Home » Breaking News » જસદણ નગરપાલિકાના પ્રમુખ તથા ઉપપ્રમુખ દ્વારા રાજીનામા

News timeline

Delhi
5 hours ago

વિદેશ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન અકબરનું આખરે રાજીનામું

Bollywood
18 hours ago

આલિયા રણબીર કપુરને મળવા માટે ન્યુયોર્કમાં પહોંચી

Bollywood
18 hours ago

બેડમિંગ્ટન ટીમ ખરીદશે તાપ્સી પન્નુ

Cricket
21 hours ago

વિન્ડિઝ સામેની બે વન ડેમાં ઉમેશ યાદવનો સમાવેશ

Bollywood
21 hours ago

સાજિદ ખાન ઘટિયા કિસમ કા આદમી હૈ : દિયા મિર્ઝા

Cricket
1 day ago

હવે સાઉથ આફ્રિકામાં ટી-૨૦ લીગ રમાશે

Cricket
1 day ago

વિન્ડિઝના કોચ સ્ટુઅર્ટ બે વન ડે માટે સસ્પેન્ડ

Bollywood
1 day ago

પરિણીતીને હવે એક્સન ફિલ્મો કરવી છે

Gujarat
1 day ago

પાક વીમો, પોષણક્ષમ ભાવ ન મળતા સૌરાષ્ટ્રના ગામેગામ ખેડૂતોનો વિરોધ

Delhi
1 day ago

#MeToo: રાહુલ બોલ્યા- સાચો નારો છે “બેટી પઢાઓ BJP નેતાઓથી બચાવો”

Gandhinagar
1 day ago

રૂપાણી સામે ક્રિમિનલ અને દીવાની દાવો દાખલ કરાશે: શક્તિસિંહ ગોહિલ

World
1 day ago

ભારતીયો આવકનો ૧૦ ટકા ભાગ ચાઈનીઝ ભોજન પાછળ ખર્ચ કરે છે

જસદણ નગરપાલિકાના પ્રમુખ તથા ઉપપ્રમુખ દ્વારા રાજીનામા

જસદણ- જસદણની ભાજપ શાસિત નગરપાલિકાના પ્રમુખ તથા ઉપપ્રમુખે રાજીનામા આપી દેતા ચકચાર વ્યાપી છે. પાલિકા પ્રમુખે પોતે પક્ષના આદેશથી રાજીનામુ આપ્યું હોવાનું જણાવ્યું હતું.

જસદણ નગર પાલિકાની ચૂંટણી ફેબુ્રઆરીમાં યોજાઈ હતી. તેમાં પાલિકાની ૨૮ બેઠકો પૈકી ૨૩ બેઠકો ભાજપને અને ૫ બેઠકો કોંગ્રેસને મળતા ભાજપે સત્તાના સુત્રો સંભાળ્યા હતા અને પાલિકા પ્રમુખ તરીકે દિપુભાઈ ગીડા અને ઉપપ્રમુખ તરીકે મીઠાભાઈ છાયાણીની વરણી થઈ હતી. સત્તા સંભાળ્યાના ૧ માસના ટુંકા ગાળામાં પાલિકાના ૨૦ સભ્યોએ પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મુકી હતી. જો કે પાછળથી થોડા જ કલાકોમાં આ દરખાસ્ત પરત ખેંચી હતી.

આ ઘટનાના ૧૫ દિવસ બાદ ગઈકાલે પાલિકાના ઉપપ્રમુખે પાલિકામાં પોતાનું રાજીનામુ આપ્યા બાદ આજે પ્રમુખે કલેક્ટર સમક્ષ પોતાનું રાજીનામું આપ્યું હતું. પરિણામે સ્થાનિક રાજકારણમાં ચકચાર વ્યાપી છે. પ્રમુખ દીપુભાઈએ જણાવ્યું હતું કે પોતે પાર્ટીના આદેશ મુજબ રાજીનામું આપ્યું છે.