Home » Gujarat » તોરણીયામાં ૫૫૦ ગૌવંશના મોત અંગે ઈન્કવાયરી થશે

News timeline

Business
11 mins ago

ડિવિડન્ડ યીલ્ડમાં રોકાણની આકર્ષક તક

Gujarat
39 mins ago

ડોક્ટર પાસે ખંડણી માંગનાર ડેપ્યુટી સરપંચ સહિત બંને આરોપી જેલમાં

Ahmedabad
42 mins ago

આણંદ- વઘાસી પાસે બિલ્ડર પર હુમલો ત્રણ શખ્સોનું ફાયરિંગ

Football
1 hour ago

અંતિમ ઘડીમાં કેનના ગોલથી ઇંગ્લેન્ડ જીત્યુ

Ahmedabad
2 hours ago

નરોડા પાટિયા કેસમાં હાઈકોર્ટે દોષિત ઠેરવેલા ત્રણની સજાનું એલાન કરાશે

Delhi
2 hours ago

રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજ દરમાં ફરી વધારો કરાય એવી ધારણા

Breaking News
2 hours ago

IOC અમેરિકન ઉત્પાદકો પાસેથી ક્રૂડ ખરીદવાની તૈયારીમાં

India
2 hours ago

મુંબઇમાં છેલ્લાં ત્રણ વર્ષમાં સૌથી વધુ સ્વચ્છ હવા સોમવારે નોંધાઇ

India
2 hours ago

મુંબઇની ૧,૪૬૮ ઇમારતો આગ સામે સલામત નથી : સ્પેશિયલ સેલનું નિરીક્ષણ

India
2 hours ago

દક્ષિણ ભારતના કેરળ, કર્ણાટક અને ગોવામાં ભારે વરસાદની આશંકા

India
3 hours ago

કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગવાથી સેનાના ઓપરેશનમાં કોઇ ફરક નહી પડે: જનરલ રાઉત

Delhi
3 hours ago

દેશના મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમનું રાજીનામુ

તોરણીયામાં ૫૫૦ ગૌવંશના મોત અંગે ઈન્કવાયરી થશે

જૂનાગઢ મનપાની સામાન્ય સભામાં પશુના મોતનો મુદ્દો ઉઠયો

જૂનાગઢ- જૂનાગઢ મનપાની સામાન્ય સભામાં આજે તોરણીયા નજીક આવેલી ગૌશાળામાં ૫૫૦ ગાય-ગૌવંશના મોતનો મુદ્દો ઉઠયો હતો અને વિપક્ષના નેતાએ બાબતને ગંભીર ગણાવી ગૌશાળાના માત્ર એક સંચાલક સામે જ પોલીસ ફરિયાદ કરાઈ તે બાબતે સવાલ ઉઠાવ્યા હતા.

તેના પ્રત્યુતરમાં મનપાના સત્તાધિશોએ પશુના મોત માટે જવાબદારોને છોડવામાં નહીં આવે અને તે માટે ઈન્કવાયરી કરવામાં આવશે. જૂનાગઢ મહાપાલિકા કચેરી ખાતે આજે સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં મનપાએ પશુદીઠ ત્રણ હજાર રૃપિયા નિભાવ ખર્ચ ચુકવી ૭૮૯ ગાય-ગૌવંશ તોરણીયા આવેલી ગૌશાળાને આપ્યા હતા. પરંતુ એક વર્ષ દરમ્યાન ૫૫૦ જેટલા પશુના મોત થયા હતા.

આ બાબતને વિપક્ષના નેતા સતિષચંદ્ર વિરડાએ ગંભીર ગણાવી હતી અને માત્ર ગૌશાળાના પ્રમુખ સામે જ જે ફરિયાદ કરી તેના પર સવાલ ઉઠાવ્યા હતા. આ મામલે ડે. મેયર ગિરીશભાઈ કોટેચાએ ઈન્કવાયરી કરી જે જવાબદાર હશે તેની સામે પગલા લેવાશે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત ડ્રાઈવરોની બઢતીના ઓર્ડર રદ થતા તેને ન્યાય મળે તે અંગે ચર્ચા થઈ હતી.

બાદમાં જોષીપરામાં દુકાનો, વોકળા પરની પેશકદમી, ઉપરકોટમાં આવેલા તળાવની સફાઈ કરવા જેવા પ્રશ્નો ઉઠયા હતા. જેમાં વોકળા પરથી દબાણ દૂર કરવા કમિટી બનાવાઈ છે તેમજ ઉપરકોટના તળાવ એક-એક કરી સાફ કરવા નિર્ણય કરાયો હતો.