Home » Gujarat » ઘોરવાડામાં જમીનમાંથી સોનાના ચરુ મેળવવા જતા મળ્યું મોત

News timeline

Delhi
5 hours ago

વિદેશ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન અકબરનું આખરે રાજીનામું

Bollywood
18 hours ago

આલિયા રણબીર કપુરને મળવા માટે ન્યુયોર્કમાં પહોંચી

Bollywood
18 hours ago

બેડમિંગ્ટન ટીમ ખરીદશે તાપ્સી પન્નુ

Cricket
21 hours ago

વિન્ડિઝ સામેની બે વન ડેમાં ઉમેશ યાદવનો સમાવેશ

Bollywood
21 hours ago

સાજિદ ખાન ઘટિયા કિસમ કા આદમી હૈ : દિયા મિર્ઝા

Cricket
1 day ago

હવે સાઉથ આફ્રિકામાં ટી-૨૦ લીગ રમાશે

Cricket
1 day ago

વિન્ડિઝના કોચ સ્ટુઅર્ટ બે વન ડે માટે સસ્પેન્ડ

Bollywood
1 day ago

પરિણીતીને હવે એક્સન ફિલ્મો કરવી છે

Gujarat
1 day ago

પાક વીમો, પોષણક્ષમ ભાવ ન મળતા સૌરાષ્ટ્રના ગામેગામ ખેડૂતોનો વિરોધ

Delhi
1 day ago

#MeToo: રાહુલ બોલ્યા- સાચો નારો છે “બેટી પઢાઓ BJP નેતાઓથી બચાવો”

Gandhinagar
1 day ago

રૂપાણી સામે ક્રિમિનલ અને દીવાની દાવો દાખલ કરાશે: શક્તિસિંહ ગોહિલ

World
1 day ago

ભારતીયો આવકનો ૧૦ ટકા ભાગ ચાઈનીઝ ભોજન પાછળ ખર્ચ કરે છે

ઘોરવાડામાં જમીનમાંથી સોનાના ચરુ મેળવવા જતા મળ્યું મોત

સાબરકાંઠા- હિંમતનગરના ઘોરવાડા ગામે ફારુક મનસુરી નામના શખ્શના મનમાં લાલચ ઘર કરી ગઇ હતી કે પોતાના જૂના મકાનમાં ચરુ દટાયેલો છે. અને તે પણ સોનાનો ચરુ છે. આ વાતને લઇને ફારુક ભાઇ અવારનવાર પોતાના ગામડે ઘોરવાડા ગામે આવેલા પોતાના જુના મકાનમાં તાંત્રીક વિધી કરાવતા હતા.

ત્રણેક દિવસ અગાઉ પોતાના ઘરે સોનાના ચરુ મેળવવા માટે તાંત્રિક વિધી કરી હતી અને આ વિધી માટે જાણકાર તાંત્રિકોને પણ પોતાના ઘરે લઇ આવ્યા હતા. એટલુંજ નહિં સોનાના ચરુ મેળવવા માટે ઘરમાં એક ખૂણામાં ખાડો પણ ખોદી નાંખ્યો હતો. પણ વિધિની વક્રતા તો એ હતી કે તે ખાડો જ તેની કબર બની ગયો. ખાડામાંથી સોનાના ચરુ મળવાને બદલે તેમના પરીવારજનોને ફારુક ભાઇની લાશ હત્યા કરેલી મળી આવી.

આ મામલે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી પીએસઆઇ એસ.ડી.ચૌધરીનું કહેવું છે કે અમને ઘોરવાડા ગામેથી બાજુના મકાનમાં અતિ દુર્ગંધ આવે છે તેવો ફોન આવ્યો હતો. તેની તપાસ કરતા બંધ મકાનમાં ખોદાયેલા ખાડામાંથી લાશ મળી આવી હતી. લાશને જોતા મૃતકની હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક ધોરણે જણાયું હતું. તપાસ કરતાં આ લાશ ફારુકભાઈની હોવાનું જાણવા ખુલવા પામ્યું હતું.

ફારુક ભાઇ આમ તો હિંમતનગરના પાણપુર ગામે કેટલાંક સમયથી રહેતા હતા. પણ ગામડે બંધ મકાનમાં તાંત્રિક વિધી કરાવવા માટે અવારનવાર આવતાહતા. તે વાતની પણ ગામ અને પરીવારજનોને પણ હતી. આવી જ રીતે તે ઘરેથી નિકળ્યા બાદ તે પરત ફર્યા નહોતા. દરમિયાન ઘોરવાડા ગામના બંધ મકાનમાંથી અત્યંત દુર્ગંધ આવતી હોવાની આસપાસના લોકોએ પોલીસને જાણ કરતા, ફારુખભાઈની માથામાં બોથડ પદાર્થ મારીને હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.