Home » Breaking News » ખાંભા પાસે મિતિયાણા અભયારણ્યમાં ભીષણ આગ

News timeline

Entertainment
11 mins ago

ઇન્ડિયન-૨માં કમલ હાસન સાથે અભિષેક બચ્ચન રહેશે

Delhi
1 hour ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
1 hour ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
1 hour ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
1 hour ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
1 hour ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
1 hour ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
1 hour ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
2 hours ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
2 hours ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
4 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
5 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

ખાંભા પાસે મિતિયાણા અભયારણ્યમાં ભીષણ આગ

ખાંભા- ખાંભા નજીક ૧૪ કિ.મી. વિસ્તારમાં ફેલાયેલા મિતિયાળા અભયારણયમાં સિંહ, દીપડા, રોઝ, હરણ, ઝરખ, શિયાળ ઉપરાંત   સરીસૃપો અને નાના જીવજંતુઓનો પુષ્કળ વસવાટ છે.  પરિણામે આ વિસ્તારમાં વનતંત્રની ચાંપતી નજર રાખવામાં આવે છે. આમ છતાં આજે વહેલી સવારે ચારેક વાગ્યાનાં અરસામાં મિતિયાળા અભયારણયમાં એકાએક આગ લાગી હતી. આ વિસ્તારમાં ડુંગર ઉપર વાયરલેસની સુવિધા સાથેનો વોચ  ટાવર કાર્યરત હોવાથી તુરંત જ  ફરજ પરના કર્મચારીને ખબર પડતા વનતંત્રની કચેરીએ જાણ કરી દેવાઇ હતી. પરિણામે આરએફઓ અને ડીએફઓ સહિતનો વન વિભાગનો કાફલો ફાયર સેફટીના સાધનો સાથે દોડી આવ્યો હતો અને આગ બુઝાવવા કવાયત હાથ ધરી હતી.

પરંતુ તેજ પવન ફૂંકાતો હોવાથી આગ થોડા જ સમયમાં ૨૫ હેકટર જેટલા જંગલ વિસ્તારમાં પ્રસરી ગઇ હતી.  છેલ્લા ઘણા સમયથી ઘાસ પણ કાપવામાં આવ્યું નહીં હોવાથી વિકરાળ બનેલી આગની ઝપટે અનેક વૃક્ષો પણ ભસ્મીભૂત થઇ ગયા હતા.

૨૫ હેકટર વિસ્તારને ઝપટમંા લેનાર આગ પાંચ કલાકે કાબુમાં આવી હતી.  સિંહ, દીપડા, હરણ જેવા વન્ય પ્રાણીઓ તો સલામત સ્થળે જતાં રહેવા સક્ષમ હોય છે, એટલે તેમને હાનિ પહોંચતી નથી. પરંતુ નાના સરિસૂપ અને જીવજંતુઓનાં મોત થયાની શકયતા છે. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. તપાસ ચાલુ છે.