Home » Gujarat » ગુજરાતની મરચીમાંથી તૈયાર કરાયેલા મસાલાની અરબ દેશોમાં ભારે માંગ

News timeline

Delhi
5 hours ago

વિદેશ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન અકબરનું આખરે રાજીનામું

Bollywood
18 hours ago

આલિયા રણબીર કપુરને મળવા માટે ન્યુયોર્કમાં પહોંચી

Bollywood
18 hours ago

બેડમિંગ્ટન ટીમ ખરીદશે તાપ્સી પન્નુ

Cricket
21 hours ago

વિન્ડિઝ સામેની બે વન ડેમાં ઉમેશ યાદવનો સમાવેશ

Bollywood
21 hours ago

સાજિદ ખાન ઘટિયા કિસમ કા આદમી હૈ : દિયા મિર્ઝા

Cricket
1 day ago

હવે સાઉથ આફ્રિકામાં ટી-૨૦ લીગ રમાશે

Cricket
1 day ago

વિન્ડિઝના કોચ સ્ટુઅર્ટ બે વન ડે માટે સસ્પેન્ડ

Bollywood
1 day ago

પરિણીતીને હવે એક્સન ફિલ્મો કરવી છે

Gujarat
1 day ago

પાક વીમો, પોષણક્ષમ ભાવ ન મળતા સૌરાષ્ટ્રના ગામેગામ ખેડૂતોનો વિરોધ

Delhi
1 day ago

#MeToo: રાહુલ બોલ્યા- સાચો નારો છે “બેટી પઢાઓ BJP નેતાઓથી બચાવો”

Gandhinagar
1 day ago

રૂપાણી સામે ક્રિમિનલ અને દીવાની દાવો દાખલ કરાશે: શક્તિસિંહ ગોહિલ

World
1 day ago

ભારતીયો આવકનો ૧૦ ટકા ભાગ ચાઈનીઝ ભોજન પાછળ ખર્ચ કરે છે

ગુજરાતની મરચીમાંથી તૈયાર કરાયેલા મસાલાની અરબ દેશોમાં ભારે માંગ

ગુજરાતમાં મરચીની એક એવી જાત વિકસાવવામાં આવી છે જેમાં મલ્ચીંગની જરૂર છે. સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાતા પ્લાસ્ટિકની આમાં જરૂર પડે છે. આ પાકને જો પ્લાસ્ટિકનું આવરણ આપવામાં આવે તો પાક બેથી ત્રણ ગણો વધું ઉતરે છે. આ મરચીમાંથી તૈયાર કરાયેલા મસાલાની અરબ દેશોમાં ભારે માંગ છે.

ગુજરાતના સેંકડો પ્રગતિશીલ ખેડૂતો જૂની-પુરાણી ઢબની પદ્ધતિથી ખેતી કરવાના બદલે અદ્યતન ટેકનોલોજીને અપનાવી રહ્યા છે. તો કેટલાંક વર્ષોથી ચાલી આવતી છાણ આધારિત પદ્ધતિમાં નવા પરિણામો મેળવી લોકોને ચોંકાવી દે છે.

દક્ષિણ ગુજરાતના ઘણાં શિક્ષિત ખેડૂતો ખેતીને આધુનિક ટચ આપીને પ્રયોગાત્મક ખેતી તરફ વળ્યા છે. આવા જ એક શિક્ષિત અને પ્રગતિશીલ ખેડૂત એટલે અતુલભાઈ પટેલ કે જેમણે મલ્ચીંગ અને ડ્રીપ ઈરીગેશન પદ્ધતિ અપનાવી મરચી, કેળ અને ટીંડોળાની ખેતી કરીને લાખોની કમાણી કરી છે. એટલું જ નહિં અઢળક ઉત્પાદન મેળવીને અન્ય ખેડૂતોને પ્રેરણા પણ પૂરી પાડી છે.

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના રામપુરા ગામના પ્રગતિશીલ ખેડૂત અતુલભાઈ પટેલ કહે છે કે, મેં કર્ણાટકના બેંગ્લોરની એમ.એસ. રમૈયા ફાર્મસી કોલેજમાં બી.ફાર્મ કર્યું હતું. બેરીંગના વ્યવસાયમાં સારી એવી કમાણી હોવા છતાં પણ કંઇક નવું કરવાની તમન્ના અને ખેતી પ્રત્યેના લગાવને કારણે ૧૮ વર્ષ પહેલા શેરડીની ખેતીથી શરૂઆત કરી હતી. જેમાં ૧૪ મહિનાની સખ્ત મહેનત પછી વીઘે માત્ર ૧૫ હજારની જ કમાણી થતી હતી.

બાગાયત વિભાગના અધિકારીઓના તલસ્પર્શી માર્ગદર્શન સાથે યોગ્ય સહકાર મળતા અતુલભાઈએ વર્ષ ૨૦૧૭મા ૦૬ વીઘા જમીનમાં ટીંડોળા, ૦૪ વીઘામાં મરચી અને ૦૭ વીઘામાં કેળનું વાવેતર કરીને એક જ ખેતરમાં ત્રણ પાકનો ત્રિવેણી સંગમ રચ્યો….

અતુલભાઈએ જૂલાઈ,૨૦૧૭માં મલ્ચીંગ પદ્ધતિથી ચાર વિઘાની મરચીનું વાવેતર કર્યું હતું. યોગ્ય સૂઝબૂઝ અને કાળજીપૂર્વકના જતનથી સપ્ટેમ્બર મહિનાથી ઉત્પાદન મળવા લાગ્યું. ફેબ્રુઆરી,૨૦૧૮ સુધીમાં ૨,૦૦૦ મણ મરચીનું ઉત્પાદન મેળવ્યું છે.