Home » Gujarat » લૂંટનો ભેદ ઉકેલી જામનગર એલસીબીએ બેને પકડી પાડયા

News timeline

Gujarat
26 mins ago

બુલેટ ટ્રેન પ્રોજેકટ સામે કરજણના ૮ ગામોના ખેડૂતોનો વિરોધ

Gujarat
2 hours ago

તોરણીયામાં ૫૫૦ ગૌવંશના મોત અંગે ઈન્કવાયરી થશે

Bollywood
2 hours ago

ગ્લેમરસ અભિનેત્રી હોવાનું મને ગૌરવ છેઃ કરીના કપૂર ખાન

Breaking News
2 hours ago

ગોંડલમાં યુવાનોને નગ્ન કરી લોહીલુહાણ કરવામાં ભાજપ કાર્યકર સામેલ

Delhi
2 hours ago

દેશભરમાં મોંઘવારીની ‘માયાજાળ’ વચ્ચે આજે મોદી સરકારની ‘ચોથી વર્ષગાંઠ’

Bhuj
3 hours ago

મહંતસ્વામી ભુજમાં, વિશાળ સંતસ્મૃતિ મેડિકલ કેમ્પ યોજાશે

Bangalore
4 hours ago

કુમારસ્વામીએ વિશ્વાસમત જીતી લીધો : ડ્રામેબાજીનો આખરે અંત

Chennai
4 hours ago

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત વધારો જારી : લોકોમાં ભારે રોષ

Breaking News
5 hours ago

સુરત: નેશનલ વોલીબોલ ખેલાડીનું હોસ્પિટલમાં શંકાસ્પદ મોત

World
5 hours ago

ઉ.કોરિયાએ વચન નિભાવ્યું : પરમાણુ પરીક્ષણ કેન્દ્ર વિસ્ફોટોથી ઉડાવી દીધું

Bhuj
6 hours ago

ભુજમાં 20 દિવસમાં 26 બાળકોના મોત, કલેકટર દ્વારા તપાસના આદેશ

Breaking News
8 hours ago

ખાંભા પાસે મિતિયાણા અભયારણ્યમાં ભીષણ આગ

લૂંટનો ભેદ ઉકેલી જામનગર એલસીબીએ બેને પકડી પાડયા

જામનગર: શહેરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આવેલા વિશાળ બંગલામાં રહેતા વૃદ્ધા પર જીવલેણ હુમલો કરીને બે શખસો દ્વારા આચરવામાં આવેલી 25 લાખની ચકચારી લૂંટનો ભેદ ઉકેલીને પોલીસે એક કિલો ઉપરાંતના સોનાના દાગીના અને રોકડ સહિતના 27 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે સલાયાના રીઢા તસ્કર સહિત બે શખસોને જામનગર એલસીબીએ પકડી પાડયા છે.

જેલમાં મળેલા બંને શખસોએ અન્ય એક રીઢા તસ્કર પાસેથી ટીપ મેળવી આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર જામનગરમાં બે દિવસ પૂર્વે દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં શેરી નંબર સાતમા આવેલા રિદ્ધિ સિદ્ધિ બંગલાને બે લૂંટારુંઓએ નિશાન બનાવ્યો હતો. બંગલાની બારીની સ્ટોપર ખોલી અંદર પ્રવેશેલા બે શખસોએ એકલા જ રહેતા વૃદ્ધ શારદાબેનને બંધક બનાવી હાથ પગ બાંધી દઈ, મારમારી જીવલેણ હુમલો કર્યો હતો.

ત્યારબાદ બંને લૂંટારુંઓએ રૂમની તિજોરીમાંથી સોના-ચાંદીના દીગીના અને સોનાના બિસ્કિટ મળી રૂા. 25 લાખના મુદ્દામાલની લૂંટ આચરી નાસી ગયા હતા. સવારે આ ઘટના સામે આવતા જ પોલીસ હરકતના આવી હતી. પોલીસે જુદી જુદી ટીમો બનાવી. લૂંટની મોડેસ ઓપરેન્ડીને ઘ્યાને રાખી બાતમીદારોના નેટવર્કને એક્ટિવેટ કર્યું હતું અને કલાકોની જહેમત બાદ પોલીસ લૂંટારુ સુધી પહોંચી ગઈ હતી.

પોલીસે બાતમીના આધારે જામનગર બસ સ્ટેશનમાં રાજકોટ તરફ જવાની પેરવી કરી રહેલા સલાયાના કુખ્યાત એજાજ ઉર્ફ એજ્લો રજાક વાઘેર અને તેના જામનગરના જ સાગરીત યુસુફ ઉર્ફે છાપરી ઉર્ફે ચપરી આમદ સુમરાને આંતરી લીધા હતા. પોલીસે બંને શખસોની આગવી ઢબે પૂછપરછ કરતા લૂંટનો ભેદ ઉકેલાઈ ગયો હતો.

પોલીસે બંને શખ્સના કબજામાંથી જેમાં 1150 ગ્રામ સોનાના દાગીના 715 ગ્રામ ઈમિટેશન જ્વેલરી તથા 66 હજારની રોકડ સહિત રૂપિયા 27 લાખ 66 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બંને શખ્સોના કબજામાંથી એક છરી પણ કબજે કરવામાં આવી હતી. કુખ્યાત એજાજ અને યુસુફની જામનગર જિલ્લા જેલમાં પ્રથમ મુલાકાત થઇ હતી.