Home » India » Delhi » દિલ્હીમાં ISનું મોટું ષડ્યંત્ર નાકામ, સુરક્ષા એજન્સીઓએ આત્મઘાતી હુમલાને ઝડપ્યો

News timeline

Gandhinagar
1 day ago

ભાજપના નેતાઓ અન્ય રાજ્યોમાં ચૂંટણી પ્રચાર માટે જવા રાજી નથી

Business
1 day ago

ફ્લિપકાર્ટના CEO, ચેરમેન પદેથી બિન્ની બંસલનું રાજીનામું

Ahmedabad
1 day ago

છારાનગર પોલીસ દમન કેસમાં JCP, DCP અને PI વિરુધ્ધ વોરંટ

Business
1 day ago

PSBsમાંથી નોમિની દૂર કરવા RBI માંગણી કરશે

Breaking News
1 day ago

ટોપ-5 કંપનીઓના માર્કેટકેપમાં 26,157 કરોડનો ઉછાળો

Beauty
1 day ago

ચહેરા પર બ્લીચ કરતી વખતે ધ્યાનમાં રાખો આ ખાસ બાબતો

Breaking News
1 day ago

ટ્રમ્પની ટ્વિટથી ક્રૂડ તૂટીને 9 મહિનાના તળિયે

Business
1 day ago

USમાં કેસના કારણે સન ફાર્માને 219 કરોડની ખોટ

Breaking News
1 day ago

ઈ-કોમર્સ કંપનીઓએ ભારે વ્યાજ સાથે ચૂકવવી પડશે પેનલ્ટી

Ahmedabad
1 day ago

એલિસબ્રિજના યુવકે રિવોલ્વર બતાવી કહ્યું સબંધ નહી રાખે તો મારી નાખીશ

Delhi
1 day ago

1 વર્ષમાં ડિજિટલ પેમેન્ટમાં 100 ટકાનો વધારો

Top News
2 days ago

કેલિફોર્નિયાની વિનાશક આગનો મૃત્યુઆંક વધીને 42ને પાર: અનેક લોકો લાપતા

દિલ્હીમાં ISનું મોટું ષડ્યંત્ર નાકામ, સુરક્ષા એજન્સીઓએ આત્મઘાતી હુમલાને ઝડપ્યો

નવી દિલ્હી : ભારતીય સુરક્ષા એજન્સીઓએ પોતાના સાહસ અને શક્તિનો પરીચય આપતા એક સાહસિક કાઉન્ટર ઇન્ટેલિજેન્સ ઓપરેશનમાં ISનું એક મોટું ષડ્યંત્ર નાકામ કર્યું છે. આ ષડ્યંત્ર હેઠળ અફઘાનિસ્તાનના આત્મઘાતી હુમલાખોરો દ્વારા નવી દિલ્હીમાં મોટા આતંકી ષડ્યંત્ર રચવામાં આવ્યું હતું. જો કે, ભારતે તેના બદઇરાદા પર પાણી ફેરવી દીધું. આ ષડ્યંત્રને આતંકીઓએ ઇન્ડિયન ‘પ્લાન્ટ’ નામ આપ્યું હતું અને તે હેઠળ તેઓ ISના આત્મઘાતી હુમલાખોરોને ભારત મોકલવા અને રાજધાનીમાં તેના રહેવાની વ્યવસ્થા કરવામાં સફળ રહ્યાં હતા.

આ મામલે ભારતીય એજન્સીઓએ નવી દિલ્હીમાં સપ્ટેમ્બર-2017માં ધરપકડ કરી, પરંતુ મુખ્ય રાજદ્વારી અને ઇન્ટેલિજેંન્સ સુત્રોએ હવે તે કન્ફર્મ કર્યું છે. મળતી માહિતી મુજબ અફઘાનિસ્તાન, દુબઇ અને નવી દિલ્હીમાં લગભગ 18 માસના લાંબા મોનિરીંગ અભિયાન બાદ ગૃપ્તચર વિભાગને તે જાણકારી મળી કે, 12 IS ઓપરેટિવનું એક દળને પાકિસ્તાનમાં ટ્રેનિંગ બાદ બોંબ ધડાકા માટે મોકલવામાં આવ્યા છે.

આ તમામ અફઘાનિસ્તાનના નાગરિક છે અને તેમની ઉંમર 20 વર્ષની આજુબાજુની છે. જે આત્મઘાતી હુમલાખોરને દિલ્હી મોકલવામાં આવ્યા તે એક ધનિક કારોબારીનો પુત્ર છે. અંડરકવર મિશન હેઠળ તેણે દિલ્હી-ફરીદાબાદ હાઇ-વે પર આવેલી એક એન્જીનિયરીંગ કોલેજમાં એડમિશન લીધું. શરૂઆતમાં તે કોલેજની હોસ્ટેલમાં રહ્યો પછીથી તે લાજપત નગરમાં એક ફ્લેટ ભાડે લીધો. આ મામલની તપાસ માટે એક મહિના સુધી લગભગ 80 લોકોને તૈનાત કરવામાં આવ્યા જેથી આ આત્મઘાતી હુમલાખોર ક્યાંય ગાયબ થઇ શકે નહી.