Home » Gujarat » Bhuj » પુત્રી પર વારંવાર દુષ્કર્મ કરનારા શૈતાન પિતાને આજીવન કેદ

News timeline

Bollywood
5 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
6 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
6 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
7 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
7 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
8 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
9 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
9 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
9 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
10 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
12 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
13 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

પુત્રી પર વારંવાર દુષ્કર્મ કરનારા શૈતાન પિતાને આજીવન કેદ

ભુજ: પત્નીના અવસાન બાદ પોતાની દીકરીને ૧૩ વર્ષની હતી ત્યાર થી જ પોતાની હવસનો શિકાર બનાવી વારંવાર બળાત્કાર ગુજારનારા નરાધમ પિતાને ગાંધીધામની અદાલતે આજીવન કારાવાસની સજા અને રૂપિયા ૨૭ હજારનો દંડ ફટકારી ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો. પોતાના પિતાની હવસનો ભોગ બનેલી દીકરીએ ગત જૂન ૨૦૧૭માં પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

પિતાના શારીરિક સંબંધોના કારણે પીડિતા એક પુત્રની માતા બની હતી અને હાલ તે ૮ વર્ષનો છે. આ ચકચારી કિસ્સામાં આરોપી અને ફરિયાદી પક્ષ વચ્ચે આંતરિક સમાધાન થઈ ગયું હતું. જો કે, પિતા થકી પુત્રીને જન્મેલાં સંતાનના ડીએનએ ટેસ્ટના રીપોર્ટને કોર્ટે મજબૂત પૂરાવો ગણી સમાધાન માન્ય રાખવાના બદલે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. ગત વર્ષે આ બનાવ જ્યારે બહાર આવ્યો ત્યારે ઉહાપોહ મચ્યો હતો. ઈશા ઈશાક ફકીર નામના હવસખોર પિતાએ પોતાની પત્નીના અવસાન બાદ તેની ૧૩ વર્ષની દીકરીને જાણે હવસ સંતોષવાનું સાધન બનાવી દીધી હતી. દીકરીની શાદી થઈ હતી, પરંતુ કામાંધ પિતા તેની શાદી ટકવા દેતો નહોતો.

આ રીતે ત્રણ-ત્રણવાર દીકરીનું ઘર તોડાવી પોતાના ઘેર લઈ આવી વાસના સંતોષતો રહ્યો હતો. પિતાની વિકૃતિથી ત્રાસેલી દીકરીએ અલગ રહેવાનું શરૂ કર્યું તો તેણે પીડિતાની નાની બહેનને તેની જેમ ભોગ બનાવવાની ધમકી આપવાનું શરૂ કર્યું હતું. ગળે આવી ગયેલી પુત્રીએ અંતે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

આ શરમજનક કિસ્સામાં સરકારી વકીલ કુ. હિતેષી પી. ગઢવીએ પીડિતાની પેરવી કરી કોર્ટ સમક્ષ ૧૦ સાહેદો અને અવૈદ્ય શારીરિક સંબંધથી જન્મેલાં સંતાન અને આરોપીના ડીએનએના મેચિંગના રીપોર્ટ સહિતના મજબૂત પુરાવા રજૂ કર્યા હતા. એક તબક્કે આ કેસમાં બંને પક્ષ વચ્ચે સમાધાન પણ થઈ ગયું હતું. પરંતુ, એડિશનલ સેશન્સ જજ ડી.આર. ભટ્ટે માનવીય સંબંધોને લજાવતા આ કિસ્સામાં ડીએનએ રીપોર્ટને સ્વતંત્ર અને સબસ્ટેન્શિયલ પુરાવો ગણી ઈશા ઈશાક ફકીરને કસૂરવાર ઠેરવ્યો હતો. કોર્ટે આજીવન કેદ સાથે આરોપીને ૨૭ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે જે નાણાં ૮ વર્ષના બાળકને સુપરત કરાશે. કોર્ટનો આ ચુકાદો અનેક રીતે મહત્ત્વનો બની રહ્યો છે.