Home » Gujarat » Ahmedabad » નલીન કોટડિયાને શોધવા અડધી રાત્રે ધારીના જંગલમાં દરોડો

News timeline

Delhi
5 mins ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
7 mins ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
16 mins ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
19 mins ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
22 mins ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
23 mins ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
25 mins ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
26 mins ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
1 hour ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
3 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
4 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

Astrology
4 hours ago

આપનો આજનો દિવસ

નલીન કોટડિયાને શોધવા અડધી રાત્રે ધારીના જંગલમાં દરોડો

– ધારીની ગૌશાળામાં પણ દરોડો : વોરન્ટ અરજી પરનો હુકમ ૧૭મીએ થશે

અમદાવાદ- બીટ કોઈન પ્રકરણમાં સંડોવાયેલા પુરવ ધારાસભ્ય નલીન કોટડીયાને પકડવા માટે સીઆઈડી ક્રાઈમે ધારીના જંગલમાં આવેલા એક ફાર્મ હાઊસમાં તેમજ ધારીની એક ગૌશાળામાં પણ દરોડો પાડયો હતો. પરંતુ તેઓ હાથ લાગ્યા ન હતા.

આ ઊપરાંત પણ બીજા અનેક સ્થળોએ કોટડીયાની શોધખોળ કરવા છતા તેઓ નહી મળી આવતા સ્પે. કોર્ટમાં ધરપકડ વોરન્ટ જારી કરવા તેમજ તેમને ભાગેડુ જાહેર કરવા માટેની કાર્યવાહીના ભાગ રૃપે અરજી કરી છે. જેના પરનો હુકમ ૧૭મે ના રોજ રાખવામાં આવ્યો છે.

નલીન કોટડીયાને સમન્સો પાઠવવા છતા હાજર નહી થતા અને સીઆઈડીને ગોળગોળ ફેરવતા છેવટે સીઆઈડીએ તેમના છુપાવાના સંભવિત સ્થળો પર બાતમીના આધારે સ્થાનિક પોલીસની મદદથી દરોડા પાડયા છે. પરંતુ તેઓ હાથ લાગ્યા ન હતા. આ દરોડામાં ધારીના જંગલમાં આવેલા એક ફાર્મમાં મોડી રાત્રે દરોડો પાડયો હતો અને ત્યાં ઊપસ્થિત રાજુભાઈ નામની વ્યક્તિની પુછપરછ કરીને નિવેદન લીધું હતું,

તેવી જ રીતે ધારીમાં આવેલા જીગ્નેશભાઈ કોટડીયાની ગૌશાળામાં પણ દરોડો પાડયો હતો. અને તેમનું પણ નિવેદન નોંધ્યું હતું.  સીઆઈડીએ અત્યારસુધી જે કોઈ પ્રયત્નો કર્યા તેનો વિગતવાર અહેવાલ કોર્ટને આપ્યો છે અને નલીન કોટડીયાને પકડવા માટેના વોરન્ટની માંગણી કરી છે.