Home » Gujarat » Bhuj » ગાંધીધામમાં સગીરા સાથે બળાત્કારમાં આરોપીને દસ વર્ષની કેદ

News timeline

Delhi
8 mins ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
10 mins ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
18 mins ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
22 mins ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
25 mins ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
26 mins ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
28 mins ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
29 mins ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
1 hour ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
3 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
4 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

Astrology
4 hours ago

આપનો આજનો દિવસ

ગાંધીધામમાં સગીરા સાથે બળાત્કારમાં આરોપીને દસ વર્ષની કેદ

– સાથે કામ કરતી સગીરા સાથે બળાત્કાર કરી ગર્ભવતી બનાવી હતી

ગાંધીધામ- ગાંધીધામના છ વર્ષ જુના સગીરા સાથેના બળાત્કાર કેસમાં અહીની કોર્ટે આરોપીને દસ વર્ષની કેદની સજા ફટકારી હતી. જામીન પર છૂટેલો આરોપીને સજાનો અણસાર પહેલાથી આવી ગયો હોવાથી તે પડક વોરન્ટ બાદ પણ કોર્ટમાં હાજર રહેતો ન હતો. જેના પગલે આરોપીની ગેરહાજરીમાં પણ ચુકાદો આપી દેવા સરકારી વકીલની અરજી માન્ય રાખી આરોપીને કોર્ટે દોષિત માની સજા ફટકારી હતી.

આ અંગે સરકારી વકીલ હિતેષી ગઢવીએ જણાવ્યું હતું કે, ગત તા. ૧૧/૪/૧૨માં ગાંધીધામના સુંદરપુરી ખાતે રહેતી એક ૧૭ વર્ષની સગીરા ઘરેથી ઝોનની કંપનીમાં નોકરી માટે નીકળી હતી. પરંતુ તે ઘરે પરત ન આવતા પરિવારજનોએ શોધખોળ હાથધરી હતી. તેમ છતાં યુવતી ન મળતા તા.૧૬/૪ના ગાંધીધામ એ ડીવીઝન ખાતે ગુમ નોંધ કરાઈ હતી. ત્યારબાદ પોલીસ તપાસમાં આ યુવતીને તેની સાથે કામ કરતા આરોપી શીવા ચના ઠાકોર (ગણેશનગર,ગાંધીધામ.મૂળ ઓરીસ્સા)લગ્નની લાલચે અપહરણ કરી ગયો હતો. ત્યારબાદ બન્ને મળી આવ્યા હતા.

યુવતીની મેડીકલ તપાસમાં તેની સાથે શારિરીક સંબંધ સ્થપાયો હોવાની સાથે તે ગર્ભવતી પણ બની હતી. જેના પગલે આરોપી સામે બળાત્કારનો ગુન્હો ઉમેરવામાં આવ્યો હતો. આ કેસમાં પુરતા પુરાવા સાથે પોલીસે ચાર્જશીટ ફાઈલ કરી હતી. જેમાં સરકાર તરફે ૧૭ સાહેદોને તપાસવામાં આવ્યા ૨૧ દસ્તાવેજી  પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટ દ્રારા આખરી ચુકાદો જાહેર કરવા તારીખ જાહેર કરવામાં આવી હતી. પરંતુ જામીન પર છૂટેલો આરોપી તે દિવસે હાજર રહ્યો ન હતો. જેના કારણે કોર્ટે આરોપીનો પડક વોરન્ટ ઈશ્યુ કર્યો હતો. પરંતુ આરોપી હાથ લાગ્યો ન હતો. કોર્ટે આરોપીને હાજર રાખવાના તમામ પ્રયત્નો કર્યા હતા. કોર્ટનો ચુકાદો પણ તેના કારણે અટકી રહ્યો હતો. ત્યારે સરકારી વકીલે આરોપીની ગેરહાજરીમાં આખરીચુકાદો જાહેર કરવા અરજી કરી હતી. આરોપી આખરી ચુકાદાના અટકાવાથી ભાગી રહ્યો છે તેવી દલીલ કરવામાં આવી હતી. જેની રજૂઆતો ધ્યાને લઈ અડી.સેસન્શ જજ આર.જી.દેવધરાએ આરોપીને કસુરવાર ઠેરવી તેને ૧૦ વર્ષની સજા ફટકારી હતી.