Home » Gujarat » Bhuj » કચ્છમાં ૩૩ પાકિસ્તાની નાગરિકો બન્યા ભારતીય

News timeline

Bollywood
5 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
6 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
6 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
7 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
7 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
8 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
9 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
9 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
9 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
10 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
12 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
13 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

કચ્છમાં ૩૩ પાકિસ્તાની નાગરિકો બન્યા ભારતીય

૧૯૭૧-૭૨ના યુદ્ધ વખતે ૩૩ લોકો શરણાર્થી થયા હતા

ભુજ: ૧૯૭૧- ૭૨ના યુદ્ધ દરમ્યાન પાકિસ્તાન છોડીને કચ્છમાં શરણું લેનારા સોઢા શરણાર્થીઓ હોય કે પછી પાકિસ્તાનની વર્તમાન અશાંત પરિસ્થિતિમાં પાકિસ્તાન છોડીને કચ્છમાં વિઝા ઉપર જ રહી ગયેલા પાકિસ્તાની નાગરિકો હોય તેઓ સતત ભારતીય નાગરિકત્વ મેળવવા મથી રહ્યા હતા ત્યારે ૩૩ પાકિસ્તાની નાગરિકોને ભુજ મધ્યે જિલ્લા કલેકટર રેમ્યા મોહનના હસ્તે તેમને ભારતીય નાગરિકત્વ પ્રદાન કરવામાં આવ્યું હતું. ભુજની જિલ્લા કલેક્ટર કચેરી મધ્યે હાથ ધરાયેલી આ કામગીરીમાં સોઢા, હરિજન અને મુસ્લિમ નાગરિકોને પણ તેમણે લાંબા સમયથી કરેલી અરજીના આધારે ભારતીય નાગરિકત્વ પ્રદાન કરવામાં આવ્યું હતું.

વર્ષો સુધી ભારતીય નાગરિકત્વ મેળવવાની ઓળખ માટે ઝઝૂમતા પાકિસ્તાનના આ રહેવાસીઓના ચહેરા ઉપર આનંદ અને હૈયામાં હરખ વરતાતો હતો. રામસંગજી સોઢા અને ગગુજી સોઢા એ ભુજની જિલ્લા કલેકટર કચેરીમાં ભારતીય નાગરિક બનવાની ક્ષણોને ઐતિહાસિક ગણાવી હતી.

વર્ષોથી ભારતીય નાગરિક બનવાની માગણી પૂરી થતા, હવે આ નાગરિકો આપણી જેમ તમામ સરકારી યોજનાઓનો લાભ મેળવી શકશે. ભારતમાં મિલકત અને જમીનની ખરીદી તેમ જ વેંચાણ કરી શકશે. મુક્ત રીતે એક સ્થળેથી બીજા સ્થળે ફરી શકશે. સગાઈ અને લગ્ન જેવા સામાજિક રીત રિવાજો પણ સરળતાથી કરી શકશે. આ પાકિસ્તાની નાગરિકો ત્યાં પાકિસ્તાનમાં અશાંત અને ભયગ્રસ્ત પરિસ્થિતિ ને બદલે હવે ભારતીય નાગરિક બનીને કચ્છમાં શાંતિપૂર્ણ રીતે રહી શકશે. લગ્ન સબંધ હોય કે સામાજિક કાર્યક્રમો હોય પાકિસ્તાન અને કચ્છ વચ્ચે વ્યવહારીક સંબધ ગાઢ રહ્યો છે.

તેમાંય સિંધ પ્રાન્તના અનેક લોકો કચ્છ સાથે વ્યવહાર ધરાવવાની સાથે કચ્છમા કાયમી વસવાટ માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. જો કે કાયદાની આંટીઘૂંટી સરળ બનતા દિલ્હી અને ગાંધીનગર ને બદલે જિલ્લા કક્ષાએથી જ કાર્યવાહી થતાં હાલાકી ઘટી અને આ કામગીરી વધુ સરળ અને શક્ય બની છે. જો કે, હજુ અનેક લોકોએ ભારતીય નાગરીક બનવા કરેલી અરજી પેન્ડીંગ છે તેવામાં આજે ૩૩ લોકો ને ભારતીય નાગરીકત્વ મળતા અન્ય અરજી કરનારાઓમાં નવી આશા જાગી છે.