Home » India » કેરળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી ભારે તબાહી, 22 લોકોના મોત

News timeline

Delhi
19 hours ago

મધ્ય પ્રદેશમાં કમલનાથ પર કળશ, રાજસ્થાન પર સસ્પેન્સ યથાવત્

Headline News
1 day ago

ફ્રાંસ: બંદૂકધારી હુમલાખોરે બજારમાં ભીડ ઉપર કર્યો ગોળીબાર, ત્રણ લોકોના મોત

Bollywood
2 days ago

ભણસાલી સાથે કોઇ ફિલ્મ નથી કરતી : અનુષ્કા

Cricket
2 days ago

પર્થમાં ઓસ્ટ્રેલિયા મજબૂત દેખાવ કરશે : રિકી પોન્ટિંગ

Gujarat
2 days ago

સુરતના વેપારીને મારવા રૂા.3 લાખમાં ઉત્તરપ્રદેશથી ભાડાના હત્યારા બોલાવ્યા

Gujarat
2 days ago

પૂર્વ સાંસદનો પત્ર, કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાવવા તૈયાર

Cricket
2 days ago

ટેસ્ટ રેંકિંગમાં પુજારા ટોપ પાંચમાં : કોહલી ટોપ પર

Bollywood
2 days ago

કંગના અને રિતિકની ફિલ્મ એક દિવસે રજૂ નહીં થાય

Gandhinagar
2 days ago

લોકરક્ષક પેપર લિકનું કાવતરું આશ્રમ રોડની હોટલમાં રચાયું હતું

Breaking News
2 days ago

સુરત: વરઘોડામાં હવામાં ફાયરીંગ કરતા નીકળેલી ગોળી મહિલાને વાગતા મોત

Delhi
2 days ago

ભાજપની નકારાત્મક રાજનીતિની હાર થઈ છેઃ સોનિયા ગાંધી

Headline News
2 days ago

બ્રેક્ઝિટ સમજૂતિ પર સંસદમાં મતદાન માટે તૈયાર: થેરેસા મે

કેરળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી ભારે તબાહી, 22 લોકોના મોત

એડુક્કી: કેરળના જુદા જુદા ભાગમાં ગુરુવારે સવારે ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે લગભગ 22 લોકોના મોત થયા છે. ઈમરજન્સી કંટ્રોલ રૂમના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એ એડુક્કીમાં ભુસ્ખલનના કારને 10 લોકોના મોત, મલપ્પુરમમાં 5, કન્નૂરમાં 2 અને વાયનાડ જીલ્લામાં એકનું મોત થયું છે. વાયનાડ, પલક્કડ અને કોઝિકોડ જીલ્લામાં એક-એક વ્યક્તિ લાપતા હોવાનું કહેવાય છે.

ઈડુક્કીના અડીમાલી શહેરમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત નિપજ્યાં છે. પોલીસ અને સ્થાનીય લોકોને કાટમાળમાં દબાયેલા બે લોકોને બચાવી લેવામાં આવ્યાં છે. કહેવાય છે કે, વરસાદના કારણે ઈડુક્કી બંધનું પાણીનું સ્તર વધારે હતું જે 26 વર્ષ બાદ ખોલવામાં આવ્યો હતો. ગુરૂવારે સવારે લગભગ 600 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું જેનાથી પાણીનું સ્તર 169.95 મીટર સુધી પહોંચી ગયું. ઈડુક્કી બંધમાં ગુરૂવારે સવારે આઠ વાગ્યા સુધી પાણીનું સતર 2,398 ફૂટ હતું, જે જળાશયના પૂર્ણ સ્તરની સરખામણીએ 50 ફૂટ વધારે હતું.

મુખ્યમંત્રી પિનારાઈ વિજયને જણાવ્યું હતું કે, અમે સેના, નેવી, કોસ્ટ ગાર્ડ અને એનડીઆરએફની મદદ માંગી છે. ત્રણ એનડીઆરએફની ટીમો રેસ્ક્યૂ માટે આવી પહોંચી છે. 2 ટીમ હજી આવનાર છે અને 6 ટીમોમાં કોલ કરવામાં આવ્યો છે. નેહરૂ રોફી બોટ રેસને પણ રદ્દ કરી દેવામાં આવી છે. કોચીન એરપોર્ટ બંધ કરવાની ફરજ પડી છે.

ભારે વરસાદના કારને બુધવારે કોઝીકોડ અને વાલાયાર વચ્ચે રેલવે ટ્રેકને પણ નુંકશાન થયું છે. આ રૂટ પર રેલવે સેવાઓ ઠપ્પ કરી દેવામાં આવી છે. ડિવિઝનલ રેલવે મેનેજર (ડીઆરએમ) અને અન્ય અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત પણ લીધી છે. આ રૂટ પર પાટનું સમારકામ હાથ ધરવામાં આવી રહ્યું છે અને આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સત્વરે જ તેને શરૂ કરી દેવામાં આવશે.