Home » Gujarat » જામનગરમાં દલિતો દ્વારા ચક્કાજામ, પથ્થરમારો થતા લાઠીચાર્જ

News timeline

Business
9 mins ago

ડિવિડન્ડ યીલ્ડમાં રોકાણની આકર્ષક તક

Gujarat
38 mins ago

ડોક્ટર પાસે ખંડણી માંગનાર ડેપ્યુટી સરપંચ સહિત બંને આરોપી જેલમાં

Ahmedabad
40 mins ago

આણંદ- વઘાસી પાસે બિલ્ડર પર હુમલો ત્રણ શખ્સોનું ફાયરિંગ

Football
1 hour ago

અંતિમ ઘડીમાં કેનના ગોલથી ઇંગ્લેન્ડ જીત્યુ

Ahmedabad
2 hours ago

નરોડા પાટિયા કેસમાં હાઈકોર્ટે દોષિત ઠેરવેલા ત્રણની સજાનું એલાન કરાશે

Delhi
2 hours ago

રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજ દરમાં ફરી વધારો કરાય એવી ધારણા

Breaking News
2 hours ago

IOC અમેરિકન ઉત્પાદકો પાસેથી ક્રૂડ ખરીદવાની તૈયારીમાં

India
2 hours ago

મુંબઇમાં છેલ્લાં ત્રણ વર્ષમાં સૌથી વધુ સ્વચ્છ હવા સોમવારે નોંધાઇ

India
2 hours ago

મુંબઇની ૧,૪૬૮ ઇમારતો આગ સામે સલામત નથી : સ્પેશિયલ સેલનું નિરીક્ષણ

India
2 hours ago

દક્ષિણ ભારતના કેરળ, કર્ણાટક અને ગોવામાં ભારે વરસાદની આશંકા

India
3 hours ago

કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગવાથી સેનાના ઓપરેશનમાં કોઇ ફરક નહી પડે: જનરલ રાઉત

Delhi
3 hours ago

દેશના મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમનું રાજીનામુ

જામનગરમાં દલિતો દ્વારા ચક્કાજામ, પથ્થરમારો થતા લાઠીચાર્જ

દલિત કાર્યકરની અટકાયત, મહાપાલિકાનાં સાઈન બોર્ડમાં તોડફોડ

પોલીસના પાંચ વાહનોનાં અને બે રીક્ષાના ફૂટયા કાચઃ દુકાનો બંધ કરાવાઈ

જામનગર- જામનગરમાં રંગમતી નાગમતી નદીની સફાઈ ખુબ જ ધીમી ગતિએ થતી હોવાના આક્ષેપ સાથે જામનગરના દલીત કાર્યકર દેવશીભાઈ ધુલીયાએ આત્મવિલોપનની ચિમકી આપ્યા પછી વ્હોરાના હજીરા વિસ્તારમાં આત્મવિલોપનનો પ્રયાસ કરવા જતા પોલીસ દ્વારા તેની અટકાયત કરી લેવામાં આવી હતી. જેને લઈને બનાવના સ્થળે હાજર રહેલા કેટલાક ટોળામાં ઉશ્કેરાટ જેવો માહોલ જોવા મળ્યો હતો.

ત્યાર પછી મોડી સાંજે નાગનાથ ગેઈટ સર્કલમાં મહિલાઓ સહિતના ટોળે ટોળા માર્ગ પર ઉતરી આવ્યા હતા અને ટાયરો ગોઠવી દઈ ચક્કાજામ સર્જી દીધા હતા. આસપાસની દુકાનો પણ ટોળાએ ટપોટપ બંધ કરાવી દીધી હતી અને માર્ગ પર બેસી ગયા હતા. આ સમયે ટ્રાફીક અવરોધાયાના અહેવાલને લઈને પોલીસ કાફલો તાબડતોબ નાગનાથ ગેઈટ સર્કલ પાસે પહોંચ્યો હતો.

પોલીસની જુદી જુદી છથી સાત ગાડીઓ ઘટના સ્થળે પહોંચી જે દરમિયાન ટોળાએ પોલીસ પાર્ટી પર પથ્થરમારો કરી દીધો હતો. જેના કારણે પાંચેક જેટલા પોલીસના વાહનોના કાચ તુટી ગયા હતા. જેથી પોલીસ ટુકડી હરકતમાં આવી ગઈ હતી અને પોલીસ દ્વારા ટોળાને વિખેરવા માટે લાઠી ચાર્જ શરૃ કરી દેવાયો હતો. જેના કારણે ભારે નાશભાગ મચી ગઈ હતી અને ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ટોળા દ્વારા કરાયેલા પથ્થરમારામાં એકાદ બે રીક્ષાના કાચ તુટયા છે. ઉપરાંત જામનગર મહાનગરપાલિકાના સાઈન બોર્ડ વગેરેમાં પણ તોડફોડ કરી દેવાઈ હતી. આ ઘટનાને લઈને ફાયરબ્રિગેડ, ૧૦૮ની ટીમ સહિતની અન્ય એજન્સીઓને પણ ઘટના સ્થળે દોડાવી દીધી હતી.