Home » Gujarat » Bhuj » માધવપુરના મેળામાં મહેરામણ ઉમટ્યું: શ્રીકૃષ્ણ-રૂક્મણીના લગ્ન યોજાશે

News timeline

Delhi
11 mins ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
13 mins ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
21 mins ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
25 mins ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
28 mins ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
29 mins ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
31 mins ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
32 mins ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
1 hour ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
3 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
4 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

Astrology
4 hours ago

આપનો આજનો દિવસ

માધવપુરના મેળામાં મહેરામણ ઉમટ્યું: શ્રીકૃષ્ણ-રૂક્મણીના લગ્ન યોજાશે

પોરબંદર: માધવપુર (ઘેડ) ખાતે રામનવમીથી પાંચ દિવસના લોકમેળાનો પ્રારંભ થતા ગામેગામથી મેળાને મહાણવા માટે મહેરામણ ઊમટી પડ્યું છે. ભગવાન શ્રીકૃષ્ણ માટે રંગબેરંગી રથ તૈયાર કરી દેવાયા છે અને તા. ૨૮મીએ ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્મિણીના લગ્ન યોજાશે. પોરબંદર જિલ્લામાં સ્થિત માધવપુર ઘેડમાં પાંચ દિવસીય ભવ્ય મેળાની શરૂઆત થઈ ગઈ હતી. આ મેળાનું આયોજન કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક મંત્રાલય તરફથી કરવામાં આવ્યું છે. ભવ્ય મેળાની શરૂઆત થયા બાદ ૨૮મી માર્ચ સુધી આ મેળો ચાલનાર છે. ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર, સાંસ્કૃતિક મંત્રાલયના માનવ સંગ્રહાલય, ગુજરાત, આસામ, અરૂણાચલ અને મણિપુરની સરકારે આ મેળાને નવા સ્વરૂપ આપવાના પ્રયાસ કર્યા છે.

અરૂણાચલ પ્રદેશ અને મણિપુરના કલાકારો રૂક્મિણી-કૃષ્ણ ઉપર આધારિત નૃત્ય નાટિકા રજૂ કરીને ભારે આકર્ષણ જમાવી રહ્યા છે. અરૂણાચલના લોકનૃત્ય પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. માધવપુર મેળાના સંબંધ અરૂણાચલ પ્રદેશના મિશમી આદિવાસ સમુદાય સાથે રહેલા છે. આ આદિવાસી સમુદાયના પૂર્વજો રાજા ભીષ્મક, તેમની પુત્રી રૂક્મિણી અને ભગવાન કૃષ્ણ સાથે જોડાયા હતા.

ઉત્તર-પૂર્વથી ૧૫૦ કલાકારોની ટીમ પહોંચી ચૂકી છે. કલાકારોનું સ્વાગત રૂક્મિણીના પરિવારોના પ્રતિનિધિ તરીકે કરવામાં આવ્યું છે. સાંસ્કૃતિક મંત્રાલય તરફથી અહીં એક સ્થાનિક સ્થળો અને મંદિરોને વિકસિત કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી ચૂકી છે. દર વર્ષે રામનવમીથી લઈને પાંચ દિવસ સુધી અહીં સાંસ્કૃતિક મેળાનું આયોજન કરવામાં આવે છે. મેળાના ભાગરૂપે રંગબેરંગી રથ તૈયાર કરવામાં આવ્યા છે. ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ રથ ઉપર મુકવામાં આવે અને ગામમાં રથને ફેરવવામાં આવે છે.

આ સ્થળ પુષ્ટિમાર્ગ વૈષ્ણવ હિન્દુ સંપ્રદાયના સ્થાપક વલભાચાર્યની બેઠક માટે પણ ઓળખવામાં આવે છે. નરેન્દ્ર મોદી આ મેળામાં ભાગ લેનાર હતા, પરંતુ તેમનો કાર્યક્રમ છેલ્લી ઘડીએ રદ કરવામાં આવ્યો છે. સંરક્ષણમંત્રી નિર્મલા સીતારામન કિરણ રિજ્જુ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચી રહ્યા છે. ૨૮મી માર્ચના દિવસે ભગવાન શ્રીકૃષ્ણના લગ્ન થનાર છે. મેળાની શરૂઆત થયા બાદથી પરંપરા મુજબ જ મહિલાઓ દ્વારા લગ્નના ગીતો ગાવવાની શરૂઆત થઈ છે. રૂક્મિણીને અહીંથી લગ્ન બાદ ભવ્ય રીતે વિદાય અપાશે.