Home » India » Delhi » ભૈયુજી મહારાજ આત્મહત્યા કેસમાં આવ્યો નવો વળાંક

News timeline

Business
13 mins ago

ડિવિડન્ડ યીલ્ડમાં રોકાણની આકર્ષક તક

Gujarat
42 mins ago

ડોક્ટર પાસે ખંડણી માંગનાર ડેપ્યુટી સરપંચ સહિત બંને આરોપી જેલમાં

Ahmedabad
44 mins ago

આણંદ- વઘાસી પાસે બિલ્ડર પર હુમલો ત્રણ શખ્સોનું ફાયરિંગ

Football
1 hour ago

અંતિમ ઘડીમાં કેનના ગોલથી ઇંગ્લેન્ડ જીત્યુ

Ahmedabad
2 hours ago

નરોડા પાટિયા કેસમાં હાઈકોર્ટે દોષિત ઠેરવેલા ત્રણની સજાનું એલાન કરાશે

Delhi
2 hours ago

રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજ દરમાં ફરી વધારો કરાય એવી ધારણા

Breaking News
2 hours ago

IOC અમેરિકન ઉત્પાદકો પાસેથી ક્રૂડ ખરીદવાની તૈયારીમાં

India
2 hours ago

મુંબઇમાં છેલ્લાં ત્રણ વર્ષમાં સૌથી વધુ સ્વચ્છ હવા સોમવારે નોંધાઇ

India
2 hours ago

મુંબઇની ૧,૪૬૮ ઇમારતો આગ સામે સલામત નથી : સ્પેશિયલ સેલનું નિરીક્ષણ

India
2 hours ago

દક્ષિણ ભારતના કેરળ, કર્ણાટક અને ગોવામાં ભારે વરસાદની આશંકા

India
3 hours ago

કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગવાથી સેનાના ઓપરેશનમાં કોઇ ફરક નહી પડે: જનરલ રાઉત

Delhi
3 hours ago

દેશના મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમનું રાજીનામુ

ભૈયુજી મહારાજ આત્મહત્યા કેસમાં આવ્યો નવો વળાંક

નવીદિલ્હી : આધ્યાત્મિક ગુરૂ ભૈયુજી મહારાજની આત્મહત્યાને લઈને હવે એક નવો વળાંક આવ્યો છે. પોલીસને વધુ એક સુસાઈડ નોટ મળી આવી છે, જેમાં ભૈયુજીએ તેમની સંપત્તિ તેમના સેવાદાર અને સૌથી નજીકના એવા વિનાયકના નામે કરી દીધી છે.

વિનાયક છેલ્લા 15 વર્ષોથી ભૈયુજી મહારાજની સાથે જ હતાં. તેમને ભૈયુજીની સૌથી નજીકના વ્યક્તિ માનવામાં આવતાં હતાં. સુસાઈડ નોટના બીજા પાને ભૈયુજીએ તેમના આશ્રમ, પ્રોપર્ટી અને નાણાંકિય શક્તિઓની તમામ જવાબદારી વિનાયકને સોંપી દીધી છે.

સુસાઈડ નોટમાં ભૈયુજી મહારાજે લખ્યું છે કે, હું વિનાયક પર વિશ્વાર રાખુ છું. માટે તેને આ તમામ જવાબદારીઓ સોંપુ છું. હું કોઈના પણ દબાણમાં આવ્યાં વગર આ લખી રહ્યો છું. ઉલ્લેખનીય છે કે, જ્યારે ભૈયુજીએ પોતાને ગોળી મારી ત્યારે વિનાયક પણ તેમના ઘરે જ હાજર હતા.

ભૈયુજી મહારાજે ગઈ કાલે બપોરે તેમના ઈંદોર ખાતેના નિવાસસ્થાને લમણે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. તેઓ અનેક રાજકીય હસ્તીઓ સાથે સારા સંબંધો ધરાવતા હતાં. તેમની આત્મહત્યાથી દેશભરમાં સનસનાટી મચી જવા પામી હતી. ગઈ કાલે જ પોલીસને ભૈયુજીની સુસાઈડ નોટ મળી આવી હતી.

ડીઆઈસીએ હરિનારાયણાચારી મિશ્રએ કહ્યું છે કે, સુસાઈડ નોટમાં વિનાયકનો ઉલ્લેખ છે. આ વ્યક્તિ 15-16 વર્ષથી તેમની દેખરેખ કરતો હતો. તેમની સાથે જ રહેતો હતો. આ દિશામાં પણ પોલીસ તપાસ હાથ ધરશે. એવી પણ શક્યતા છે કે, તે વિનાયકને લઈને ભાવનાત્મક રીતે ખુબ જ નજીક રહ્યાં હશે માટે તેનું નામ લખવામાં આવ્યું છે.

પોલીસે ભૈયુજીના મૃતદેહ પાસેથી સુસાઈડ નોટ ઉપરાંત રિવલ્વોર, મોબાઈલ, ટેબ, લેપટોપ, અને ફોન સહિતના 7 વસ્તુઓ કબજે લીધી હતી. આ મામલે તેમના પરિવાર અને આશ્રમ સાથે સંકળાયેલા લોકોની પુછપરછ કરવામાં આવી રહી છે.

પોલીસ તપાસમાં એ વાત પણ સામે આવી છે કે, ભૈયુજી મહારાજે જ્યારે આત્મહત્યા કરી ત્યારે ઘરમાં તેમની માતા, સેવક વિનાયક અને યોગેશ હતાં. ભૈયુજીની પત્ની ડૉ, આયુષી બહાર ગઈ હતી.