Home » Gujarat » બુલેટ ટ્રેન પ્રોજેકટ સામે કરજણના ૮ ગામોના ખેડૂતોનો વિરોધ

News timeline

Business
10 mins ago

ડિવિડન્ડ યીલ્ડમાં રોકાણની આકર્ષક તક

Gujarat
39 mins ago

ડોક્ટર પાસે ખંડણી માંગનાર ડેપ્યુટી સરપંચ સહિત બંને આરોપી જેલમાં

Ahmedabad
41 mins ago

આણંદ- વઘાસી પાસે બિલ્ડર પર હુમલો ત્રણ શખ્સોનું ફાયરિંગ

Football
1 hour ago

અંતિમ ઘડીમાં કેનના ગોલથી ઇંગ્લેન્ડ જીત્યુ

Ahmedabad
2 hours ago

નરોડા પાટિયા કેસમાં હાઈકોર્ટે દોષિત ઠેરવેલા ત્રણની સજાનું એલાન કરાશે

Delhi
2 hours ago

રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજ દરમાં ફરી વધારો કરાય એવી ધારણા

Breaking News
2 hours ago

IOC અમેરિકન ઉત્પાદકો પાસેથી ક્રૂડ ખરીદવાની તૈયારીમાં

India
2 hours ago

મુંબઇમાં છેલ્લાં ત્રણ વર્ષમાં સૌથી વધુ સ્વચ્છ હવા સોમવારે નોંધાઇ

India
2 hours ago

મુંબઇની ૧,૪૬૮ ઇમારતો આગ સામે સલામત નથી : સ્પેશિયલ સેલનું નિરીક્ષણ

India
2 hours ago

દક્ષિણ ભારતના કેરળ, કર્ણાટક અને ગોવામાં ભારે વરસાદની આશંકા

India
3 hours ago

કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગવાથી સેનાના ઓપરેશનમાં કોઇ ફરક નહી પડે: જનરલ રાઉત

Delhi
3 hours ago

દેશના મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમનું રાજીનામુ

બુલેટ ટ્રેન પ્રોજેકટ સામે કરજણના ૮ ગામોના ખેડૂતોનો વિરોધ

– સરકાર દ્વારા વારંવાર બહાર પાડવામાં આવતા જાહેરનામાથી ખેડૂતો ગુમરાહ થતા હોવાનો આક્ષેપ

કરજણ- મુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેકટમાં જમીન ગુમાવનાર આઠ ગામના ખેડુતોએ કરજણ સેવાસદન કચેરીમાં ખાસ જમીન સંપાદન અધિકારીને વાંધાઓ સાથે આવેદન પત્ર આપી વિરોધ દર્શાવ્યો હતો. કરજણ તાલુકાના ૯૪ ગામો છે. કરજણ તાલુકાનું વડુ અને મુખ્ય મથક છે.

દિલ્હી અમદાવાદ મુંબઇ  બ્રોડગેજ રેલવે લાઇન કરજણ શહેર અને તાલુકાની મધ્યમાંથી પસાર થતી હોય તાલુકો બે ભાગમાં વહેચાયેલો છે જે પૈકીના પશ્ચિમ વિભાગના આઠ ગામોમાંથી મુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ રેસ પ્રોજેકટક પસાર થનાર છે. આ ઉપરાંત અન્ય બે પ્રોજેકટ પણ આ મોટાભાગના ગામોની જમીનમાંથી પસાર થનાર છે, ત્યારે કેટલાક અનુ.જાતિ અને અનુ.જાતિના નાના અને સીમાંત ખેડુતો ખેતવિહોણા પણ થવાની શક્યતા છે.

સરકાર દ્વારા છાસવારે બદલવામાં આવતા અને બહાર પાડવામાં આવતા જાહેરનામાથી ખેડુતો ગુમરાહ થઇ રહ્યા છે. તેમજ સરકાર નીતિ અસ્પષ્ટ જાહેર કરતી હોવાના કારણે ધરતીપુત્રોની મુશ્કેલીઓ વધે છે.  કેન્દ્ર સરકાર દ્વારા મંજુર કરવામાં આવેલ જમીન સંપાદન અધિનિયમ-૨૦૧૩ નેશનલ રીહેબીલેશન એન્ડ રીસટેલમેન્ટ પોલીસીની જોગવાઇઓ લાગુ પડતી હોય તેવા પ્રકારની કોઇ કાર્યવાહી જાહેરનામુ બહાર પડતા પહેલા કરવામાં આવેલ નથી.