Home » Gujarat » Bhuj » ભુજમાં 20 દિવસમાં 26 બાળકોના મોત, કલેકટર દ્વારા તપાસના આદેશ

News timeline

Business
9 mins ago

ડિવિડન્ડ યીલ્ડમાં રોકાણની આકર્ષક તક

Gujarat
38 mins ago

ડોક્ટર પાસે ખંડણી માંગનાર ડેપ્યુટી સરપંચ સહિત બંને આરોપી જેલમાં

Ahmedabad
40 mins ago

આણંદ- વઘાસી પાસે બિલ્ડર પર હુમલો ત્રણ શખ્સોનું ફાયરિંગ

Football
1 hour ago

અંતિમ ઘડીમાં કેનના ગોલથી ઇંગ્લેન્ડ જીત્યુ

Ahmedabad
2 hours ago

નરોડા પાટિયા કેસમાં હાઈકોર્ટે દોષિત ઠેરવેલા ત્રણની સજાનું એલાન કરાશે

Delhi
2 hours ago

રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજ દરમાં ફરી વધારો કરાય એવી ધારણા

Breaking News
2 hours ago

IOC અમેરિકન ઉત્પાદકો પાસેથી ક્રૂડ ખરીદવાની તૈયારીમાં

India
2 hours ago

મુંબઇમાં છેલ્લાં ત્રણ વર્ષમાં સૌથી વધુ સ્વચ્છ હવા સોમવારે નોંધાઇ

India
2 hours ago

મુંબઇની ૧,૪૬૮ ઇમારતો આગ સામે સલામત નથી : સ્પેશિયલ સેલનું નિરીક્ષણ

India
2 hours ago

દક્ષિણ ભારતના કેરળ, કર્ણાટક અને ગોવામાં ભારે વરસાદની આશંકા

India
3 hours ago

કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગવાથી સેનાના ઓપરેશનમાં કોઇ ફરક નહી પડે: જનરલ રાઉત

Delhi
3 hours ago

દેશના મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમનું રાજીનામુ

ભુજમાં 20 દિવસમાં 26 બાળકોના મોત, કલેકટર દ્વારા તપાસના આદેશ

ભુજ: અદાણી જી. કે. હૉસ્પિટલ હંમેશાં ચર્ચામાં રહી છે. જયારથી અદાણીને સંચાલન સોંપાયુ ત્યાર પછી બેદરકારીના કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહ્યા છે ત્યારે હવે હૉસ્પિટલમાં ઉપરાઉપરી થઇ રહેલા બાળકોના મોતને લઇને હૉસ્પિટલ સામે ગંભીર આરોપો થઇ રહ્યા છે.

22 તારીખે એક બાળકના મોત બાદ આ મામલો ગરમાયો હતો અને મૃતકના પરિજનો સાથે સ્થાનિક કૉંગ્રેસ નેતાએ વિરોધ નોંધાવ્યો હતો. 23 મી તારીખે આ મુદ્દે વાલીઓ સાથે બાળકોના મોત મામલે વિરોધ પ્રદર્શિત કરી આક્ષેપ કરાયો હતો કે 20 દિવસમાં 26 બાળકોના મોત થયા છે. આ અંગે અદાણીના સંચાલકો સામે વિરોધ નોંધાવી તપાસની માગ સાથે જાગૃતોએ મામલો ગંભીર હોવાનુ જણાવ્યુ હતુ. જો કે, હૉસ્પિટલ સત્તાધીશોએ આક્ષેપો ફગાવવા સાથે બાળકોનો મૃત્યુદર ઘટ્યો હોવાનો ખુલાસો કર્યો હતો, પરંતુ આ મામલાએ વિવાદ પકડતાં હવે જિલ્લા કલેકટર રેમ્યા મોહને તપાસ અહેવાલ મંગાવવા સાથે સંપૂર્ણ ઘટનાની માહિતી સંચાલકો પાસેથી મેળવવાના આદેશ કર્યા છે.

તેની સંપૂર્ણ ચકાસણી બાદ કલેકટર આ મુદ્દે કોઇ કાર્યવાહી કરી શકે છે. આ આક્ષેપોને પગલે ગાંધીનગરથી આરોગ્ય વિભાગની એક ટીમ કચ્છ મોકલવાનું નક્કી કર્યું છે. એક તરફ કચ્છમાં પ્રાથમિક આરોગ્ય સુવિધાનો અભાવ છે. તેવામાં સ્વાભાવિક છે. કે લોકોને અપેક્ષા હોય કે જિલ્લાની મુખ્ય સરકારી હૉસ્પિટલ તેમના માટે આશીર્વાદરૂપ સાબિત થાય, પરંતુ સરકારે જે ઉદ્દેશ સાથે અદાણી ગ્રુપને સંચાલન સોંપ્યુ હતુ તેમાં અદાણી ગ્રુપ ઊણું ઉતર્યું હોવાના પણ આક્ષેપો કૉંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. દરમિયાન છેલ્લા પાંચ મહિનામાં અદાણી જી. કે. હૉસ્પિટલમાં 111 બાળકોના મોત થયા હોવાનુ ં પણ પ્રકાશમાં આવ્યું છે.