Home » Breaking News » રાજકોટમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી વૃદ્ધાની હત્યા

News timeline

Delhi
4 hours ago

વિદેશ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન અકબરનું આખરે રાજીનામું

Bollywood
17 hours ago

આલિયા રણબીર કપુરને મળવા માટે ન્યુયોર્કમાં પહોંચી

Bollywood
17 hours ago

બેડમિંગ્ટન ટીમ ખરીદશે તાપ્સી પન્નુ

Cricket
20 hours ago

વિન્ડિઝ સામેની બે વન ડેમાં ઉમેશ યાદવનો સમાવેશ

Bollywood
20 hours ago

સાજિદ ખાન ઘટિયા કિસમ કા આદમી હૈ : દિયા મિર્ઝા

Cricket
24 hours ago

હવે સાઉથ આફ્રિકામાં ટી-૨૦ લીગ રમાશે

Cricket
24 hours ago

વિન્ડિઝના કોચ સ્ટુઅર્ટ બે વન ડે માટે સસ્પેન્ડ

Bollywood
24 hours ago

પરિણીતીને હવે એક્સન ફિલ્મો કરવી છે

Gujarat
1 day ago

પાક વીમો, પોષણક્ષમ ભાવ ન મળતા સૌરાષ્ટ્રના ગામેગામ ખેડૂતોનો વિરોધ

Delhi
1 day ago

#MeToo: રાહુલ બોલ્યા- સાચો નારો છે “બેટી પઢાઓ BJP નેતાઓથી બચાવો”

Gandhinagar
1 day ago

રૂપાણી સામે ક્રિમિનલ અને દીવાની દાવો દાખલ કરાશે: શક્તિસિંહ ગોહિલ

World
1 day ago

ભારતીયો આવકનો ૧૦ ટકા ભાગ ચાઈનીઝ ભોજન પાછળ ખર્ચ કરે છે

રાજકોટમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી વૃદ્ધાની હત્યા

રાજકોટ- રાજકોટના સોરઠીયાવાડી સર્કલ નજીક આવેલી માસ્તર સોસાયટીના 13 નંબરના મકાનમાં છેલ્લા 22 વર્ષથી એકલવાયુ જીવન વિતાવનારા બ્રાહ્મણ વૃદ્ધા જયશ્રીબેન દયાશંકર શુક્લા(75)ની આવેલા ઈસમોએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી ગળુ કાપી નાંખી કરપીણ હત્યા કરી નાંખી છે. મકાનમાંથી દુર્ગંધ આવવાનું શરૂ થતાં પડોશીઓએ પોલીસને અને વૃદ્ધઆના ભાઈ જયદીપભાઈને જાણ કરી હતી. બનાવની જાણ થતાં ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ અને ભક્તિનગર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. જેમાં વૃદ્ધાની કમકમાટી ભરી હત્યા થઈ હોવાનું ખુલ્યું હતું. લાશ કોહવાયેલી હાલતમાં મળી આવી હતી.

હાલમાં પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી, ફોરેન્સિક સાયન્સની મદદથી ગુનાનો ભેદ ઉકેલવા કવાયત હાથ ધરી છે. જ્યારે આ બનાવ લૂંટનો છે કે પછી કોઈએ એકલવાયી મહિલાની મિલકત પડાવી લેવા કાવતરું ઘડ્યું છે ? તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાનો તાગ મેળવવા પોલીસ ડોગ સ્કવોડ સાથે આગળ ધપી રહી છે.

ગુજરાતમાં સબ સલામતના દાવા વચ્ચે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બિહાર જેવી થઈ ગઈ છે. ગુજરાતમાં વૃદ્ધોની હત્યાના બનાવો છાશવારે બનતા રહે છે. આ દિશામાં સરકાર કઈં કરે તેવી માંગ ઉઠવા પામી છે.

એકલવાયુ જીવન જીવતા જયશ્રીબેન દયાશંકર શુકલ નિવૃત શિક્ષક હતા. અને જયરાજપ્લોટ-૫ મા પોતાની માલિકીની સ્કૂલ ધરાવતા હતા. જે ૨૦૧૦માં બંધ કરી દેવામાં આવી હતી. બે ભાઈ અને ૬ બહેનોમાં પાંચમા નંબરના જયશ્રીબેન હતા.