Home » Gujarat » Ahmedabad » અમદાવાદ- બીટ કોઈન વેચી આપવાનું કહીને ૨૯ લાખની છેતરપિંડી

News timeline

Gujarat
29 mins ago

બુલેટ ટ્રેન પ્રોજેકટ સામે કરજણના ૮ ગામોના ખેડૂતોનો વિરોધ

Gujarat
2 hours ago

તોરણીયામાં ૫૫૦ ગૌવંશના મોત અંગે ઈન્કવાયરી થશે

Bollywood
2 hours ago

ગ્લેમરસ અભિનેત્રી હોવાનું મને ગૌરવ છેઃ કરીના કપૂર ખાન

Breaking News
2 hours ago

ગોંડલમાં યુવાનોને નગ્ન કરી લોહીલુહાણ કરવામાં ભાજપ કાર્યકર સામેલ

Delhi
2 hours ago

દેશભરમાં મોંઘવારીની ‘માયાજાળ’ વચ્ચે આજે મોદી સરકારની ‘ચોથી વર્ષગાંઠ’

Bhuj
3 hours ago

મહંતસ્વામી ભુજમાં, વિશાળ સંતસ્મૃતિ મેડિકલ કેમ્પ યોજાશે

Bangalore
4 hours ago

કુમારસ્વામીએ વિશ્વાસમત જીતી લીધો : ડ્રામેબાજીનો આખરે અંત

Chennai
4 hours ago

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત વધારો જારી : લોકોમાં ભારે રોષ

Breaking News
5 hours ago

સુરત: નેશનલ વોલીબોલ ખેલાડીનું હોસ્પિટલમાં શંકાસ્પદ મોત

World
5 hours ago

ઉ.કોરિયાએ વચન નિભાવ્યું : પરમાણુ પરીક્ષણ કેન્દ્ર વિસ્ફોટોથી ઉડાવી દીધું

Bhuj
6 hours ago

ભુજમાં 20 દિવસમાં 26 બાળકોના મોત, કલેકટર દ્વારા તપાસના આદેશ

Breaking News
8 hours ago

ખાંભા પાસે મિતિયાણા અભયારણ્યમાં ભીષણ આગ

અમદાવાદ- બીટ કોઈન વેચી આપવાનું કહીને ૨૯ લાખની છેતરપિંડી

– ૧૦ બીટ કોઈન પોતાના વોલેટમાં લઈ વેચી નાંખ્યા

અમદાવાદ- શાહીબાગમાં ઊર્મિ બંગ્લોઝમાં રહેતા મુકુંદ પ્રણવકુમાર પટેલ  સી.જી.રોડ પર ટ્રેડીંગનું કામકાજ કરે છે. ત્રણેક વર્ષ અગાઊ મુકુંદભાઈના વેપારી મિત્ર આનંદભાઈ પટેલને ત્યાં નોકરી કરતા મેહુલ પુરણીયા સાથે ઓળખ થઈ હતી.

ઓનલાઈન કરન્સી બીટ કોઈનમાં રોકાણ કરતા મુકંદભાઈએ તેમના વાડજમાં રહેતા મિત્ર આકાશ વી.પટેલ પાસેથી ૧૦ બીટ કોઈન ખરીદ્યા હતા. આ બીટ કોઈન તેમણે આકાશના જ અમેરિકન કંપની બીટ્રેક્ષના વોલેટમાં રહેવા દીધો હતા. બીટ કોઈન વેચવા હોય તો મુકુંદભાઈ પાસે બીજુ વોલેટ હોવું જરૃરી હતું.

આથી તેમણે ઝેબપે કંપનીમાં વોલેટ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કેવાયસી કલીયરન્સમાં એક સપ્તાહનો સમય લાગે તેમ હોવાથી અને મુકુંદભાઈને બીટ કોઈન વેચવા હોવાથી તેમણે મેહુલ પુરણીયાને વાત કરતા તે ત્રણ વોલેટ વાપરતા હોવાનું કહ્યું હતું.

મુકુંદભાઈએ તેમના બીટ કોઈન વેચવાના હોવાનું અને તે પેટે કમિશન આપશે એમ મેહુલભાઈને કહ્યું હતું. બાદમાં મુકુંદભાઈએ મેહુલભાઈના ત્રણ વોલેટના આઈડી માંગતા તેમણે વોટ્સએપ મારફતે મોકલી આપ્યા હતા. આથી ુમકુંદભાઈએ જેની પાસેથી બીટ કોઈન ખરીદ્યા હતા તે આકાશભાઈએ ૧૨સપ્ટેમ્બર ૨૦૧૭ નાં રોજ ૧૦ બીટ કોઈન મેહુલભાઈના ત્રણેય વોલેટમાં સરખે ભાગે ટ્રાન્સફર કર્યા હતા. તે સમયે એક બીટ કોઈન નો ભાવ રૃ. ૨,૯૨,૦૦૦ હતો.

બીદમાં મુકુંદભાઈએ આ બીટ કોઈ વેચવા જણાવતા મેહુલે ૧૦ બીટ કોઈન પૈકીના ૨.૫૬૧૩૭૮૨૫ ના વેચાયા હોવાનું અને તેની કિંમત રૃ. ૭,૪૯,૦૯૩ હોવાનું કહીને તેનો સ્કિરન શોટ મુકુંદભાઈને મોકલી આપ્યો હતો. બાદમાં મુકંદભાઈએ પુછપરછ કરતા મંહુલે તમામ બીટ કોઈન વેચાઈ ગયાની વાત કરી હતી.

જોકે મંહુલે તેના એકાઊન્ટમાં ૧૦ બીટ કોઈન ટ્રાન્સફર કરાવી વેચી નાંખીને કુલ રૃ. ૨૯,૨૦,૦૦૦ ની છેતરપિંડી કરી હતી.