Home » Gujarat » રાજકોટમાં નવ વર્ષની બાળકી પર દુષ્કર્મ, બળાત્કારીની ધરપકડ

News timeline

Canada
1 min ago

વર્લ્ડકપમાં ફ્રાન્સનો વિજય થતાં મોન્ટ્રિયલમાં પાર્ટીઓનો ધમધમાટ

Cricket
1 min ago

ફખર ઝમાનનો ફાસ્ટેસ્ટ ૧,૦૦૦ રનનો રિચર્ડનો રેકોર્ડ તોડ્યો

Gujarat
12 mins ago

સ્ટર્લિંગ ગૃપની મિલકતોનું વેચાણ કરી લેણદારોના રૃપિયા ચૂકવાશે

Business
1 hour ago

Stock Market : GSTથી રાહતઃ શેરબજાર શરૂઆતે પો‌ઝ‌િટિવ ખૂલ્યું

Bhuj
1 hour ago

કચ્છમાં પરિવાર પર ઘાતક હુમલો: પુત્રનું મોત, માતા પિતાને ઈજા

Bollywood
2 hours ago

અમિતાભ-તાપ્સીની ફિલ્મ બદલાનું શુટિંગ પુરૃ

Gujarat
2 hours ago

વડોદરામાં ઈમાનદાર ચોર, વાપરીને એ જ જગ્યાએ મૂકી દેતો

Gujarat
3 hours ago

બોટાદમાં યુવકની હત્યા : મૃતકના ભાઈને ઈજા થતાં દવાખાને ખસેડાયો

Cricket
4 hours ago

ઝિમ્બાબ્વેને પાંચમી વન-ડેમાં હરાવી પાકિસ્તાને વ્હાઈટવોશ કર્યો

Columns
4 hours ago

ક્રોએશિયા : ખેલદિલીની નવી મિશાલ

Delhi
6 hours ago

AAPના 2 MLAને કેનેડામાં ઘુસવા જ ના દેવાયા, એરપોર્ટ પરથી રવાના કરી દીધા

Canada
6 hours ago

ઓટાવાએ ઈન્વેસ્ટ ઈન કેનેડા હબમાંથી “હબ” શબ્દ કાઢવા ૨૪,૦૦૦ ડોલર ખર્ચ્યા

રાજકોટમાં નવ વર્ષની બાળકી પર દુષ્કર્મ, બળાત્કારીની ધરપકડ

રાજકોટ- ધો. ૨માં અભ્યાસ કરતી એક બાળા ઉપર છેલ્લા વીસેક દિવસમાં ત્રણેક વખત દૂષ્કર્મ આચરવા ઉપરાંત સૃષ્ટી વિરુદ્ધનાં કૃત્યનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ મોડી રાત્રે મહિલા પોલીસે ગુનો દાખલ કરી હેવાનીયત આચરનાર કમલેશ ઉર્ફે મુરલી કાળુભાઈ ભરવાડને આજે પોલીસે ઝડપી લીધો હતો.

કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ મોડી રાત્રે મહિલા પોલીસે ગુનો દાખલ કરી હેવાનીયત આચરનાર કમલેશ ઉર્ફે મુરલી કાળુભાઈ ભરવાડ (ઉ.વ. ૨૩, રહે. શાસ્ત્રીનગર શેરી નં. ૧૦/૧૧નો ખૂણો, રૈયા ચોકડી)ને યુનિવર્સિટી પોલીસે ઝડપી લીધો હતો. ભોગ બનનાર બાળાની માતાનું પ્રથમ લગ્ન નિષ્ફળ જતા તેણે બીજા લગ્ન કર્યા હતા. દામ્પત્યજીવન દરમિયાન તેને પુત્રીની પ્રાપ્તી થઈ હતી. જે હાલ નવ વર્ષની છે અને ધો. ૨માં અભ્યાસકરે છે તેને જ હવસનો શિકાર બનાવવામાં આવી હતી. તેની વિધવા માતાએ પોલીસને આપવીતી જણાવતા કહ્યું કે, તે ગઈકાલે સાંજે પાંચ વાગ્યે ઘરે આવી ત્યારે પુત્રી બહાર રમતી હતી.

સાજે ૬-૩૦ વાગ્યે તેણે પુત્રીને બોલાવતા તે નહીં આવતા બહાર નિકળી તપાસ કરતાં તે જોવા મળી ન હતી. તેને બોલાવવા માટે બૂમો પાડતા હતા ત્યાં જ બાજુમાં રહેતા મુરલી ભરવાડના મકાનમાંથી તેની પુત્રી દોડતી દોડતી બહાર આવી હતી. તે એકદમ ગભરાયેલી હતી. તેણે કારણ પુછતા તેને રડતા-રડતા કહ્યું કે મુરલી કાકાના ઘરે તે ટીવી જોવા ગઈ હતી ત્યારે તેણે તેના રૃમમાં લઈ જઈ અને તેનાં કપડા કાઢી નાખી, ખરાબ વિડીયો બતાવી, મોઢા ઉપર મુંગો દઈ બળજબરી કરી હતી. તેણે બૂમાબૂમ કરતા તેને છોડી દીધી હતી.

જેથી તેણે પુત્રીને મુરલીએ તારી સાથે પહેલીવાર આવું કર્યું કે અગાઉ પણ કર્યુ તે અંગે પુછતા તેની પુત્રીએ કહ્યું કે આ પહેલા પણ મુરલીકાકાએ ૧૫ દિવસ પહેલા બેથી ત્રણ વખત તેને રૃમમાં લઈ જઈ બળજબરી કરી હતી. એક વખત સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય પણ આચર્યું હતું. આ ઘટનાક્રમ બાદ ભોગ બનનાર બાળાની માતા રોષે ભરાઈ હતી અને તત્કાળ મુરલીના ઘરે જઈ તેને ઠપકો આપતા ભાગી ગયો હતો. આ પછી યુનિવર્સિટી પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવી હતી.

જે ફરિયાદ યુનિવર્સિટી પોલીસે મહિલા પોલીસ મથકને મોકલી આપી હતી. ત્યારબાદ આજે યુનિવર્સિટી પોલીસે જ આરોપી મુરલીને ઝડપી લીધો હતો. તેને ત્રણ ભાઈ અને બે બહેન છે. તેના સિવાય બધા ભાઈ-બહેનના લગ્ન થઈ ગયા છે. તેની એક બહેનની નણંદ સાથે તેની સગાઈ થઈ છે. તે કાલાવડ રોડ પર એક ટુ વ્હીલરના શો-રૃમનાં વોશીંગ ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે. હાલ તેના ભાઈ સાથે રહે છે તેમ પોલીસે જણાવ્યું હતું. સાંજે મહિલા પોલીસે તેને સિવીલમાં લઈ જઈ મર્દાનગી ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તે પાસ થઈ જતાં પોલીસને તેના વિરુદ્ધમાં એક મજબૂત પુરાવો મળી ગયો હતો.