Home » Gujarat » Bhuj » સીએમને ત્રણ જગ્યાએ કાળા વાવટા બતાવવામાં આવ્યાનો કોંગ્રેસનો દાવો

News timeline

Delhi
7 mins ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
9 mins ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
18 mins ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
21 mins ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
24 mins ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
26 mins ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
27 mins ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
29 mins ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
1 hour ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
3 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
4 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

Astrology
4 hours ago

આપનો આજનો દિવસ

સીએમને ત્રણ જગ્યાએ કાળા વાવટા બતાવવામાં આવ્યાનો કોંગ્રેસનો દાવો

-ગાંધીધામમાં વિરોધ કરનાર ૩૫થી વધુ લોકોને ડીટેઈન કરી પોલીસ મથકોમાં લઈ જવાયા

ગાંધીધામ- ગાંધીધામ આવેલા સીએમ સામે પાલિકામાં ભ્રષ્ટાચારના મુદે કાળા વાવટા બતાવી વિરોધ કરવામાં સફળ રહ્યા હોવાનો કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. જોકે પોલીસ દ્વારા કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી તથા દલિત સંગઠનના લોકો સહિત ૩૫થી વધુ લોકોને ડીટેઈન કરી અલગ-અલગ પોલીસ મથકે લઈ ગઈ હતી. કાર્યક્રમના સ્થળ પાસેથી જ પોલીસે વિરોધ કરનાર આ તમામને ડીટેઈન કર્યા હતા. આ અંગે મળતી વિગતો મુજબ સીએમના કાર્યક્રમનો વિરોધ કરવા અંગે શનિવારથી જ વોટ્સઅપમાં મેસેજ ફરતા કરી દેવામાં આવ્યા હતા.

કોંગ્રેસ દ્વારા પણ પાલિકામાં ભ્રષ્ટાચારના મુદે મુખ્યમંત્રીને કાળા વાવટા બતાવી વિરોધ કરવાનું જાહેર કરવામાં આવ્યું હતું. જેના પગલે પોલીસ પણ સક્રિય હતી. બપોરે ત્રણ વાગ્યાથી જ સ્થળ આવેલા કોંગ્રેસીઓ, દલીત સંગઠનના સભ્યો તથા સમાજવાદી પાર્ટીના સભ્યોને પોલીસ બસ અને અન્ય વાહનોમાં બેસાડી ભચાઉ, આદિપુર તથા કંડલા સહિતના પોલીસ મથકોએ લઈ ગઈ હતી.

કોંગ્રેસના અજીત ચાવડા, સમીપ જોષી, નિલેશ ભાનુશાલી તથા  લતીફ ખલીફા સહિતના સભ્યોે મુખ્યમંત્રીના આગમની થોડા સમય પહેલા કાળા વાવટા બતાવવા પહોંચી ગયા હતા. આ તમામને પોલીસે બળ પૂર્વક બસમાં બેસાડી ડીટેઈન કર્યા હતા. કોંગ્રેસ પ્રમુખ સમીપ જોષીએ જણાવ્યું હતું કે, ત્રણ જગ્યાએ સીએમને કાળા વાવટા બતાવવામાં કોંગ્રેસ સફળ થઈ છે. ઓમ સીનેપ્લેક્ષ પાસે એક બાંધકામી જગ્યા પર તથા ઓવરબ્રીજ પર પોલીસનું બંદોબસ્ત ન હતું. તે જગ્યા પર કોંગ્રેસના સભ્યો પહોંચી ગયા હતા. ત્યાંથી સીએમને કાળા વાવટા બતાવી દેવાયા હતા. તો બીજીબાજુ સમાજવાદી પાર્ટીના જિલ્લા પ્રમુખ સહદેવસિંહ યાદવે જણાવ્યું હતું કે, તેઓના પક્ષનોે કોઈ વિરોધ કરવાનો હેતુ ન હતો.

માત્ર જનતાના પ્રશ્નો અંગે આવેદનપત્ર સીએમને આપવાનો હતો. આ આવેદનપત્ર પણ પોલીસને બતાવવામાં આવ્યો હતો. તેમ છતં પોલીસે દાદાગીરીથી અપમાનીત કરી ગાડીમાં બેસાડી ડીટેઈન કરી ગઈ હતી. સમાજવાદી પક્ષના સભ્યોને આદિપુર પોલીસ મથકે લઈ ગઈ હતી. અંદાજે તમામ મળી ૩૫થી વધુ લોકોને ડીટેઈન કરવામાં આવ્યા હતા.