Home » Gujarat » સુરતઃ બીજી પત્નીની હત્યા બાદ લાશના ટુકડે ટુકડા કરીને કોથળામાં ભર્યા

News timeline

Canada
1 min ago

વર્લ્ડકપમાં ફ્રાન્સનો વિજય થતાં મોન્ટ્રિયલમાં પાર્ટીઓનો ધમધમાટ

Cricket
1 min ago

ફખર ઝમાનનો ફાસ્ટેસ્ટ ૧,૦૦૦ રનનો રિચર્ડનો રેકોર્ડ તોડ્યો

Gujarat
12 mins ago

સ્ટર્લિંગ ગૃપની મિલકતોનું વેચાણ કરી લેણદારોના રૃપિયા ચૂકવાશે

Business
1 hour ago

Stock Market : GSTથી રાહતઃ શેરબજાર શરૂઆતે પો‌ઝ‌િટિવ ખૂલ્યું

Bhuj
1 hour ago

કચ્છમાં પરિવાર પર ઘાતક હુમલો: પુત્રનું મોત, માતા પિતાને ઈજા

Bollywood
2 hours ago

અમિતાભ-તાપ્સીની ફિલ્મ બદલાનું શુટિંગ પુરૃ

Gujarat
2 hours ago

વડોદરામાં ઈમાનદાર ચોર, વાપરીને એ જ જગ્યાએ મૂકી દેતો

Gujarat
3 hours ago

બોટાદમાં યુવકની હત્યા : મૃતકના ભાઈને ઈજા થતાં દવાખાને ખસેડાયો

Cricket
4 hours ago

ઝિમ્બાબ્વેને પાંચમી વન-ડેમાં હરાવી પાકિસ્તાને વ્હાઈટવોશ કર્યો

Columns
4 hours ago

ક્રોએશિયા : ખેલદિલીની નવી મિશાલ

Delhi
6 hours ago

AAPના 2 MLAને કેનેડામાં ઘુસવા જ ના દેવાયા, એરપોર્ટ પરથી રવાના કરી દીધા

Canada
6 hours ago

ઓટાવાએ ઈન્વેસ્ટ ઈન કેનેડા હબમાંથી “હબ” શબ્દ કાઢવા ૨૪,૦૦૦ ડોલર ખર્ચ્યા

સુરતઃ બીજી પત્નીની હત્યા બાદ લાશના ટુકડે ટુકડા કરીને કોથળામાં ભર્યા

રાણીતળાવના શાહનવાઝ શેખે કોલગર્લ સાથે બીજા નિકાહ કર્યા હતા

સુરત- રાણીતળાવ પારસીશેરીના ત્રીજા માળે રહેતો શાહનવાઝ ઉર્ફે શાનુ યુસુફ મિયા શેખ (ઉ.વ.૩૨) ઘર નીચે જ પ્રોવિઝન સ્ટોર્સ ચલાવીને પરિવારનું ભરણ પોષણ કરે છે. દોઢ વર્ષ પહેલા તે મહારાષ્ટ્રના અમરાવતીની રહીશ કોલગર્લ ઝુલેખા ઉર્ફે વર્ષા સૈયદના સંર્પકમાં આવ્યો હતો.પોતે પરણેલો હોવા છતાં પરિવારજનોના વિરોધ વચ્ચે તેણે ઝુલેખા સાથે બીજા નિકાહ કરીને રાણીતળાવ પારસીશેરીના ત્રીજા માળે રહેવા ચાલ્યો ગયો હતો.

જેથી શાહનવાઝની પહેલી પત્ની અને ઝુલેખા સાથે ઝઘડાઓ શરૃ થતાં શાહનવાઝે ઝુલેખાની હત્યા કરવાનું મન બનાવી લીધું હતું. રવિવારે તેણે ઝુલેખાનું ગળુ દબાવીને હત્યા કર્યા બાદ તેની લાશના ટુકડે-ટુકડા કરી નાંખ્યા હતા.અને અલગ અલગ કોથળમાં ભરી દીધા હતા. સાંજે તે યુવતિનું ધડ એક કોથળમાં ભરીને ભાઠેનાની ખાડીમાં નાંખવા જતાં ઉધના પોલીસે તેની શંકાના આધારે તપાસ કરતા કોથળામાંથી યુવતિનું ધડ હોવાથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તાત્કાલિક પોલીસ તેના ઘરે પહોંચી હતી. અને તેના ઘરના બેડરૃમમાં તપાસ કરતા યુવતિના બાકી અંગો માથુ, બે હાથ, બે પગ પણ મળી આવ્યા હતા. પોલીસે તેની આકરી પુછપરછ કરતા ક્રાઇમ પેટ્રોલ સિરીયલ જોઇને આખો પ્લાન ઘડયો હોવાનું જણાવ્યું હતું. આ કેસમાં પોલીસને શાહનવાઝના પરિવારજનોની પણ સંડોવણી હોવાનુ શંકા છે.