Home » Gujarat » અમિત, સુમિત અને સુરેશ ભટનાગરની રાજસ્થાનથી ધરપકડ

News timeline

Canada
17 hours ago

જીએસએસએમ દ્વારા પુન્તા કાનાનો પ્રવાસ, અનેકવિધ કાર્યક્રમોએ રંગત જમાવી

Bollywood
1 day ago

લિસા રે લેખન ઉપર વધુ ધ્યાન આપે છે

Bollywood
1 day ago

ઇશા ગુપ્તા ખુબસુરતીને જાળવવા માટે તમામ પ્રયાસો કરે છે

Bollywood
1 day ago

અભિનેત્રીઓ વચ્ચેની સ્પર્ધાને લઈ પરેશાન નથી : ડાયના

Bollywood
1 day ago

રણબીર માટે આજે પણ પઝેસિવ છું : દીપિકા

Canada
1 day ago

નવલ બજાજના નિવાસ સ્થાને કૃષ્ણજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

Gandhinagar
1 day ago

સત્ર બાદ બે દિવસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરીશું: નીતિન પટેલ

Ahmedabad
1 day ago

મોટીપાનેલીના સરપંચ સહિત ૧૦૦ આગેવાનોના ભાજપમાંથી રાજીનામા

Ahmedabad
1 day ago

અંબાજીમાં મહામેળો ઃ માર્ગો જય અંબે’ના નાદથી ગૂંજી ઉઠયા

Delhi
1 day ago

ત્રણ તલાક બિલના અધ્યાદેશને મોદી કેબિનેટે આપી મંજૂરી

Ahmedabad
2 days ago

કેનેડાની લાલચ આપી છેતરપિંડી કરનારા 2 સામે ગુનો નોંધાયો

Canada
2 days ago

મિસિસાગામાં મેમણ સમાજનું ઈદ મિલન : ૩૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

અમિત, સુમિત અને સુરેશ ભટનાગરની રાજસ્થાનથી ધરપકડ

ગુજરાત એટીએસે ઉદેપુરની એક હોટલમાંથી ત્રણેને ઝડપી પાડ્યા

રાજસ્થાનના એક કદાવર નેતાએ આશ્રય આપ્યાની ચર્ચા  

વડોદરા- ડાયમંડ પાવરના સંચાલક પિતા સુરેશ ભરનાગર, પુત્ર અમિત અન સુમિતને ભાગેડૂ જાહેર કરવા સી.બી.આઇ.ના તપાસ અધિકારીએ સી.બી.આઇ. કોર્ટમાં અરજી કર્યાના ગણતરીના કલાકોમાં જ આજે મોડી રાત્રે રાજસ્થાનના ઉદેપુરની એક હોટલમાંથી ગુજરાત એટીએસએ અમિત, સુમિત અને સુરેશ ભટનાગરની ધરપકડ કરી છે.

ડાયમંડ પાવરના સંચાલકોએ બેન્કોમાંથી રૃા.૨૬૫૪ કરોડની લોન મેળવી કૌભાંડ આચરતા તાજેતરમાં સી.બી.આઇ.માં ફરિયાદ દાખલ થયા બાદ દરોડા પાડયા હતા. ત્યારબાદ વિવિધ તપાસ એજન્સીઓએ ડાયમન્ડ પાવરની ઓફિસોમાં દરોડા પાડયા હતા. તાજેતરમાં ઇ.ડી.એ પણ દરોડા પાડયા બાદ અમિત ભટનાગરને ઇ.ડી.સમક્ષ હાજર થવા સમ ન્સ પાઠવ્યો હતો ત્યાર બાદ સીબીઆઇ કોર્ટે પિતા અને બન્ને પુત્રો સામે બિન જામીન પાત્ર વોરંટ કાઢ્યું હતું. સીબીઆઇ દ્વારા જપ્ત કરેલા દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. જેમાં અમિત ભટનાગરના કોમ્પ્યુટરમાંથી જપ્ત કરેલી હાર્ડ ડિસ્કમાંથી ઓડિયો ટેપ મળી આવી છે.

જેમાં ભાજપ અને કોંગ્રેસના કેટલાક રાજકારણીઓના નામ પણ ખૂલ્યા છે. ડાયમંડ પાવરના સંચાલકો ફરાર થઇ ગયા ત્યારે હવે સીબીઆઇના તપાસ અધિકારીએ કોર્ટમાં અરજી કરી પિતા સુરેશ ભટનાગર, પુત્ર અમિતભટનાગર અને સુમિત ભટનાગરને ભાગેડૂ જાહેર કરવા અરજી કરી હતી તેના ગણતરીના કલાકોમાં એટલે કે આજે રાત્રે ૧૦.૩૦ વાગ્યાના અરસામાં ગુજરાત એટીએસએ આ ત્રણેય આરોપીઓને પારસ મહેલ પેલેસ નામની હોટલમાંથી ઝડપી પાડયા હતા. ચર્ચા એવી છે કે રાજસ્થાન બીજેપીના એક કદ્દાવર નેતાએ તેઓને આશ્રય આપ્યો હતો અને તેમની સલાહથી જ ત્રણેય આરોપીઓ એટીએસ સમક્ષ હાજર થયા હતા