Home » Gujarat » Gandhinagar » પતિએ પત્નિનું ફેસબુક એકાઉન્ટ બનાવી બિભત્સ પોસ્ટ મુકી!

News timeline

Delhi
4 hours ago

વિદેશ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન અકબરનું આખરે રાજીનામું

Bollywood
17 hours ago

આલિયા રણબીર કપુરને મળવા માટે ન્યુયોર્કમાં પહોંચી

Bollywood
17 hours ago

બેડમિંગ્ટન ટીમ ખરીદશે તાપ્સી પન્નુ

Cricket
20 hours ago

વિન્ડિઝ સામેની બે વન ડેમાં ઉમેશ યાદવનો સમાવેશ

Bollywood
20 hours ago

સાજિદ ખાન ઘટિયા કિસમ કા આદમી હૈ : દિયા મિર્ઝા

Cricket
24 hours ago

હવે સાઉથ આફ્રિકામાં ટી-૨૦ લીગ રમાશે

Cricket
24 hours ago

વિન્ડિઝના કોચ સ્ટુઅર્ટ બે વન ડે માટે સસ્પેન્ડ

Bollywood
24 hours ago

પરિણીતીને હવે એક્સન ફિલ્મો કરવી છે

Gujarat
1 day ago

પાક વીમો, પોષણક્ષમ ભાવ ન મળતા સૌરાષ્ટ્રના ગામેગામ ખેડૂતોનો વિરોધ

Delhi
1 day ago

#MeToo: રાહુલ બોલ્યા- સાચો નારો છે “બેટી પઢાઓ BJP નેતાઓથી બચાવો”

Gandhinagar
1 day ago

રૂપાણી સામે ક્રિમિનલ અને દીવાની દાવો દાખલ કરાશે: શક્તિસિંહ ગોહિલ

World
1 day ago

ભારતીયો આવકનો ૧૦ ટકા ભાગ ચાઈનીઝ ભોજન પાછળ ખર્ચ કરે છે

પતિએ પત્નિનું ફેસબુક એકાઉન્ટ બનાવી બિભત્સ પોસ્ટ મુકી!

પરિણીતા પોતાનું બોગસ એકાઉન્ટ જોઈ ચોંકી ઉઠતાં પોલીસમાં ફરિયાદ કરી

ગાંધીનગર- ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારોમાં નોકરી કરતી પરિણીતાનું બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવી કોઈ શખ્સે બિભત્સ પોસ્ટ મુકતાં ચોંકી ઉઠી હતી જેથી આ સંદર્ભે ગાંધીનગર જિલ્લા પોલીસ વડાને ફરીયાદ કરી હતી. જેના સંદર્ભે એસઓજી પોલીસ દ્વારા આ એકાઉન્ટ બનાવનાર શખ્સની શોધખોળ કરવામાં આવી હતી અને તપાસમાં તેના જ પતિએ આ એકાઉન્ટ બનાવ્યું હોવાનું બહાર આવ્યું હતું.

ગાંધીનગર જિલ્લાના એક ગામમાં રહેતી અને શિક્ષિત તેમજ નોકરી કરતી એક પરિણીતાનું બોગસ ફેસબુક એકાઉન્ટ બન્યું હતું. જેમાં બિભત્સ પોસ્ટ અપલોડ કરવામાં આવી હતી. પરિણીતાના કોઈ ઓળખીતાએ આ સંદર્ભે તેણીનું ધ્યાન દોર્યું હતું ત્યારે તેને ખબર પડી હતી કે તેના ઓરીજનલ ફેસબુક એકાઉન્ટમાંથી ફોટા લઈ કોઈ શખ્સે આ કૃત્ય કર્યું છે.

જેથી તેણીએ આ સંદર્ભે જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવને રજૂઆત કરી હતી. જેને લઈ એસઓજી પીઆઈ પરેશ સોલંકીને તપાસ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. જેના પગલે એસઓજીએ ફેસબુક અને મોબાઈલ કંપનીઓ પાસેથી જરૃરી ડેટા મેળવીને તપાસ કરતાં પરિણીતાનું એકાઉન્ટ તેના પતિએ જ બનાવ્યું હોવાનું બહાર આવ્યું હતું. છેલ્લા એક વર્ષથી પતિ-પત્નિ વચ્ચે મનમેળ ના હોવાથી તેનો રાગદ્રેષ રાખીને પતિએ આ કૃત્ય કર્યું હતું. પોલીસે આઈટી એકટ હેઠળ ગુનો નોંધીને આ પરિણીતાના પતિની ધરપકડ કરી લીધી હતી.