Home » Gujarat » કેલિફોર્નિયામાં સુરતના 4ની જિંદગી હોમાઈ, મૃતદેહો મળી આવ્યા

News timeline

Delhi
5 hours ago

વિદેશ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન અકબરનું આખરે રાજીનામું

Bollywood
18 hours ago

આલિયા રણબીર કપુરને મળવા માટે ન્યુયોર્કમાં પહોંચી

Bollywood
18 hours ago

બેડમિંગ્ટન ટીમ ખરીદશે તાપ્સી પન્નુ

Cricket
21 hours ago

વિન્ડિઝ સામેની બે વન ડેમાં ઉમેશ યાદવનો સમાવેશ

Bollywood
21 hours ago

સાજિદ ખાન ઘટિયા કિસમ કા આદમી હૈ : દિયા મિર્ઝા

Cricket
1 day ago

હવે સાઉથ આફ્રિકામાં ટી-૨૦ લીગ રમાશે

Cricket
1 day ago

વિન્ડિઝના કોચ સ્ટુઅર્ટ બે વન ડે માટે સસ્પેન્ડ

Bollywood
1 day ago

પરિણીતીને હવે એક્સન ફિલ્મો કરવી છે

Gujarat
1 day ago

પાક વીમો, પોષણક્ષમ ભાવ ન મળતા સૌરાષ્ટ્રના ગામેગામ ખેડૂતોનો વિરોધ

Delhi
1 day ago

#MeToo: રાહુલ બોલ્યા- સાચો નારો છે “બેટી પઢાઓ BJP નેતાઓથી બચાવો”

Gandhinagar
1 day ago

રૂપાણી સામે ક્રિમિનલ અને દીવાની દાવો દાખલ કરાશે: શક્તિસિંહ ગોહિલ

World
1 day ago

ભારતીયો આવકનો ૧૦ ટકા ભાગ ચાઈનીઝ ભોજન પાછળ ખર્ચ કરે છે

કેલિફોર્નિયામાં સુરતના 4ની જિંદગી હોમાઈ, મૃતદેહો મળી આવ્યા

સુરત- કેલિફોર્નિયા પૂરમાં ગુમ થયેલા સુરતનો પરિવાર આખરે મળી આવ્યો છે. અમેરિકા પોલીસે પરિવારના ચારેય સદસ્યોના મૃતદેહ શોધી કાઢ્યા છે. સંદીપ અને સાંચીનો મૃતદેહ કારમાંથી મળી આવ્યો હતો. તથા સૌમ્યા અને સિદ્ધાંતના મૃતદેહ નદીથી થોડે કિલોમીટરની દુરી પર મળી આવ્યા હતા. આ પરિવાર સુરતના અડાજણનો હતો અને 5 એપ્રિલના રોજ કેલિફોર્નિયાના પોર્ટલેન્ડના ઓરેજોનથી સાન જોસ જઈ રહ્યાં હતાં.

મૂળ દક્ષિણ ભારતીય પરંતુ નોકરી અર્થે સુરતમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી સ્થાયી થયેલા સંદીપ થોત્તાપિલ્લે (ઉં.વ. ૪૨) થોડા દિવસો અગાઉ પત્ની સૌમ્યા થોત્તાપિલ્લે (ઉં.વ. ૩૮), પુત્ર સિદ્ધાંત (ઉં.વ. ૧૨) અને પુત્રી સાચી (ઉં.વ. ૯) સાથે કેલિફોર્નિયાના પ્રવાસે ગયા હતા. ગઈ તા. ૫મી એપ્રિલને શુક્રવારે થોત્તાપિલ્લે પરિવાર કેલિફોર્નિયાના પોર્ટલેન્ડના ઓરેજોનથી સાન જોસ જઈ રહ્યાં હતાં ત્યારે ગુમ થયો હતો. તેમની કાર પૂરમાં તણાઈ ગઈ છે.

થોત્તાપિલ્લે પરિવાર નોર્થ લેગેટથી હોન્ડા પાયલોટ કંપનીની મરૃન એસયુવી કાર (કેલિફોર્નિયા ૭સ્સ્ઠ૧૩૮)માં મુસાફરી કરી રહ્યો હતો, ત્યારે પરિવારજનો સાથે ફોન પર વાત પણ થઈ હતી. ત્યાર બાદ અચાનક આવેલા પ્રચંડ પૂરમાં તેમની કાર ફસાઈ ગઈ હતી. ત્યાર બાદથી સંદીપ અને તેમના પરિવારના કોઈ વાવડ મળી શક્યા નથી.

દરમિયાન કેલિફોર્નિયા હાઈવે પેટ્રોલ ઓફિસર વિલિમ વુન્ડરલીચને ટાંકીને મળેલી માહિતી અનુસાર છઠ્ઠી એપ્રિલે એલ નદીમાં કાર ખાબકી હોવાના રિપોર્ટ તંત્રને મળ્યા હતા. પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન ચલાવાયું હતું. પરંતુ તે સમયે ભારે વરસાદ હોવાને લીધે નદીમાં પૂરની સ્થિતિ હોવાથી કાર શોધી શકાઈ ન હતી.

સંદીપના માતા-પિતા દ્વારા પુત્રના પરિવારને લઈને ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા. દરમિયાન તમામના મૃતદેહ મળ્યાની જાણ થતા ભાંગી પડ્યા છે. હાલ માતા અને પિતાની તબિયત લથડી છે.

પરિવારના કોઈ વાવડ નહીં હોય પરિવારજનોએ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને ટ્વીટ કરી મદદ માગી હતી. આ સાથે જ સુષ્મા સ્વરાજે શોધખોળ ચાલી રહ્યાનું આશ્વાસન આપવા સાથે સરકારના પ્રયત્નોની માહિતી ટ્વિટર પર શેર કરી હતી.