Home » India » Delhi » તાજ મહેલને સંરક્ષણ આપો અથવા બંધ કરો કે ધ્વંસ કરો: સુપ્રીમ કોર્ટ

News timeline

Gujarat
6 mins ago

સ્ટર્લિંગ ગૃપની મિલકતોનું વેચાણ કરી લેણદારોના રૃપિયા ચૂકવાશે

Business
54 mins ago

Stock Market : GSTથી રાહતઃ શેરબજાર શરૂઆતે પો‌ઝ‌િટિવ ખૂલ્યું

Bhuj
1 hour ago

કચ્છમાં પરિવાર પર ઘાતક હુમલો: પુત્રનું મોત, માતા પિતાને ઈજા

Bollywood
2 hours ago

અમિતાભ-તાપ્સીની ફિલ્મ બદલાનું શુટિંગ પુરૃ

Gujarat
2 hours ago

વડોદરામાં ઈમાનદાર ચોર, વાપરીને એ જ જગ્યાએ મૂકી દેતો

Gujarat
3 hours ago

બોટાદમાં યુવકની હત્યા : મૃતકના ભાઈને ઈજા થતાં દવાખાને ખસેડાયો

Cricket
4 hours ago

ઝિમ્બાબ્વેને પાંચમી વન-ડેમાં હરાવી પાકિસ્તાને વ્હાઈટવોશ કર્યો

Columns
4 hours ago

ક્રોએશિયા : ખેલદિલીની નવી મિશાલ

Delhi
5 hours ago

AAPના 2 MLAને કેનેડામાં ઘુસવા જ ના દેવાયા, એરપોર્ટ પરથી રવાના કરી દીધા

Canada
6 hours ago

ઓટાવાએ ઈન્વેસ્ટ ઈન કેનેડા હબમાંથી “હબ” શબ્દ કાઢવા ૨૪,૦૦૦ ડોલર ખર્ચ્યા

Beauty
7 hours ago

ચહેરા પરના અણગમતા વાળને દૂર કરવા બેસ્ટ છે આ ઉપાય

Food
7 hours ago

હોટ એન્ડ સોર સૂપ

તાજ મહેલને સંરક્ષણ આપો અથવા બંધ કરો કે ધ્વંસ કરો: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી :  સુપ્રીમ કોર્ટે તાજ મહેલને લઇને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે. કોર્ટે કહ્યું કે, તાજને સંરક્ષણ આપો અથવા બંધ કરો કે ધ્વંસ કરી દો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, એફિલ ટાવરને જોવા 80 મિલિયન લોકો આવે છે, જ્યારે તાજ મહેલને જોવા મિલિયન. કોર્ટે કહ્યું તમે તાજ મહેલને લઇને ગંભીર નથી અને ના તો તમને તેની પરવા છે. આપણો તાજ વધારે સુંદર છે અને તમે પ્રવાસીઓને લઇને ગંભીર નથી. આ દેશનું નુંકસાન છે, તાજ મહેલને લઇને ઘોર ઉદાસીનતા છે.

સુપ્રીમે કહ્યું કે, જો ધ્યાન રાખવામાં આવ્યું હોત તો વિદેશી હૂંડિયામણની મુશ્કેલી દુર થઇ શકી હોત. સુપ્રીમે ફરી સવાલ ઉભો કર્યો કે, TTZ (તાજ ટ્રેપેજિયમ ઝોન) એરિયામાં ઉદ્યોગ લગાવવા માટે લોકો અરજી કરી રહ્યાં છે અને તેમની અરજીઓ પર વિચાર થઇ રહ્યાં છે. આ આદેશોનું ઉલ્લંઘન છે. સુપ્રીમે પોતાના આદેશમાં કહ્યું કે TTZએ કેટલાક નવી ફેક્ટરીઓની અરજી પર વિચાર કરી રહી છે. સુપ્રીમ કોર્ટે TTZના ચેરમેનને નોટીસ મોકલી છે.

TTZના પ્રમુખને સુપ્રીમ કોર્ટેમાં હાજર કર્યા. જ્યારે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, MOEFએ એક કમિટિનું ગઠન કર્યું છે, જે તે બાબત જોશે કે તાજ મહેલ કેટલો અને ક્યા કારણોથી પ્રદુષિત થયો છે. કેન્દ્રએ તેમ પણ  કહ્યું છે કે, તાજ મહેલ આસપાસના વિસ્તારોમાં પ્રદુષણને લઇને અવલોકન કરશે. કમિટિનો રિપોર્ટ 4 મહિનાની અંદર આવી જશે જે બાદ તે નક્કી કરવામાં આવશે કે શું કોઇ વિદેશી એક્સપર્ટને કમિટિમાં સામેલ કરવાની જરૂર છે કે નહી.