Home » Gujarat » Bhuj » આત્મહત્યા પાછળ પત્ની જવાબદાર’: કચ્છી યુવકનો મુંબઇમાં આપઘાત

News timeline

Entertainment
33 mins ago

ઇન્ડિયન-૨માં કમલ હાસન સાથે અભિષેક બચ્ચન રહેશે

Delhi
2 hours ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
2 hours ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
2 hours ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
2 hours ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
2 hours ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
2 hours ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
2 hours ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
2 hours ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
3 hours ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
5 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
6 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

આત્મહત્યા પાછળ પત્ની જવાબદાર’: કચ્છી યુવકનો મુંબઇમાં આપઘાત

નખત્રાણા- પત્ની દ્વારા અપાતા અસહ્ય ત્રાસ, સાસરિયામાં ફરિયાદ કરતાં વારંવાર શાંતિ જાળવવાની સુફિયાણી સલાહ આપવાની સાથે જમાઇની ફરિયાદને ગંભીરતાથી ન લેતા આખરે પચીસ વર્ષીય અમિતે જીવવનો અંત આણ્યો હતો. બુધવારે બપોરે બનેલી આ ઘટનાને કારણે યુવકના પરિવારમાં માતમ છવાયો હતો. તો કચ્છી પટેલ સમાજમાં હાહાકાર મચી ગયો હતો.

મુંબઇના વિરારના ગ્લોબલ સિટીમાં રહેતા અને મૂળ કચ્છના નખત્રાણા તાલુકાના ધડાણી ગામના અમિત રતનશી પોકાર નામના યુવકે આત્મહત્યા કરવા અગાઉ એક વીડિયો ઉતાર્યો હતો. વીડિયોમાં પત્ની દ્વારા અપાતા ત્રાસથી કંટાળ્યો હોવાનું જણાવવાની સાથે એની ફરિયાદને કોઇએ ગંભીરતાથી ન લીધી હોવાનું જણાવ્યું હતું.

બુધવારે બપોરે બે વાગ્યાની આસપાસ અમિતે વીડિયો ઉતાર્યા બાદ આત્મહત્યા કરી હતી. મૃતક અમિતની અંતિમવિધિ ગુરુવારે સવારે કરવામાં આવી હોવાનું સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું. વીડિયોમાં તેણે જણાવ્યું હતું કે, હું અમિત રતનશી પોકાર, ગામ ધડાણી હાલ મુંબઇ, અંતિમ પગલું ભરવા જઇ રહ્યો છું. મારી આત્મહત્યા પાછળનું કારણ મારી પત્ની છે, બીજું કોઇ નહીં. ગઇ નવ માર્ચે ઘર છોડીને જતી રહી છે ફોન કરીએ તો ફાવેતેમ જવાબો આપે છે. છેલ્લા બે વરસથી પત્ની અસહ્ય ત્રાસ આપી રહી છે.

આ અંગે તેના માતા-પિતાને જાણ કરી હોવા છતાં કોઇ એક્શન લેતા નથી. મારી પાસે એના ફોનનું રેકોર્ડિંગ છે અને આ વીડિયો સાથે મોકલું છું આજ રોજ હું જઉં છું. માફી માંગું છું. થઇ શકે તો મને માફ કરજો.