Home » India » અમરનાથની યાત્રા ફરીવાર શરૃ : ૬૧૬૨ શ્રદ્ધાળુ રવાના

News timeline

Gujarat
2 mins ago

સ્ટર્લિંગ ગૃપની મિલકતોનું વેચાણ કરી લેણદારોના રૃપિયા ચૂકવાશે

Business
50 mins ago

Stock Market : GSTથી રાહતઃ શેરબજાર શરૂઆતે પો‌ઝ‌િટિવ ખૂલ્યું

Bhuj
1 hour ago

કચ્છમાં પરિવાર પર ઘાતક હુમલો: પુત્રનું મોત, માતા પિતાને ઈજા

Bollywood
2 hours ago

અમિતાભ-તાપ્સીની ફિલ્મ બદલાનું શુટિંગ પુરૃ

Gujarat
2 hours ago

વડોદરામાં ઈમાનદાર ચોર, વાપરીને એ જ જગ્યાએ મૂકી દેતો

Gujarat
3 hours ago

બોટાદમાં યુવકની હત્યા : મૃતકના ભાઈને ઈજા થતાં દવાખાને ખસેડાયો

Cricket
4 hours ago

ઝિમ્બાબ્વેને પાંચમી વન-ડેમાં હરાવી પાકિસ્તાને વ્હાઈટવોશ કર્યો

Columns
4 hours ago

ક્રોએશિયા : ખેલદિલીની નવી મિશાલ

Delhi
5 hours ago

AAPના 2 MLAને કેનેડામાં ઘુસવા જ ના દેવાયા, એરપોર્ટ પરથી રવાના કરી દીધા

Canada
6 hours ago

ઓટાવાએ ઈન્વેસ્ટ ઈન કેનેડા હબમાંથી “હબ” શબ્દ કાઢવા ૨૪,૦૦૦ ડોલર ખર્ચ્યા

Beauty
7 hours ago

ચહેરા પરના અણગમતા વાળને દૂર કરવા બેસ્ટ છે આ ઉપાય

Food
7 hours ago

હોટ એન્ડ સોર સૂપ

અમરનાથની યાત્રા ફરીવાર શરૃ : ૬૧૬૨ શ્રદ્ધાળુ રવાના

શ્રીનગર  :   ર્વાિષક અમરનાથ યાત્રા રવિવારના દિવસે સુરક્ષાના કારણોસર બંધ રાખવામાં આવ્યા બાદ આજે ફરી શરૃ કરવામાં આવી હતી. આની સાથે જ શ્રદ્ધાળુઓને મોટી રાહત થઇ હતી. જુદા જુદા કારણોસર છેલ્લે કેટલાક દિવસથી યાત્રા બંધ રાખવામાં આવ્યા બાદ લોકો અટવાઈ પડયા હતા. ૨૪મી જૂન બાદથી ૯૪૪૧૨ શ્રદ્ધાળુ દર્શન કરી ચુક્યા છે. હિઝબુલના ત્રાસવાદી બુરહાન વાનીની બીજી વરસીના દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ થવાની દહેશતના કારણે અમરનાથ યાત્રા એક દિવસ માટે બંધ રાખવામાં આવી હતી. યાત્રા ફરી શરૃ થતાં શ્રદ્ધાળુઓને રાહત થઇ છે.

૧૩૬૦ મહિલાઓ અને ૨૨૨ સાધુ સંતો સહિત ૬૧૬૨ શ્રદ્ધાળુઓની નવી ટુકડી આજે બાલતાલ અને પહેલગામના બે બેઝ કેમ્પ માટે રવાના થઇ હતી. સઘન સુરક્ષા વચ્ચે આજે વહેલી પરોઢે ભગવતીનગર બેઝકેમ્પથી બે કાફલામાં આ શ્રદ્ધાળુઓ રવાના થયા હતા. જમ્મુ-શ્રીનગર હાઈવે પર પણ ટ્રાફિકને ખોલી દેવામાં આવ્યો છે. ૩૧૬૩ શ્રદ્ધાળુ પહેલગામ બેઝથી યાત્રા કરી રહ્યા છે જ્યારે ૨૯૯૯ શ્રદ્ધાળુ બાલતાલ ટ્રેકથી રવાના થઇ રહ્યા છે. ૨૩૪ વાહનોમાં શ્રદ્ધાળુઓ રવાના થયા છે. આજે નવો કાફલો રવાના થયો હતો. શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ભારે વરસાદ. ખરાબ હવામાન અને છેલ્લે કુખ્યાત ત્રાસવાદી બુરહાન વાનીની વરસીને ધ્યાનમાં લઇને સુરક્ષા કારણોસર અમરનાથ યાત્રા બંધ રાખવામાં આવી હતી. જો કે આજે સવારે સઘન સુરક્ષા વચ્ચે શ્રદ્ધાળુઓનો નવો કાફલો રવાના થયો હતો. બાલટાલ અને પહેલગામ બેઝ કેમ્પમાં પહેલાથી જ રહેલા શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવ્યા છે. યાત્રાના ૧૧માં દિવસે ૧૧૨૮૨ શ્રદ્ધાળુઓ

દ્વારા દર્શન કરવામાં આવ્યા હતા. આની સાથે જ દર્શન કરનાર શ્રદ્ધાળુઓની સંખ્યા વધીને હવે ૯૪૪૧૨ સુધી પહોંચી ગઇ છે.૨૮મી જૂનના દિવસે અમરનાથ યાત્રાની શરૃઆત થઇ હતી. ત્યારબાદથી સતત વરસાદ થવાના કારણે યાત્રામાં વારંવાર અડચણો આવી રહી છે. ૩૦મી જૂનના દિવસે દિવસ દરમિયાન યાત્રાને રોકવામાં આવી હતી. બે મહિના સુધી ચાલનાર આ યાત્રામાં બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ નોંધણી કરાવી ચુક્યા છે. ૨૬મી ઓગસ્ટના દિવસે અમરનાથ યાત્રા પૂર્ણ થનાર છે. આ વખતે આતંકવાદી હુમલાની દહેશતને ધ્યાનમાં લઇને સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. સુરક્ષા જવાનોને પણ શ્રદ્ધાળુઓની સાથે રાખવામાં આવ્યા છે.

અમરનાથ યાત્રામાં હજુ સુધી જુદા જુદા કારણોસર કુલ ૧૩ના મોત થયા છે. આ વખતે અન્ય વર્ષોની સરખામણીમાં વધારે સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. અમરનાથ યાત્રીઓની સંખ્યામાં પહેલાની સરખામણીમાં વધારો થાય તે માટે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ગંભીરરીતે ધ્યાન આપી રહ્યા છે. બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહેલાથી જ નોંધણી કરાવી ચુક્યા છે. અમરનાથ ગુફા તરફ દોરી જતાં બાલતાલ માર્ગ ઉપર ભારે વરસાદના લીધે હાલત કફોડી બનેલી છે. ભારે વરસાદના પરિણામ સ્વરુપે બાલતાલ કેમ્પથી ૧૪ કિલોમીટરના અંતરને પાર કરવાની બાબત હમેશા પડકારરુપ રહે છે. ભારે વરસાદ અને પ્રતિકુળ સંજોગો હાલમાં સર્જાયેલા છે.