Home » Gujarat » Bhuj » માતા-બહેનની હત્યા કેસમાં ફાંસીની સજા પામેલી યુવતીને રાજકોટ ખસેડાશે

News timeline

Bollywood
5 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
5 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
5 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
6 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
7 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
8 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
8 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
9 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
9 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
10 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
12 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
13 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

માતા-બહેનની હત્યા કેસમાં ફાંસીની સજા પામેલી યુવતીને રાજકોટ ખસેડાશે

ભુજ: કચ્છમાં માતા-બહેનની તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરનારી યુવતીને ગાંધીધામ કોર્ટે ફાંસીની સજા ફરમાવી હતી. આરોપી યુવતીને રાજકોટ જેલમાં ખસેડવામાં આવશે.

કચ્છમાં ઘરકંકાસ જેવી સામાન્ય બાબતે મોટી બહેન અને સગી જનેતા એમ બબ્બે પરિવારજનોની તલવાર વડે કરપીણ હત્યા કરનાર મંજુ કસ્તુરભાઇ દેવીપૂજકને અપાયેલી ફાંસીની સજાનો ચુકાદો રાજ્યમાં મહિલાને અપાયેલ ફાંસીની પ્રથમ ઘટના છે.

ગત વર્ષે ગાંધીધામનાં સથવારા વાસમાં બનેલ હત્યાનાં આ બનાવ બાદ કોર્ટ કેસ દરમિયાન અનેક ચડાવ ઉતાર આવ્યા. પરિવારે ઘરની છોકરીને બચાવવા માટે કોર્ટમાં જૂબાની દરમિયાન આરોપો ને નકાર્યા હતાં, પરંતુ પોલીસે સતર્કતા સાથે રજૂ કરેલા પુરાવા અને બ્લડ સેમ્પલ સાથે સરકારી વકીલે કરેલી ધારદાર દલીલોના કારણે ગાંધીધામ એડિશનલ કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી.

કોર્ટની સજા બાદ હવે મંજુને રાજકોટ જેલમાં ખસેડાશે. જયારે કાયદાકીય જોગવાઇ અનુસાર ફાંસીની સજાનો આ ચુકાદો રેફરન્સ માટે હાઇ કોર્ટમાં જશે. ગત તા. ૧૭મી ફેબ્રુઆરી ર૦૧૭ના બનેલી આ બેવડી હત્યા સમયે મંજુએ આપેલા બયાન અનુસાર સવારે ઘરકામ માટે થયેલી બોલાચાલીમાં માતાને મોટી બહેન આરતીનો સાથ આપતા મનમાં ગુસ્સો ભરાયો હતો.

રાત્રે ભગવાન સમક્ષ પ્રાર્થના કરી હતી કે મને બધા હેરાન કરે છે, એટલે ભગવાન હું એમને મારું છું અને મંજુએ તલવાર વડે સગી જનેતા રાજીબેન તેમ જ મોટી બહેન આરતીને મારી હતી. આ ઘટના અંગે તેના ભાઇ વિજય કસ્તુરભાઇ દેવીપૂજકે પોલીસ ફરિયાદ કરી હતી.