Home » Breaking News » મહિલા પોલીસની પ્રેમીની પત્નીને ધમકી, કાર નીચે કચડી નાંખીશ

News timeline

Gujarat
11 mins ago

સ્ટર્લિંગ ગૃપની મિલકતોનું વેચાણ કરી લેણદારોના રૃપિયા ચૂકવાશે

Business
60 mins ago

Stock Market : GSTથી રાહતઃ શેરબજાર શરૂઆતે પો‌ઝ‌િટિવ ખૂલ્યું

Bhuj
1 hour ago

કચ્છમાં પરિવાર પર ઘાતક હુમલો: પુત્રનું મોત, માતા પિતાને ઈજા

Bollywood
2 hours ago

અમિતાભ-તાપ્સીની ફિલ્મ બદલાનું શુટિંગ પુરૃ

Gujarat
2 hours ago

વડોદરામાં ઈમાનદાર ચોર, વાપરીને એ જ જગ્યાએ મૂકી દેતો

Gujarat
3 hours ago

બોટાદમાં યુવકની હત્યા : મૃતકના ભાઈને ઈજા થતાં દવાખાને ખસેડાયો

Cricket
4 hours ago

ઝિમ્બાબ્વેને પાંચમી વન-ડેમાં હરાવી પાકિસ્તાને વ્હાઈટવોશ કર્યો

Columns
4 hours ago

ક્રોએશિયા : ખેલદિલીની નવી મિશાલ

Delhi
6 hours ago

AAPના 2 MLAને કેનેડામાં ઘુસવા જ ના દેવાયા, એરપોર્ટ પરથી રવાના કરી દીધા

Canada
6 hours ago

ઓટાવાએ ઈન્વેસ્ટ ઈન કેનેડા હબમાંથી “હબ” શબ્દ કાઢવા ૨૪,૦૦૦ ડોલર ખર્ચ્યા

Beauty
7 hours ago

ચહેરા પરના અણગમતા વાળને દૂર કરવા બેસ્ટ છે આ ઉપાય

Food
7 hours ago

હોટ એન્ડ સોર સૂપ

મહિલા પોલીસની પ્રેમીની પત્નીને ધમકી, કાર નીચે કચડી નાંખીશ

વલસાડની મહિલા પોલીસ દક્ષા દેશમુખ સામે બારડોલી પોલીસમાં ફરિયાદ

વલસાડ- પરિણીત પુરૃષ સાથે સંબંધો રાખનાર  મહિલા પોલીસે પ્રેમીની પત્નીને એસિડ છાંટી દેવાની તેમજ ગાડી નીચે કચડીને મારી નાંખવાની ધમકી આપતા બારડોલી પોલીસ મથકે મહિલા પોલીસ વિરૃદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

બારડોલી સુરતી પાર્ક, મક્કી  મસ્જીદ પાસે શબીના પતિ હારૃન અમીર રહેમાન પટેલ તથા બે બાળકો સહિત પરિવાર સાથે રહે છે. અને કડોદરા ખાતે વરેલી મિલમાં નોકરી કરે છે. તેના પતિ હારૃનને દક્ષાબેન નાનુભાઇ દેશમુખ (રહે. રૃમલા, તા. ધરમપુર, જિ. વલસાડ) સાથે ઘણાં સમયથી અનૈતિક સંબંધ છે અને હાલમાં પણ સંબંધ છે. તા. ૭ માર્ચે  સવારે શબીના નોકરી પર જવા ઘરેથી નીકળી હતી. ત્યારે સુરત રોડ પર  એસ.ટી. વર્કશોપ પાસે દક્ષા એ હારૃન એક કારમાં બેઠેલા હતા ત્યારે દક્ષાએ કારમાંથી બહાર નીકળીને શબીનાને અપશબ્દો કહી ગાલ ઉપર બે ઝાપટ મારી દીધી હતી.

ત્યારે પતિ હારૃને દક્ષાને ઉશ્કેરીને કહ્યું કે, શબીના એવી રીતે નહીં માનશે તું એના પર એસીડ છીંટી દે. બાદમાં દક્ષાએ મારા  વિરૃદ્ધ હવે પોલીસ ફરિયાદ આપશે તો તારા પર   એસીડ ફેંકી દઇશ, તારા ઉપર ફોરવીલ ગાડી ચડાવી જાનથી મારી નાંખીશ. તારા છોકરાને સ્કૂલમાંથી ઉઠાવી જઇશ, તેવી ધમકી આપી હતી. બનાવ અંગે  શબીનાએ બારડોલી  પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં દક્ષા દેશમુખ વલસાડ પોલીસમાં નોકરી કરતી હોવાનું અને અગાઉ બારડોલી પોલીસમાં નોકરી કરી ચૂકી હોવાનું જાણવા મળ્યું હતું. મહિલા પોલીસ વિરૃદ્ધ ગુનો નોંધાતા પોલીસબેડામાં ચકચાર મચી ગઇ છે. પીઆઇ એન.એસ. ચૌહાણ વધુ તપાસ કરી રહ્યાં છે.