Home » Gujarat » Ahmedabad » હિંદુઓની લાશ ઉપર સત્તા મેળવનારા નરેન્દ્રભાઇએ વિશ્વાસઘાત કર્યો છે: તોગડિયા

News timeline

Canada
16 hours ago

જીએસએસએમ દ્વારા પુન્તા કાનાનો પ્રવાસ, અનેકવિધ કાર્યક્રમોએ રંગત જમાવી

Bollywood
1 day ago

લિસા રે લેખન ઉપર વધુ ધ્યાન આપે છે

Bollywood
1 day ago

ઇશા ગુપ્તા ખુબસુરતીને જાળવવા માટે તમામ પ્રયાસો કરે છે

Bollywood
1 day ago

અભિનેત્રીઓ વચ્ચેની સ્પર્ધાને લઈ પરેશાન નથી : ડાયના

Bollywood
1 day ago

રણબીર માટે આજે પણ પઝેસિવ છું : દીપિકા

Canada
1 day ago

નવલ બજાજના નિવાસ સ્થાને કૃષ્ણજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

Gandhinagar
1 day ago

સત્ર બાદ બે દિવસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરીશું: નીતિન પટેલ

Ahmedabad
1 day ago

મોટીપાનેલીના સરપંચ સહિત ૧૦૦ આગેવાનોના ભાજપમાંથી રાજીનામા

Ahmedabad
1 day ago

અંબાજીમાં મહામેળો ઃ માર્ગો જય અંબે’ના નાદથી ગૂંજી ઉઠયા

Delhi
1 day ago

ત્રણ તલાક બિલના અધ્યાદેશને મોદી કેબિનેટે આપી મંજૂરી

Ahmedabad
1 day ago

કેનેડાની લાલચ આપી છેતરપિંડી કરનારા 2 સામે ગુનો નોંધાયો

Canada
2 days ago

મિસિસાગામાં મેમણ સમાજનું ઈદ મિલન : ૩૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

હિંદુઓની લાશ ઉપર સત્તા મેળવનારા નરેન્દ્રભાઇએ વિશ્વાસઘાત કર્યો છે: તોગડિયા

– VHPના પૂર્વ વરિષ્ઠ નેતા પ્રવીણ તોગડિયાના આમરણ અનશનનો અમદાવાદમાં પ્રારંભ

– મેં મારા માટે ચાની કિટલી-પકોડા તળવા કઢાઇ નથી માગી,

– અયોધ્યામાં રામમંદિર બને તેવી માત્ર મારી માગણી છે

અમદાવાદ- મેં ચાની કિટલી કે પકોડા તળવા માટે કઢાઇ નહોતી માગી, મેં વડાપ્રધાન પાસેથી કોઇ હોદ્દો પણ માગ્યો નહોતો. અયોધ્યામાં ભગવાન રામની જન્મભૂમિમાં જ રામમંદિર બને તેવી માત્ર મારી માગણી હતી. આ મુદ્દાને આધારે જ તેઓ વડાપ્રધાનની ખુરશી પર બેઠા હતા અને મારી માગણી ગેરવાજબી તો નહોતી જ. આમછતાં મારી આ માગણી બદલ મને વિશ્વ હિંદુ પરિષદમાંથી હાંકી કાઢવામાં આવ્યો છે તેવો આક્રોશ વિશ્વ હિંદુ પરિષદના પૂર્વ નેતા પ્રવીણ તોગડિયાએ ઠાલવ્યો છે.

અયોધ્યામાં રામ મંદિર સહિત વિવિધ માગણી સાથે પ્રવીણ તોગડિયાએ મંગળવારથી આમરણાંત અનશનનો પ્રારંભ કર્યો છે. જેમાં તેમની સાથે વિશ્વ હિંદુ પરિષદના અનેક કાર્યકરો અને ૩૦થી વધુ સાધુ-સંત પણ જોડાયા છે. પાલડીમાં વિશ્વ હિંદુ પરિષદ કાર્યાલયની બહાર જ અનશન શરૃ કરનારા પ્રવીણ તોગડિયાએ આજે જણાવ્યું હતું કે, ‘સોમનાથ જેવું જ ભવ્ય મંદિર અયોધ્યામાં ભગવાન રામનું બને તેવી મારી બાળપણથી જ ખ્વાહીશ રહી છે. આ સ્વપ્નને પૂરું કરવા માટે મેં મારી ડોક્ટર તરીકેની ધીકતી કમાણીના વ્યવસાયને પણ તિલાંજલિ આપી હતી. અયોધ્યામાં રામ મંદિર બને તેવું મારું જ નહીં કરોડો હિંદુઓનું સ્વપ્ન છે અને હું માત્ર તેમનો એક પ્રતિનિધિ છું. નરેન્દ્રભાઇને વડાપ્રધાનની ખુરશી નહોતી મળી ત્યારે તેઓ અમને ખાતરી આપતા કે સત્તા મળતા જ રામ મંદિર સહિત તમામ માગણી ચપટી વગાડતા પૂરી કરી દેશે. હું ચાર વર્ષથી મારા કાન સરવા કરીને બેઠો છું પણ હજુ સુધી નરેન્દ્રભાઇની ચપટીનો અવાજ સાંભળવા મળ્યો નથી. ભાજપ પાસે એકસમયે માત્ર બે બેઠક હતી અને ત્યારબાદ તેમણે હિંદુઓને રામમંદિરનું વચન આપી હવે કેન્દ્રમાં બહુમતી હાંસલ કરી છે.

ગોધરા કાંડ બાદ અનેક હિંદુ પોલીસ ગોળીનો શિકાર બન્યા હતા અને હજુ પણ ૫૦થી વધુ હિંદુ તેના માટે આજીવન કારાવાસની સજા ભોગવે છે. જે લોકો રમખાણમાં મૃત્યુ પામ્યા કે હાલ જેલની સજા ભોગવે છે તેમણે રામમંદિર માટે બલિદાન આપ્યું છે, તમને વડાપ્રધાન બનાવવા નહીં. હવે નરેન્દ્રભાઇ  અયોધ્યામાં રામમંદિરની બાજુમાં બાબરી મસ્જિદ બનાવવાની મંજૂરી આપી શકે છે. નરેન્દ્રભાઇએ કરોડો હિંદુઓ સાથે વિશ્વાસઘાત કર્યો છે.મારી સામે વિકલ્પ રાખવામાં આવ્યો કે રામજન્મભૂમિની માગણી બંધ કરો નહીં તો વીએચપીમાંથી રાજીનામું આપો. મેં બીજા વિકલ્પ પર પસંદગી ઉતારી એટલે જેનું માળખું પરસેવાથી સિંચ્યુ તે વીએચપીમાંથી મને દૂર કરાયો છે.  ‘