Home » India » પુણેમાં આંદોલન બન્યું હિંસક, તોડ-ફોડની ઘટના

News timeline

Bollywood
12 hours ago

આલિયા રણબીર કપુરને મળવા માટે ન્યુયોર્કમાં પહોંચી

Bollywood
12 hours ago

બેડમિંગ્ટન ટીમ ખરીદશે તાપ્સી પન્નુ

Cricket
15 hours ago

વિન્ડિઝ સામેની બે વન ડેમાં ઉમેશ યાદવનો સમાવેશ

Bollywood
15 hours ago

સાજિદ ખાન ઘટિયા કિસમ કા આદમી હૈ : દિયા મિર્ઝા

Cricket
19 hours ago

હવે સાઉથ આફ્રિકામાં ટી-૨૦ લીગ રમાશે

Cricket
19 hours ago

વિન્ડિઝના કોચ સ્ટુઅર્ટ બે વન ડે માટે સસ્પેન્ડ

Bollywood
19 hours ago

પરિણીતીને હવે એક્સન ફિલ્મો કરવી છે

Gujarat
23 hours ago

પાક વીમો, પોષણક્ષમ ભાવ ન મળતા સૌરાષ્ટ્રના ગામેગામ ખેડૂતોનો વિરોધ

Delhi
24 hours ago

#MeToo: રાહુલ બોલ્યા- સાચો નારો છે “બેટી પઢાઓ BJP નેતાઓથી બચાવો”

Gandhinagar
24 hours ago

રૂપાણી સામે ક્રિમિનલ અને દીવાની દાવો દાખલ કરાશે: શક્તિસિંહ ગોહિલ

World
1 day ago

ભારતીયો આવકનો ૧૦ ટકા ભાગ ચાઈનીઝ ભોજન પાછળ ખર્ચ કરે છે

World
1 day ago

માલદીવ મામલે ચુપ નહીં બેસે ભારત, આપ્યા કાર્યવાહી કરવાના સંકેત

પુણેમાં આંદોલન બન્યું હિંસક, તોડ-ફોડની ઘટના

મુંબઇ :  અનામતની માંગને લઇને મહારાષ્ટ્ર બંધના એલાનના પગલે કેટલાંક ભાગોમાં હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. મરાઠા પ્રદર્શનકારીઓ લાતુર, જાલના, સોલાપુર અને બુલધાના જિલ્લામાં ઘણી જગ્યાએ ટ્રાફિક રોકવામાં આવ્યો અને તોડફોડ પણ કરવામાં આવી. તેમજ મળતી માહિતી પ્રમાણે પ્રદર્શનકારીઓ પુણેની કેટલીક IT ઓફિસની બિલ્ડિંગમાં પથ્થરમારો કરી કાચ તોડ્યાં હતા.

પ્રદર્શનકારીઓ IT ઓફિસમાં ઘુસીને કર્મચારીઓને ધમકાવી ઘરે જવાનું કહ્યું. મુંબઇમાં મરાઠા સમુદાયે મુંબઇ સિવાય સમગ્ર મહારાષ્ટ્ર બંધ રાખ્યું છે. જેના કારણે પુણેના ઘણાં વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. આ બંધ દ્વારા મરાઠા સમુદાય સરકાર પર દબાણ વધારવાનો પ્રયત્ન કરી રહ્યું છે. આ બંધ આજે સવારે 8 થી સાંજના 6 વાગ્યા સુધી શાંતિપૂર્ણરીતે પ્રદર્શન કરવામાં આવશે.

મરાઠા સમાજના નેતા અમોલ જાધવરાવે કહ્યું કે, આ રાજ્યવ્યાપી બંધ હશે જેમાં નવી મુંબઇ સામેલ નહી હોય. તેમણે કહ્યું કે, કેટલાંક સંવેદનશીલ મુદ્દાઓને કારણે અમે નવી મુંબઇમાં બંધ નહી પાળવાનો નિર્ણય કર્યો છે.