Home » Gujarat » Bhuj » કચ્છની ૩૦૦ ચો.કિ.મી. જમીન પાકિસ્તાન પાસેથી પરત લેવા માંગ

News timeline

Delhi
51 mins ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
53 mins ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
1 hour ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
1 hour ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
1 hour ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
1 hour ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
1 hour ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
1 hour ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
2 hours ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
4 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
5 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

કચ્છની ૩૦૦ ચો.કિ.મી. જમીન પાકિસ્તાન પાસેથી પરત લેવા માંગ

ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા પ્રથમ યુધ્ધમાં કચ્છ જિલ્લાની પશ્રિમી સરહદની ૩૦૦ ચો.કિ.મી. જમીન તા.૯-એપ્રિલ-૧૯૬૫નાં દેશનાં જાંબાઝ જવાનોએ બંદુકની અણીએ જીતી લીધી હતી. તે જમીન તે સમયે કેન્દ્ર સરકારે બ્રિટનનાં મધ્યસ્થી ટ્રિબ્યુનલની સ્થાપનાં કરી કચ્છ કરાર કરી ૩૦૦ ચો.કિ.મી.જમીન એક ઝાટકે પાકિસ્તાનને પરત આપી દીધી હતી. તે જમીન પરત મેળવવાની માંગણી કચ્છ સત્યાહગ્રહનાં સાક્ષી રહેલા લોકોએ તાજેતરમાં ધર્મશાલા બોર્ડર વોર મેમોરીયલ ખાતે ઠરાવ કરીને તે વડાપ્રધાન અને મુખ્યમંત્રીને મોકલી આપ્યો છે.

કચ્છ સત્યાગ્રહને તા.૯ એપ્રિલનાં ૫૦ વર્ષ પૂર્ણ થતા કચ્છ સત્યાહગ્રહ મંડળનાં કાંતિલાલ વી.ભાવસાર સહિતનાં કચ્છીજનોએ ધર્મશાલા બોર્ડર વોર મેમોરીયલ ખાતે એક ખાસ કાર્યક્રમ યોજ્યો હતો. આ ઉપરાંત ફરજ બજાવતા જવાનોના હોંશલાને બુલંદ કરવા ઉપરાંત જવાનોનાં વેલફેર ફંડમાં રુા.૨૧ હજારનો ચેક કે.વી.ભાવસારે અર્પણ કર્યો હતો. ભેડીયાબેટ, વિઘાકોટ સહિતની પોસ્ટ ઉપર ફરજ બજાવતા જવાનોને મીઠાઈ અર્પણ કરી હતી. તો કચ્છ મા ભોમની ૩૦૦ ચો.કિ.મી.ની જમીન છાડબેટ, કંજરકોટ, ટ્રિબ્યુનલનાં ચુકાદા મુજબ કચ્છ કરાર થતાં તે જમીન પરત મેળવવા ઠરાવ કરવામાં આવ્યો હતો.