના નમક વિભાગમાં નર્મદા પાણી નુકસાનના ફોર્મ ભરીને આપ્યા હતા. પરંતુ તે વખતે જીલ્લા ઉધોગ કેન્દ્ર દ્વારા લીઝ લાયસન્સ ન હોવાનું બહાનું કાઢીને વળતર ચૂકવવામાંથી હાથ અધ્ધર કરી દિધા હતા.