Home » Gujarat » વડોદરા: અમિત ભટનાગર આણી મંડળી સામે CBIનું બિનજામીનપાત્ર વોરંટ

News timeline

Delhi
4 hours ago

વિદેશ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન અકબરનું આખરે રાજીનામું

Bollywood
17 hours ago

આલિયા રણબીર કપુરને મળવા માટે ન્યુયોર્કમાં પહોંચી

Bollywood
17 hours ago

બેડમિંગ્ટન ટીમ ખરીદશે તાપ્સી પન્નુ

Cricket
20 hours ago

વિન્ડિઝ સામેની બે વન ડેમાં ઉમેશ યાદવનો સમાવેશ

Bollywood
20 hours ago

સાજિદ ખાન ઘટિયા કિસમ કા આદમી હૈ : દિયા મિર્ઝા

Cricket
24 hours ago

હવે સાઉથ આફ્રિકામાં ટી-૨૦ લીગ રમાશે

Cricket
24 hours ago

વિન્ડિઝના કોચ સ્ટુઅર્ટ બે વન ડે માટે સસ્પેન્ડ

Bollywood
24 hours ago

પરિણીતીને હવે એક્સન ફિલ્મો કરવી છે

Gujarat
1 day ago

પાક વીમો, પોષણક્ષમ ભાવ ન મળતા સૌરાષ્ટ્રના ગામેગામ ખેડૂતોનો વિરોધ

Delhi
1 day ago

#MeToo: રાહુલ બોલ્યા- સાચો નારો છે “બેટી પઢાઓ BJP નેતાઓથી બચાવો”

Gandhinagar
1 day ago

રૂપાણી સામે ક્રિમિનલ અને દીવાની દાવો દાખલ કરાશે: શક્તિસિંહ ગોહિલ

World
1 day ago

ભારતીયો આવકનો ૧૦ ટકા ભાગ ચાઈનીઝ ભોજન પાછળ ખર્ચ કરે છે

વડોદરા: અમિત ભટનાગર આણી મંડળી સામે CBIનું બિનજામીનપાત્ર વોરંટ

– ભટનાગર પિતા-પુત્રોને ઝડપી પાડવા ઠેર ઠેર દરોડા

– રૂ. 2654.40 કરોડના બેંક લોન કૌભાંડમાં CBI, ED અને ITના દરોડા બાદ સુરેશ ભટનાગર તથા તેના પુત્ર ફરાર

વડોદરા- 11 બેંકોમાંથી લોન અને ક્રેડિટ લીધા બાદ રૂ.2654.40 કરોડ રૂપિયા જેટલી જંગી રકમ બેંકોને પરત નહી કરનાર વડોદરાની ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના સુરેશ ભટનાગર તથા તેના પુત્રો અમિત ભટનાગર અને સુમિત ભટનાગર CBIની રેડ બાદ ફરાર છે.

CBIએ હવે આ લોકોને ઝડપી પાડવા માટે ત્રણેય સામે બિન જામીનપાત્ર વોટંટ ઇશ્યુ કર્યુ છે. ડાયમંડ પાવરના સંચાલકો સામે CBIએ રૂ.2654.40 કરોડના બેંક લોન કૌભાંડ બાબતે ક્રિમિનલ ફરિયાદ નોંધીને ગત તા.5મી એપ્રિલ ગુરૂવારે વડોદરા સ્થિત ડાયમંડ પાવરની ઓફિસો, સંચાલકોના બંગલાઓ, ફાર્મ હાઉસ અને ફેક્ટરી પર દરોડા પાડયા હતા. જો કે દરોડાની અગાઉથી જ જાણ થઇ ગઇ હોવાથી સુરેશ ભટનાગર, અમિત ભટનાગર અને સુમિત ભટનાગર ફરાર થઇ ગયા હતા જે બાદ તેઓએ CBI કોર્ટ સમક્ષ તા.6 એપ્રિલ શુક્રવારે આગોતરા જામીન અરજી મુકી હતી. જેની સુનવણી તા.10 એપ્રિલ મંગળવારે થઇ હતી અને CBI કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી.

આ દરમિયાન ED અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ ડાયમંડ પાવરની ઓફિસો, ફેકટરીઓ, રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં અમિત ભટનાગરની ચાલતી સાઇટ્સ પર દરોડા પાડીને આર્થિક વ્યવહારો અને કૌભાંડો સંદર્ભે દસ્તાવેજો એકઠા કર્યા હતા. જો કે હજુ સુધી સુરેશ ભટનાગર અને તેના બન્ને પુત્રો CBI સમક્ષ હાજર થયા નહી હોવાથી હવે CBIએ તેઓ સામે બીનજામીનપાત્ર વોરંટ ઇશ્યુ કર્યા છે.