Home » India » એરસેલ-મેક્સિસ કેસ : કાર્તિ ચિદમ્બરમ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ

News timeline

Bollywood
12 hours ago

આલિયા રણબીર કપુરને મળવા માટે ન્યુયોર્કમાં પહોંચી

Bollywood
12 hours ago

બેડમિંગ્ટન ટીમ ખરીદશે તાપ્સી પન્નુ

Cricket
15 hours ago

વિન્ડિઝ સામેની બે વન ડેમાં ઉમેશ યાદવનો સમાવેશ

Bollywood
15 hours ago

સાજિદ ખાન ઘટિયા કિસમ કા આદમી હૈ : દિયા મિર્ઝા

Cricket
19 hours ago

હવે સાઉથ આફ્રિકામાં ટી-૨૦ લીગ રમાશે

Cricket
19 hours ago

વિન્ડિઝના કોચ સ્ટુઅર્ટ બે વન ડે માટે સસ્પેન્ડ

Bollywood
19 hours ago

પરિણીતીને હવે એક્સન ફિલ્મો કરવી છે

Gujarat
23 hours ago

પાક વીમો, પોષણક્ષમ ભાવ ન મળતા સૌરાષ્ટ્રના ગામેગામ ખેડૂતોનો વિરોધ

Delhi
24 hours ago

#MeToo: રાહુલ બોલ્યા- સાચો નારો છે “બેટી પઢાઓ BJP નેતાઓથી બચાવો”

Gandhinagar
24 hours ago

રૂપાણી સામે ક્રિમિનલ અને દીવાની દાવો દાખલ કરાશે: શક્તિસિંહ ગોહિલ

World
1 day ago

ભારતીયો આવકનો ૧૦ ટકા ભાગ ચાઈનીઝ ભોજન પાછળ ખર્ચ કરે છે

World
1 day ago

માલદીવ મામલે ચુપ નહીં બેસે ભારત, આપ્યા કાર્યવાહી કરવાના સંકેત

એરસેલ-મેક્સિસ કેસ : કાર્તિ ચિદમ્બરમ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ

નવી દિલ્હી : EDએ એરસેલ-મેક્સિસ ડીલ સાથે સંકળાયેલા મની લૉન્ડ્રિંગના કેસમાં કાર્તિ ચિદમ્બરમ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી દીધી છે. EDએ આ કેસમાં ભૂતપૂર્વ નાણાંમંત્રી પી ચિદમ્બરમના દિકરા વિરુદ્ધ પટિયાલા હાઉસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી દીધી છે. ચાર્જશીટમાં કાર્તિ ચિદમ્બરમ વિરુદ્ધ ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ કાવતરું કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ ચાર્જશીટમાં કેટલીયવાર પી ચિદમ્બરમનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ચાર્જશીટ અનુસાર આ મામલામાં EDએ કુલ 1 કરોડ 16 લાખ 9380 રૂપિયા જપ્ત કર્યા છે. જેમાં 26 લાખ 444 રૂપિયા ફિકસ્ડ ડિપોઝિટના રૂપમાં છે. જ્યારે કાર્તિ ચિદમ્બરમનું એક એકાઉન્ટ સીલ કર્યુ છે જેમાં 90 લાખ રૂપિયા છે. આ ઉપરાંત કાર્તિના એક બીજા એકાઉન્ટને પણ EDએ જપ્ત કરી લીધું છે જેમાં 8,936 રૂપિયા જમા છે. આ પહેલા મંગળવારે એરસેલ-મેક્સિસ ડીલ સાથે સંકળાયેલા મની લૉન્ડ્રિંગના કેસમાં ED દ્વારા ભૂતપૂર્વ નાણાંમંત્રી પી.ચિદમ્બરમની બીજીવાર લગભગ 6 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી. જો કે, ચિદમ્બરમે એકવાર ફરીથી કહ્યુ છે કે તેમણે કોઇ અપરાધ કર્યો નથી.

ઉલ્લેખનીય છે કે ચિદમ્બરમના પુત્ર કાર્તિની પણ ED દ્વારા બેવાર પૂછપરછ કરવામાં આવી છે. ચિદમ્બરમે કહ્યુ હતુ કે એફઆઈઆર નોંધાયા વગર તેમની વિરુદ્ધ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.