Home » Breaking News » અમરેલીના ખાંભામાં ઇન્ફાઇટથી સિંહનું મોત: પીઠના ભાગે ઇજાનાં નિશાન

News timeline

Bollywood
7 hours ago

કંગના મણીર્કિણકાનો વિરોધ કરનારા સામે લડી લેવાના મુડમાં

Bollywood
9 hours ago

પતિ, પત્ની ઓર વોમાંથી તાપ્સી પડતી મુકાઈ

Bollywood
11 hours ago

પ્રિયંકાને ૪૬ કરોડનો બંગલો ભેટમાં મળ્યો

Entertainment
13 hours ago

ર્ચાિલઝ થેરોન બ્રાડ પીટના પ્રેમમાં

Entertainment
15 hours ago

ઇન્ડિયન-૨માં કમલ હાસન સાથે અભિષેક બચ્ચન રહેશે

Delhi
16 hours ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
16 hours ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
16 hours ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
16 hours ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
16 hours ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
16 hours ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
16 hours ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

અમરેલીના ખાંભામાં ઇન્ફાઇટથી સિંહનું મોત: પીઠના ભાગે ઇજાનાં નિશાન

જૂનાગઢ: અમરેલી જિલ્લાના ખાંભાના તુલસીશ્યામ રેન્જમાં વધુ એક સિંહનો મૃતદેહ મળી આવતાની જાણ થતાં વનવિભાગના અધિકારીઓ અને સ્ટાફ અહીં દોડી ગયો હતો અને સિંહના મૃતદેહને લઇ ખાંભા ખાતે આવેલ રેન્જ કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો. ત્યાં ડૉક્ટર દ્વારા પીએમ કરવામાં આવશે.

આ સિંહની ઉંમર 5 વર્ષ હોવાનું અને ઇન્ફાઇટમાં મોત થયાનું જાણવા મળ્યું છે. મળતી વિગત પ્રમાણે તુલસીશ્યામ રેન્જના પીપળવા રાઉન્ડમાં આવેલ અંધારી વિડી વિસ્તારમાં વહેલી સવારે વનવિભાગને સિંહનો મૃતદેહ પડ્યો હોવાની જાણકારી મળી હતી. જાણ થતાંની સાથે જ વનવિભાગનો સ્ટાફ દોડી ગયો હતો. વનવિભાગ દ્વારા આ સિંહના મૃતદેહને ખાંભા ખાતે આવેલ તુલસીશ્યામ રેન્જ કચેરી લાવવામાં આવ્યો હતો. ત્યાં વનવિભાગના વેનેટરી ડૉક્ટરને પીએમ માટે બોલાવવામાં આવ્યા હતા. જ્યારે સિંહનું મોત અંદાજે 10 કલાક પહેલા થયું હોવાનું વનવિભાગના પ્રાથમિક તારણમાં જાણવા મળ્યું હતું. જ્યારે આ સિંહની ઉંમર 5 વર્ષ આસપાસ હોવાનું જાણવા મળ્યું હતું.

સિંહના પીઠના ભાગે ઇજાના નિશાન મળી આવ્યા હતા. આ સિંહ અને અન્ય વન્ય પ્રાણી વચ્ચે ઇન્ફાઈટ થઈ હોવાનું પણ વનવિભાગના સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. જ્યારે સિંહના મોત અંગેનું સાચું કારણ પીએમ બાદ સામે આવશે ત્યારે બીજી તરફ તુલસીશ્યામના રેન્જમાં હજુ વીસેક દિવસ પહેલા પણ એક સિંહનું સર્પદંશના કારણે મોત નીપજ્યું હતું.