Home » India » મુંબઈમાં ભારે વરસાદથી પુર જેવી સ્થિતિ : જનજીવન ઠપ્પ

News timeline

Gujarat
5 mins ago

સ્ટર્લિંગ ગૃપની મિલકતોનું વેચાણ કરી લેણદારોના રૃપિયા ચૂકવાશે

Business
53 mins ago

Stock Market : GSTથી રાહતઃ શેરબજાર શરૂઆતે પો‌ઝ‌િટિવ ખૂલ્યું

Bhuj
1 hour ago

કચ્છમાં પરિવાર પર ઘાતક હુમલો: પુત્રનું મોત, માતા પિતાને ઈજા

Bollywood
2 hours ago

અમિતાભ-તાપ્સીની ફિલ્મ બદલાનું શુટિંગ પુરૃ

Gujarat
2 hours ago

વડોદરામાં ઈમાનદાર ચોર, વાપરીને એ જ જગ્યાએ મૂકી દેતો

Gujarat
3 hours ago

બોટાદમાં યુવકની હત્યા : મૃતકના ભાઈને ઈજા થતાં દવાખાને ખસેડાયો

Cricket
4 hours ago

ઝિમ્બાબ્વેને પાંચમી વન-ડેમાં હરાવી પાકિસ્તાને વ્હાઈટવોશ કર્યો

Columns
4 hours ago

ક્રોએશિયા : ખેલદિલીની નવી મિશાલ

Delhi
5 hours ago

AAPના 2 MLAને કેનેડામાં ઘુસવા જ ના દેવાયા, એરપોર્ટ પરથી રવાના કરી દીધા

Canada
6 hours ago

ઓટાવાએ ઈન્વેસ્ટ ઈન કેનેડા હબમાંથી “હબ” શબ્દ કાઢવા ૨૪,૦૦૦ ડોલર ખર્ચ્યા

Beauty
7 hours ago

ચહેરા પરના અણગમતા વાળને દૂર કરવા બેસ્ટ છે આ ઉપાય

Food
7 hours ago

હોટ એન્ડ સોર સૂપ

મુંબઈમાં ભારે વરસાદથી પુર જેવી સ્થિતિ : જનજીવન ઠપ્પ

મુંબઇ  :   દેશના વાણિજ્ય પાટનગર ગણાતા મુંબઈમાં અતિભારે વરસાદના કારણે જનજીવન સતત ખોરવાઈ ગયું છે. મુંબઈની લાઇફ ભારે વરસાદના કારણે રોકાઈ ગઈ છે. સતત વરસાદના કારણે પુર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. ટ્રેન સેવા ખોરવાઈ ગઇ છે. વાહન વ્યવહાર ઠપ થઇ ગયું છે. સ્કુલ અને કોલેજોને બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. લોકલ ટ્રેન સેવા ખોરવાતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મુંબઈ સિઝનના સૌથી ભારે વરસાદથી બેહાલ છે. બે દિવસથી વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર થઇ ગયા છે. માર્ગોથી લઇને ઓવરબ્રિજ અને કોમ્પ્લેક્ષ સંકુલોમાં પાણી ભરાઈ ગયા છે. રેલવે ટ્રેક ઉપર પણ પાણી ફરી વળ્યા છે. મુંબઈની લાઇફલાઈન સમાન ગણાતી લોકલ ટ્રેન સેવાની ગતિ બંધ જેવી થઇ ગઇ છે.

મહારાષ્ટ્રના શિક્ષણમંત્રીએ સ્કુલ કોલેજોમાં રજાની જાહેરાત કરી દીધી છે. માર્ગો ઉપર પડેલા ભુવાઓના કારણે મુશ્કેલી સર્જાઈ રહી છે. આ ભુવાઓ જીવલેણ સાબિત થઇ રહ્યા છે. માર્ગ અકસ્માતમાં હાલમાં જ એક બાઈક ઉપર બેઠેલી મહિલાનું મોત થઇ ગયું છે. રસ્તા ઉપર પાણી નજરે પડે છે અને તે જ વખતે વિડિયોમાં બાઈક ઉછળે છે જેમાં મહિલાનું મોત થઇ જાય છે. આ વિડિયોથી ખળભળાટ મચી ગયો છે. કુર્લા અને નાળાસુપારા વિસ્તારમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાઈ ગયું છે. ટ્રેન સેવાઓએ ખોરવાઈ ગઈ છે. હવામાન વિભાગે માહિતી આપતા કહ્યું છે કે, છેલ્લા ૨૪ કલાકમાં સાત ઇંચથી વધુ વરસાદ થયો છે. દહાણુમાં ૩૦૮ મીમી વરસાદ થયો છે. એકબાજુ માર્ગો પર પાણી ભરાઈ જવાના કારણે જનજીવન ખોરવાઈ પડયું છે. રેલવે સ્કાયવોક ઉપર પણ પાણી ફરી વળ્યા છે. સ્કુલ અને કોલેજોમાં જતા વિદ્યાર્થીઓ આજે નિકળ્યા ન હતા. કુર્લા, થાણે, અંધેરી, સાયન, માટુંગા, ધારાવી, ભિવંડી, કલ્યાણમાં માર્ગો ઉપર પુર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. લોકોને ઘરમાં રહેવા માટેની સલાહ આપવામાં આવી છે. બેસ્ટ બસોના રસ્તા બદલી દેવામાં આવ્યા છે.

કેટલીક બસોને બંધ પણ કરી દેવામાં આવી છે. ભારે વરસાદના કારણે તમામ ટ્રેનો ધીમીગતિએ દોડી રહી છે. પશ્ચિમ રેલવેએ કહ્યું છે કે, નાલાસોપારામાં ટ્રેક ઉપર ૧૮૦ મિલીમીટર સુધી પાણી હોવાના કારણે આ ટ્રેક ઉપર ટ્રેનોને રોકી દેવામાં આવી છે. ઉપનગરીય લાઇન ઉપર પણ ટ્રેનો રોકવામાં આવી છે. બાકી લાઈનો ઉપર ટ્રેન ધીમીગતિએ ચાલી રહી છે. સેન્ટ્રલ રેલવેને હજુ સુધી કોઇ અસર થઇ નથી પરંતુ થાણે અને કલવા વચ્ચે ટ્રેનના ટ્રેક ઉપર ભારે પાણી ભરાઈ ગયા છે જેથી ટ્રેન સેવા રોકી દેવામાં આવી છે. પશ્ચિમ રેલવેએ દાદર, માટુંગા, ગોરેગાંવ અને બીજા સ્ટેસનો પર ટ્રેક પરથી પાણીને દૂર કરવા હેવી ડયુટી પંપ લગાવવામાં આવ્યા છે. આનાથી પાણી બહાર કાઢવામાં આવી રહ્યા છે. મુંબઈમાં અતિભારે વરસાદના કારણે છેલ્લા કેટલાક દિવસથી લોકોની હાલત કફોડી બનેલી છે. સિઝનમાં સૌથી ભારે વરસાદ પડયો હોવાના અહેવાલ મળ્યા છે. મુંબઈમાં ભારે વરસાદથી હજુ રાહત મળે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. બીએમસીની તૈયારીની પોલ ખુલી ગઈ છે. બીએમસી દ્વારા મોનસુન સિઝન પહેલા દાવો કરવામાં આવ્યો હતો કે, વરસાદમાં આ વખતે કોઇપણ જગ્યાએ પાણી ભરાશે નહીં પરંતુ ટુંકાગાળાની અંદર જ બીએમસીની પોલ ખુલી ગઈ છે. રસ્તા પર પડી ગયેલા ગાબડા અને સાથે સાથે મોટા ભુવા જીવલેણ સાબિત થઇ રહ્યા છે.આગામી પાંચ દિવસ દરમિયાન અતિભારે વરસાદની ચેતવણી તંત્ર દ્વારા જારી કરવામાં આવી છે. આજે ભારે વરસાદના કારણે અનેક જગ્યાઓએ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. મુંબઈ ઉપરાંત મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થઇ રહ્યો છે. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે અને અન્ય જગ્યા પર લોકો અટવાયા હતા.

જો કે, બચાવ અને રાહત કામગીરી ઘણા વિસ્તારમાં હાથ ધરવામાં આવી છે. એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. મુંબઈમાં તમામ નિચાણવાલા વિસ્તારો જળબંબાકાર રહ્યા હતા. ઉપનગરીય ટ્રેન સેવાને પણ અસર થઇ હતી. સેન્ટ્રલ રેલવેએ માહિતી આપતા કહ્યું છે કે સવારે થોડાક સમય સુધી લોકલ ટ્રેનને બંધ રાખવામાં આવ્યા બાદ ટ્રેન સેવા ફરી શરૃ કરી દેવામાં આવી છે પરંતુ સેન્ટ્રલ રેલવે દ્વારા લાંબ અંતરની અનેક ટ્રેનોને ડાયવર્ટ કરી દીધી છે. કેટલીક ટ્રેનો રદ પણ કરાઈ છે. હિંદમાતા, ભાંડુપ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સોમવાર અને મંગળવારના દિવસે પણ ભારે વરસાદ જારી રહેવાની ચેતવણી જારી કરાઈ છે. હવામાન વિભાગની ચેતવણી બાદ બીએમસી દ્વારા સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. બસ સેવાને પણ માઠી અસર થઇ છે. સાથે સાથે મુંબઈની લાઇફલાઈન સમાન ગણાતા લોકલ ટ્રેન સેવાને પણ અસર થઇ છે.