Home » Gujarat » Bhavnagar » વાઘાણીના ઇશારે પાટીદારો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો: પાસ

News timeline

Delhi
5 hours ago

વિદેશ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન અકબરનું આખરે રાજીનામું

Bollywood
18 hours ago

આલિયા રણબીર કપુરને મળવા માટે ન્યુયોર્કમાં પહોંચી

Bollywood
18 hours ago

બેડમિંગ્ટન ટીમ ખરીદશે તાપ્સી પન્નુ

Cricket
21 hours ago

વિન્ડિઝ સામેની બે વન ડેમાં ઉમેશ યાદવનો સમાવેશ

Bollywood
21 hours ago

સાજિદ ખાન ઘટિયા કિસમ કા આદમી હૈ : દિયા મિર્ઝા

Cricket
1 day ago

હવે સાઉથ આફ્રિકામાં ટી-૨૦ લીગ રમાશે

Cricket
1 day ago

વિન્ડિઝના કોચ સ્ટુઅર્ટ બે વન ડે માટે સસ્પેન્ડ

Bollywood
1 day ago

પરિણીતીને હવે એક્સન ફિલ્મો કરવી છે

Gujarat
1 day ago

પાક વીમો, પોષણક્ષમ ભાવ ન મળતા સૌરાષ્ટ્રના ગામેગામ ખેડૂતોનો વિરોધ

Delhi
1 day ago

#MeToo: રાહુલ બોલ્યા- સાચો નારો છે “બેટી પઢાઓ BJP નેતાઓથી બચાવો”

Gandhinagar
1 day ago

રૂપાણી સામે ક્રિમિનલ અને દીવાની દાવો દાખલ કરાશે: શક્તિસિંહ ગોહિલ

World
1 day ago

ભારતીયો આવકનો ૧૦ ટકા ભાગ ચાઈનીઝ ભોજન પાછળ ખર્ચ કરે છે

વાઘાણીના ઇશારે પાટીદારો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો: પાસ

પંચ સમક્ષ પાટીદાર અનામત આંદોલન સમિતિએ સોગંદનામું રજૂ કયુ

ભાવનગર : પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાટીદારો પર કરાયેલા અત્યાચારના મામલે તપાસ કરાવવા સરકારે જસ્ટિસ પૂંજ તપાસ પંચની રચના કરી છે. પંચ સમક્ષ પાટીદાર અનામત આંદોલન સમિતિએ સોગંદનામું રજૂ કરીને એવી રજૂઆત કરી હતી કે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના ઇશારે પાટીદારો પર પોલીસ લાઠીચાર્જ કર્યો હતો. અનામત આંદોલન વખતે ભાવનગર અને બોટાદમાં જીતુ વાઘાણીના ઈશારે પોલીસે પાટીદાર યુવાનો ઉપર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.

બોટાદ પોલીસ અધિક્ષક સરોજ કુમારી, ભાવનગર પોલીસ અને વાઘાણી સામે એફઆઈઆર દાખલ કરવા પાસના આગેવાનોએ જસ્ટિસ કે.એ.પૂજ તપાસ પંચ સમક્ષ સોંગદનામુ રજૂ કર્યું છે. પાટીદારો ઉપર થયેલા પોલીસ અત્યાચારના બનાવોની તપાસ કરી રહેલા પંચ સમક્ષ બોટાદથી પાસના દિલિપ સાબવા સહિતના આગેવાનોએ રજૂઆતો કરી હતી. અનામત આંદોલન વખતે ઓગસ્ટ 2015 અને ત્યારપછીના ઘટનાક્રમમાં ભાવનગર અને બોટાદમાં પાટીદાર સમાજની બહેન, દીકરીઓ, ખેડૂતો અને ઉદ્યોગપતિઓ પર પોલીસે ખોટી કનડગત ઊભી કરી હતી.

આંદોલન વખતે ભાજપના પ્રમુખ વાઘાણીના ઈશારે લાઠીચાર્જ થયો હતો. પોલીસે માત્ર લખાણપટ્ટી જ કરી હતી. પંચ સમક્ષ ભાવનગરના કેયુર મોરડીયા, બોટાદના પ્રદિપ હરિપરાએ સોંગદનામા ઉપર ભાજપ પ્રમુખ, બોટાદ એસપી સહિતના પોલીસ અધિકારીઓ સામે પગલાં લેવા જસ્ટિસ પૂજ તપાસ પંચ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.