Home » India » ફારૂકે લોકસભા ચૂંટણી બહિષ્કાર કરવાની આપી ધમકી

News timeline

Canada
1 day ago

જીએસએસએમ દ્વારા પુન્તા કાનાનો પ્રવાસ, અનેકવિધ કાર્યક્રમોએ રંગત જમાવી

Bollywood
2 days ago

લિસા રે લેખન ઉપર વધુ ધ્યાન આપે છે

Bollywood
2 days ago

ઇશા ગુપ્તા ખુબસુરતીને જાળવવા માટે તમામ પ્રયાસો કરે છે

Bollywood
2 days ago

અભિનેત્રીઓ વચ્ચેની સ્પર્ધાને લઈ પરેશાન નથી : ડાયના

Bollywood
2 days ago

રણબીર માટે આજે પણ પઝેસિવ છું : દીપિકા

Canada
2 days ago

નવલ બજાજના નિવાસ સ્થાને કૃષ્ણજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

Gandhinagar
2 days ago

સત્ર બાદ બે દિવસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરીશું: નીતિન પટેલ

Ahmedabad
2 days ago

મોટીપાનેલીના સરપંચ સહિત ૧૦૦ આગેવાનોના ભાજપમાંથી રાજીનામા

Ahmedabad
2 days ago

અંબાજીમાં મહામેળો ઃ માર્ગો જય અંબે’ના નાદથી ગૂંજી ઉઠયા

Delhi
2 days ago

ત્રણ તલાક બિલના અધ્યાદેશને મોદી કેબિનેટે આપી મંજૂરી

Ahmedabad
2 days ago

કેનેડાની લાલચ આપી છેતરપિંડી કરનારા 2 સામે ગુનો નોંધાયો

Canada
2 days ago

મિસિસાગામાં મેમણ સમાજનું ઈદ મિલન : ૩૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

ફારૂકે લોકસભા ચૂંટણી બહિષ્કાર કરવાની આપી ધમકી

જમ્મુ :  જમ્મુ-કાશ્મીરમાં રોજબરોજ રાજકારણમાં કંઈકને કંઇક નવુ થઈ રહ્યુ છે. નેશનલ કોન્ફરન્સના પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ફારૂક અબ્દુલ્લાએ કહ્યુ હતુ કે કેન્દ્ર સરકારે અનુચ્છેદ 35A અને અનુચ્છેદ 370 પર પોતાનો મત સ્પષ્ટ કરવા જણાવ્યુ છે જો આવુ નહી થાય તો તેમની પાર્ટી ફક્ત પંચાયત અને વિધાનસભા ચુંટણી જ નહી પરંતુ લોકસભાની ચૂંટણીનો પણ બહિષ્કાર કરશે.

આ પહેલા પણ અબ્દુલ્લાએ કહ્યુ હતુ કે કેન્દ્ર સરકારે અનુચ્છેદ 35A પર તેમનો મત સ્પષ્ટ કરવો જોઈએ. જો સરકાર આવુ નહી કરેતો તેમની પાર્ટી ચૂંટણીનો બહિષ્કાર કરશે. અનુચ્છેદ 35Aની સુનાવણી હજુ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે. સરકાર તરફથી સુપ્રિમ કોર્ટમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં હમણાં પંચાયત ચૂંટણી થવાની છે તેથી સુનાવણી આગળ વધારવામાં આવે. 35A મુદ્દા પર રાજ્યમાં સતત વિરોધ થઈ રહ્યો છે, જે સમયે સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે સુનાવણી થઈ રહી હતી ત્યારે ઘણી વખત રાજ્યમાં બંધ કરવામાં આવ્યુ હતુ.