Home » India » Delhi » નિર્ભયા કેસ : અપરાધીઓની મૃત્યુદંડની સજા અકબંધ રહી

News timeline

Gujarat
4 mins ago

સ્ટર્લિંગ ગૃપની મિલકતોનું વેચાણ કરી લેણદારોના રૃપિયા ચૂકવાશે

Business
53 mins ago

Stock Market : GSTથી રાહતઃ શેરબજાર શરૂઆતે પો‌ઝ‌િટિવ ખૂલ્યું

Bhuj
1 hour ago

કચ્છમાં પરિવાર પર ઘાતક હુમલો: પુત્રનું મોત, માતા પિતાને ઈજા

Bollywood
2 hours ago

અમિતાભ-તાપ્સીની ફિલ્મ બદલાનું શુટિંગ પુરૃ

Gujarat
2 hours ago

વડોદરામાં ઈમાનદાર ચોર, વાપરીને એ જ જગ્યાએ મૂકી દેતો

Gujarat
3 hours ago

બોટાદમાં યુવકની હત્યા : મૃતકના ભાઈને ઈજા થતાં દવાખાને ખસેડાયો

Cricket
4 hours ago

ઝિમ્બાબ્વેને પાંચમી વન-ડેમાં હરાવી પાકિસ્તાને વ્હાઈટવોશ કર્યો

Columns
4 hours ago

ક્રોએશિયા : ખેલદિલીની નવી મિશાલ

Delhi
5 hours ago

AAPના 2 MLAને કેનેડામાં ઘુસવા જ ના દેવાયા, એરપોર્ટ પરથી રવાના કરી દીધા

Canada
6 hours ago

ઓટાવાએ ઈન્વેસ્ટ ઈન કેનેડા હબમાંથી “હબ” શબ્દ કાઢવા ૨૪,૦૦૦ ડોલર ખર્ચ્યા

Beauty
7 hours ago

ચહેરા પરના અણગમતા વાળને દૂર કરવા બેસ્ટ છે આ ઉપાય

Food
7 hours ago

હોટ એન્ડ સોર સૂપ

નિર્ભયા કેસ : અપરાધીઓની મૃત્યુદંડની સજા અકબંધ રહી

નવીદિલ્હી :   સમગ્ર દેશને હચમચાવી મુકનાર નિર્ભયા ગેંગરેપ અને મર્ડરના ચર્ચાસ્પદ મામલામાં અપરાધીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી રિવ્યુ પિટિશનને સુપ્રીમ કોર્ટે આજે ફગાવી દીધી હતી અને અપરાધીઓની મૃત્યુદંડની સજા અકબંધ રાખી હતી. આ પહેલા સુપ્રીમ કોર્ટે ચોથી મેના દિવસે અપરાધી પવન, વિનય અને મુકેશની ફેરવિચારણા અરજી ઉપર ચુકાદો અનામત રાખ્યો હતો. ચોથા અપરાધી અક્ષય દ્વારા ફેરવિચારણા અરજી દાખલ કરવામાં આવી ન હતી. સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ હવે આ અપરાધીઓ પાસે માત્ર બે વિકલ્પ રહી ગયા છે જે પૈકી એક ક્યુરેટિવ પિટિશન અને બીજી રાષ્ટ્રપતિની પાસે દયાની અરજીનો સમાવેશ થાય છે. સોમવારના દિવસે એટલે કે આજે સુનાવણી વેળા નિર્ભયાના પરિવારના સભ્યો કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા.

સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, રિવ્યુ માટે કોઇપણ ગ્રાઉન્ડ નથી. જે મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે તેમાં કોઇ આધાર દેખાતા નથી. સુપ્રીમ કોર્ટે પિટિશનને ફગાવી દીધી હતી. આ પહેલા સુપ્રીમ કોર્ટે પાંચમી મે ૨૦૧૭ના દિવસે નિર્ભયા કેસમાં ચારેય દોષિતો મુકેશ, અક્ષય, વિનય અને પવનને દિલ્હી હાઈકોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી મૃત્યુદંડની સજાને યોગ્ય ઠેરવી હતી તે વખતે સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, આ મામલે રેરેસ્ટ ઓફ રેર છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે, પીડિતાએ છેલ્લી ઘડીએ જે નિવેદન આપ્યું હતું તે ખુબ મહત્વપર્ણ અને સૌથી મહત્વપૂર્ણ કડી તરીકે છે. આ સમગ્ર મામલાથી દેશ હચમચી ઉઠયો હતો. ચીફ જસ્ટિસ દિપક મિશ્રાના નેતૃત્વમાં બેંચે ચારેય અપરાધીઓને મૃત્યુદંડની સજા ફટકારી હતી. ત્યારબાદ આ અપરાધીઓએ એક એક કરીને રિવ્યુ પિટિશન દાખલ કરી હતી. નિયમ મુજબ રિવ્યુ પિટિશનની ઓપન કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી.

ચોથી મે ૨૦૧૮ના દિવસે ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો. આજના ચુકાદા બાદ તમામ લોકો તરફથી સુપ્રીમના ચુકાદાનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આ કેસમાં સરકારી વકીલો તરફથી દોષિતોને ફાંસી આપવાની માંગ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દિપક મિશ્રા, જસ્ટિસ અશોક ભુષણ, જસ્ટિસ આર ભાનુમતિની બેંચ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આ અપરાધીઓ સામે ખુબ જ નક્કર પુરાવા રહેલા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૬ અને ૧૭ ડિસેમ્બર ૨૦૧૨ના દિવસે અડધીરાત્રે પેરામેડિકલની આ વિદ્યાર્થીની ગેંગરેપનો શિકાર થઇ હતી.

ચાલતી બસમાં દક્ષિણ દિલ્હીમાં તેના ઉપર ગેંગરેપ કરવામાં આવ્યો હતો. છ લોકો દ્વારા તેના ઉપર ગેંગરેપ કરાયો હતો. અમાનવીયરીતે ગેંગરેપ કરાયા બાદ તેને નિર્દયરીતે માર મારીને ફેંકી દેવામાં આવી હતી. ૨૯મી ડિસેમ્બર ૨૦૧૨ના દિવસે સિંગાપોરમાં માઉન્ટ એલિઝાબેથ હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું હતું. આ કેસમાં અપરાધીઓ પૈકીના એક રામસિંહને તિહાર જેલમાં આત્મહત્યા કરી લીધી હતી. અન્ય એક કિશોર આરોપી જેને જુએનાઇલ જસ્ટિસ બોર્ડ દ્વારા અપરાધી ઠેરવવામાં આવ્યો હતો. તેને ત્રણ વર્ષની સજા પુરી કરી લીધા બાદ રિફોર્મેશન હોમમાંથી હાલમાં જ મુક્ત કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ચુકાદો અકબંધ રાખ્યા બાદ સ્પષ્ટપણે કહ્યું હતું કે, ફેરવિચારણા મુદ્દે કોઇ મુદ્દો રહેતો નથી. બચાવ પક્ષના વકીલ એપીસિંહે કહ્યું હતું કે, પવન અને વિનય તરફથી રિવ્યુ પિટિશન પર દલીલો કરવામાં આવી હતી. મુકેશ તરફથી ઉપસ્થિત થયેલા વકીલ એમએન શર્માએ રિવ્યુ પિટિશન કરીને દલીલો કરી હતી.